Ahmedabad: કેડિલાના માલિક રાજીવ મોદીની મુશ્કેલીમાં વધારો, કોર્ટે આપ્યા ફરીથી તપાસના આદેશ

કેડિલાના માલિક રાજીવ મોદી સામે થશે ફરી પોલીસ તપાસગ્રામ્ય કોર્ટે કર્યો ફરીથી તપાસનો આદેશ રાજીવ મોદી સામે જાતીય શોષણનો છે આરોપ કેડિલાના રાજીવ મોદીની મુશ્કેલીમાં વધારો થયો છે, કેડિલાના માલિક રાજીવ મોદી સામે ફરીથી પોલીસ તપાસ કરવામાં આવશે. ગ્રામ્ય કોર્ટે ફરીથી તપાસ કરવામાં માટે પોલીસને આદેશ આપ્યો છે. પીડિતાએ થોડા દિવસ પહેલા જ કોર્ટમાં કેસમાં ફરીથી તપાસ કરવા માટે દાખલ કરેલી અરજી પર ગ્રામ્ય કોર્ટે મહોર લગાવી છે અને ફરીથી પોલીસ તપાસના આદેશ આપ્યા છે. તમને જણાવી દઈએ કે કેડિલાના માલિક રાજીવ મોદી સામે જાતીય શોષણનો આરોપ આ યુવતી દ્વારા લગાવવામાં આવ્યો છે અને પીડિતાએ કોર્ટમાં ફરીથી પોલીસ તપાસની માગ કરી હતી અને કોર્ટે આ માગ પર મહોર લગાવી છે અને ફરીથી તપાસના આદેશ આપ્યા છે. એપ્રિલ 2023માં નોટિસ વિના પીડિતાને કાઢી મૂકી નવે.2022માં યુવતીએ નોકરી શરૂ કરી હતી. તેમજ એપ્રિલ 2023માં નોટિસ વિના પીડિતાને કાઢી મૂકી હતી. જેમાં અત્યાર સુધીના પગારની યુવતીએ શ્રમ વિભાગમાં માંગ કરી છે. તાજેતરમાં બલ્ગેરિયન યુવતીએ રાજીવ મોદી પર કરેલા આક્ષેપ મામલે મોટો ખુલાસો થયો હતો. જેમાં પિડીતાએ ACP હિમાલા જોષીને અરજી ન લેવા માટે અને તપાસ રફેદફે કરવા માટે કરોડો રૂપિયા આપ્યા હોવાના આક્ષેપ લગાવ્યા હતા. મામલો પતવાની જગ્યાએ વધ્યો કેડિલાના CMD રાજીવ મોદી સામે બલ્ગેરિયન યુવતી દુષ્કર્મ કેસમાં મોટો વળાંક આવ્યો હતો. રાજીવ મોદી સામેના કેસમાં રિટાયર્ડ DG કેશવ કુમાર CP ઓફિસમાં હાજર થયા હતા. રિટાયર્ડ DGએ કેસ રફેદફે કરવા ભૂમિકા ભજવ્યાનો પીડિતાનો આક્ષેપ છે. નિવૃત્ત IPS અધિકારી નિવેદન નોંધાવા કમિશનર કચેરી ખાતે પહોંચ્યા હતા. ત્યારે આ કેસમાં નવુ નામ આવતા જ પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો હતો. બલ્ગેરિયન યુવતીએ મહિલા પોલીસ સ્ટેશનમાં અરજી કરી ત્યારે એક નિવૃત IPS અધિકારીએ ભલામણ કરી હતી. આ નિવૃત્ત IPS અધિકારી છે કેશવ કુમાર. નિવૃત્ત DG કેશવ કુમારે મહિલા ACPને ફરિયાદ ન કરવા ભલામણ કરી હતી. રિટાયર્ડ DGP કેશવ કુમાર પોલીસ કમિશનર ઓફિસમાં નિવેદન આપવા હાજર થયા હતા. પોલીસે કેશવ કુમારને આ કેસમાં એની ભૂમિકા અંગે જવાબ આપવા માટે બોલાવ્યા હતા. બલ્ગેરિયન યુવતીએ રાજીવ મોદી સામે જાતીય શોષણની ફરિયાદ કરી છે એ ફરિયાદને દબાવી દેવા માટે કેશવ કુમારની ભૂમિકા હોવાનો આક્ષેપ પોતાની એફિડેવિટમાં કર્યો હતો.

Ahmedabad: કેડિલાના માલિક રાજીવ મોદીની મુશ્કેલીમાં વધારો, કોર્ટે આપ્યા ફરીથી તપાસના આદેશ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • કેડિલાના માલિક રાજીવ મોદી સામે થશે ફરી પોલીસ તપાસ
  • ગ્રામ્ય કોર્ટે કર્યો ફરીથી તપાસનો આદેશ
  • રાજીવ મોદી સામે જાતીય શોષણનો છે આરોપ

કેડિલાના રાજીવ મોદીની મુશ્કેલીમાં વધારો થયો છે, કેડિલાના માલિક રાજીવ મોદી સામે ફરીથી પોલીસ તપાસ કરવામાં આવશે. ગ્રામ્ય કોર્ટે ફરીથી તપાસ કરવામાં માટે પોલીસને આદેશ આપ્યો છે. પીડિતાએ થોડા દિવસ પહેલા જ કોર્ટમાં કેસમાં ફરીથી તપાસ કરવા માટે દાખલ કરેલી અરજી પર ગ્રામ્ય કોર્ટે મહોર લગાવી છે અને ફરીથી પોલીસ તપાસના આદેશ આપ્યા છે.

તમને જણાવી દઈએ કે કેડિલાના માલિક રાજીવ મોદી સામે જાતીય શોષણનો આરોપ આ યુવતી દ્વારા લગાવવામાં આવ્યો છે અને પીડિતાએ કોર્ટમાં ફરીથી પોલીસ તપાસની માગ કરી હતી અને કોર્ટે આ માગ પર મહોર લગાવી છે અને ફરીથી તપાસના આદેશ આપ્યા છે.

એપ્રિલ 2023માં નોટિસ વિના પીડિતાને કાઢી મૂકી

નવે.2022માં યુવતીએ નોકરી શરૂ કરી હતી. તેમજ એપ્રિલ 2023માં નોટિસ વિના પીડિતાને કાઢી મૂકી હતી. જેમાં અત્યાર સુધીના પગારની યુવતીએ શ્રમ વિભાગમાં માંગ કરી છે. તાજેતરમાં બલ્ગેરિયન યુવતીએ રાજીવ મોદી પર કરેલા આક્ષેપ મામલે મોટો ખુલાસો થયો હતો. જેમાં પિડીતાએ ACP હિમાલા જોષીને અરજી ન લેવા માટે અને તપાસ રફેદફે કરવા માટે કરોડો રૂપિયા આપ્યા હોવાના આક્ષેપ લગાવ્યા હતા.

મામલો પતવાની જગ્યાએ વધ્યો

કેડિલાના CMD રાજીવ મોદી સામે બલ્ગેરિયન યુવતી દુષ્કર્મ કેસમાં મોટો વળાંક આવ્યો હતો. રાજીવ મોદી સામેના કેસમાં રિટાયર્ડ DG કેશવ કુમાર CP ઓફિસમાં હાજર થયા હતા. રિટાયર્ડ DGએ કેસ રફેદફે કરવા ભૂમિકા ભજવ્યાનો પીડિતાનો આક્ષેપ છે. નિવૃત્ત IPS અધિકારી નિવેદન નોંધાવા કમિશનર કચેરી ખાતે પહોંચ્યા હતા. ત્યારે આ કેસમાં નવુ નામ આવતા જ પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો હતો.

બલ્ગેરિયન યુવતીએ મહિલા પોલીસ સ્ટેશનમાં અરજી કરી ત્યારે એક નિવૃત IPS અધિકારીએ ભલામણ કરી હતી. આ નિવૃત્ત IPS અધિકારી છે કેશવ કુમાર. નિવૃત્ત DG કેશવ કુમારે મહિલા ACPને ફરિયાદ ન કરવા ભલામણ કરી હતી. રિટાયર્ડ DGP કેશવ કુમાર પોલીસ કમિશનર ઓફિસમાં નિવેદન આપવા હાજર થયા હતા. પોલીસે કેશવ કુમારને આ કેસમાં એની ભૂમિકા અંગે જવાબ આપવા માટે બોલાવ્યા હતા. બલ્ગેરિયન યુવતીએ રાજીવ મોદી સામે જાતીય શોષણની ફરિયાદ કરી છે એ ફરિયાદને દબાવી દેવા માટે કેશવ કુમારની ભૂમિકા હોવાનો આક્ષેપ પોતાની એફિડેવિટમાં કર્યો હતો.