Rajkotના ઉપલેટામાં આભ ફાટયું, 3 કલાકમાં 12 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ

લાઠ ગામેથી સંદેશ ન્યૂઝનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ દુકાનો અને ઘરોમાં પાણી ફરી વળ્યા લાઠ ગામે પાણી ભરાતા જનજીવન ખોરવાયું રાજકોટના ઉપલેટાનુ લાઠ ગામ બેટમાં ફેરવાઈ ગયું છે.છેલ્લા 3 કલાકમાં 12 ઈંચથી વધારે વરસાદ વરસતા ગામમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.લાઠ ગામે પાણી ભરાતા જયાં જુઓ ત્યાં માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે,લોકો જીવન જરૂરિયાતની વસ્તુઓ લેવા પણ ઘરની બહાર નિકળી શકે તેવી સ્થિતિ નથી. ઉપલેટાના ગામો પાણીમાં ફેરવાયા ઉપલેટા તાલુકાના છ ગામો બેટમાં ફેરવાયા છે.ઉપલેટાના લાઠ, સમઢીયાળા, કુંડેચ, તલગણા, ભીમોરા, મજેઠી, કાથરોટા મોટી પાનેલી બેટમાં ફેરવાયા છે.ઉપલેટાના તલગણામાં ત્રણ કલાકમાં 11 ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો. તલગણામાં અનેક સોસાયટી,મકાનોમાં પાણી ફરી વળ્યા હતા. તલગણાની તમામ ગલીઓમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. પોરબંદરમાં ભારે વરસાદ પોરબંદર જિલ્લામાં એકસાથે 27 ઈંચ વરસાદ ખાબકી જતા પૂરની સ્થિતિ સર્જાઈ છે. એક દિવસના વિરામ બાદ આજે વહેલી સવારથી પોરબંદરમાં ફરી ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે. સવારે 4 વાગ્યાથી 11 વાગ્યા સુધીમાં 19 ઈંચ વરસાદ થતા સર્વત્ર ફરી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. સમગ્ર પોરબંદર પંથકમાં બારે મેઘ ખાંગા જેવી સ્થિતિ સર્જાઈ છે. વરસાદે ફરી એકવાર ઘેડની કમર તોડી નાખી છે. વરસાદે વધારી ચિંતા સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં આજે સવારથી જ મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. આજે સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં એટલે કે માત્ર ચાર કલાકમાં કુલ 94 તાલુકામાં વરસાદ નોંધાયો છે. તો બીજી બાજુ દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં માત્ર બે કલાકમાં જ પાંચ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. તો હવામાન વિભાગે આજે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ પડવાની આગાહી પણ આપી છે. ધોધમાર વરસતા વરસાદને કારણે ખેડૂતોની ચિંતા વધી છે. હવામાન વિભાગની આગાહી મુજબ મહેસાણા અને સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી ભાવનગર, અમરેલી, સુરેન્દ્રનગરમાં વરસાદ રહેશે. તેમજ બોટાદ, મોરબી, જામનગરમાં વરસાદ રહેશે તથા ભરૂચ, સુરત, ડાંગ, નવસારીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ, ગાંધીનગરમાં વરસાદની આગાહી સાથે મહીસાગર, ખેડા, દાહોદ, આણંદમાં ભારે વરસાદની આગાહી છે. તેમજ ઉત્તર ગુજરાતમાં સારા વરસાદની આગાહી છે. તથા પાટણ, બનાસકાંઠા, અરવલ્લીમાં ભારે વરસાદ પડશે અને મહેસાણા, સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી છે. આજે સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ વચ્ચે હવામાન વિભાગે આજે 10 જિલ્લામાં અત્યંત ભારે વરસાદની આગાહી કરી છે. જે અંતર્ગત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાંક સ્થળો પર રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલીમાં રેડ એલર્ટ અપાયું છે. ગીર સોમનાથ અને રાજકોટમાં પણ અત્યંત ભારેની આગાહી કરાઇછે. બીજી તરફ 11 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે. જેમાં કચ્છ, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગરનો સમાવેશ થાય છે. મધ્ય ગુજરાતના 5 જિલ્લા અમદાવાદ, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદમાં યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

Rajkotના ઉપલેટામાં આભ ફાટયું, 3 કલાકમાં 12 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • લાઠ ગામેથી સંદેશ ન્યૂઝનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ
  • દુકાનો અને ઘરોમાં પાણી ફરી વળ્યા
  • લાઠ ગામે પાણી ભરાતા જનજીવન ખોરવાયું

રાજકોટના ઉપલેટાનુ લાઠ ગામ બેટમાં ફેરવાઈ ગયું છે.છેલ્લા 3 કલાકમાં 12 ઈંચથી વધારે વરસાદ વરસતા ગામમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.લાઠ ગામે પાણી ભરાતા જયાં જુઓ ત્યાં માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે,લોકો જીવન જરૂરિયાતની વસ્તુઓ લેવા પણ ઘરની બહાર નિકળી શકે તેવી સ્થિતિ નથી.

ઉપલેટાના ગામો પાણીમાં ફેરવાયા

ઉપલેટા તાલુકાના છ ગામો બેટમાં ફેરવાયા છે.ઉપલેટાના લાઠ, સમઢીયાળા, કુંડેચ, તલગણા, ભીમોરા, મજેઠી, કાથરોટા મોટી પાનેલી બેટમાં ફેરવાયા છે.ઉપલેટાના તલગણામાં ત્રણ કલાકમાં 11 ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો. તલગણામાં અનેક સોસાયટી,મકાનોમાં પાણી ફરી વળ્યા હતા. તલગણાની તમામ ગલીઓમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.


પોરબંદરમાં ભારે વરસાદ

પોરબંદર જિલ્લામાં એકસાથે 27 ઈંચ વરસાદ ખાબકી જતા પૂરની સ્થિતિ સર્જાઈ છે. એક દિવસના વિરામ બાદ આજે વહેલી સવારથી પોરબંદરમાં ફરી ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે. સવારે 4 વાગ્યાથી 11 વાગ્યા સુધીમાં 19 ઈંચ વરસાદ થતા સર્વત્ર ફરી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. સમગ્ર પોરબંદર પંથકમાં બારે મેઘ ખાંગા જેવી સ્થિતિ સર્જાઈ છે. વરસાદે ફરી એકવાર ઘેડની કમર તોડી નાખી છે.

વરસાદે વધારી ચિંતા

સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં આજે સવારથી જ મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. આજે સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં એટલે કે માત્ર ચાર કલાકમાં કુલ 94 તાલુકામાં વરસાદ નોંધાયો છે. તો બીજી બાજુ દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં માત્ર બે કલાકમાં જ પાંચ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. તો હવામાન વિભાગે આજે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ પડવાની આગાહી પણ આપી છે. ધોધમાર વરસતા વરસાદને કારણે ખેડૂતોની ચિંતા વધી છે.

હવામાન વિભાગની આગાહી મુજબ મહેસાણા અને સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી

ભાવનગર, અમરેલી, સુરેન્દ્રનગરમાં વરસાદ રહેશે. તેમજ બોટાદ, મોરબી, જામનગરમાં વરસાદ રહેશે તથા ભરૂચ, સુરત, ડાંગ, નવસારીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ, ગાંધીનગરમાં વરસાદની આગાહી સાથે મહીસાગર, ખેડા, દાહોદ, આણંદમાં ભારે વરસાદની આગાહી છે. તેમજ ઉત્તર ગુજરાતમાં સારા વરસાદની આગાહી છે. તથા પાટણ, બનાસકાંઠા, અરવલ્લીમાં ભારે વરસાદ પડશે અને મહેસાણા, સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી છે.

આજે સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ

સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ વચ્ચે હવામાન વિભાગે આજે 10 જિલ્લામાં અત્યંત ભારે વરસાદની આગાહી કરી છે. જે અંતર્ગત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાંક સ્થળો પર રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલીમાં રેડ એલર્ટ અપાયું છે. ગીર સોમનાથ અને રાજકોટમાં પણ અત્યંત ભારેની આગાહી કરાઇછે. બીજી તરફ 11 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે. જેમાં કચ્છ, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગરનો સમાવેશ થાય છે. મધ્ય ગુજરાતના 5 જિલ્લા અમદાવાદ, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદમાં યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.