Rajkot: વીંછિયા તાલુકા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાયો
કોંગ્રેસે ગુમાવી રાજકોટની વીંછિયા તાલુકા પંચાયત ભાજપે વીંછિયા તાલુકા પંચાયત પર કર્યો કબજો વીંછિયા તાલુકા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાવ્યો રાજકોટના વીછિંયામાં રાજકારણ ગરમાયુ જસદણ વીછિંયાના ધારાસભ્ય અને રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ રાજકીય સોગઠા ગોઠવી વીછિંયા તાલુકા પંચાયત કોંગ્રેસના હાથમાંથી ઝુટવી લીધી છે. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે વીછિંયા તાલુકા પંચાયતમાં બિનહરીફ જીત થઈ છે. રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકા પંચાયતના કોંગ્રેસના પ્રમુખ વિરૂદ્ધ અવિશ્વાસની દરખાસ્ત 1 ઓગસ્ટના રોજ મંજૂર થઇ હતી. ચૂંટણી પંચ દ્વારા પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી માટે 17 ઓગસ્ટના રોજ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતુ. ભાજપના પ્રમુખ તરીકે બિનહરીફ ગઢાદરા નીતાબેન દેવરાજભાઈ જેવો અમરાપુર તાલુકા પંચાયત બેઠકના ભાજપ સભ્ય છે. જ્યારે ઉપપ્રમુખ તરીકે રોજાસરા ભુપતભાઈ લખમણભાઇ બિનહરીફ જીત થઈ છે, જેવો વિંછીયા તાલુકા પંચાયત બેઠકના ભાજપ સભ્ય છે. ગત ટર્મમાં તાલુકા પંચાયત કોંગ્રેસ પાસે હતી કોંગ્રેસ તરફથી ડેલીવાળ ગીતાબેન ઘનશ્યામભાઈ ઉપપ્રમુખ માટે ફોર્મ ભર્યું હતું જેવો પોતે ગેરહાજર રહ્યા હતા. વીછિંયા તાલુકા પંચાયત ખાતે પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી. જેમાં કોંગ્રેસમાંથી બળવો કરી 8 સભ્યોએ ભાજપને ટેકો આપતા ભાજપે વીછિંયા તાલુકા પંચાયત પર કબ્જો કર્યો છે. વીછિંયા તાલુકા પંચાયતમાં ગત સામાન્ય ચુંટણીમાં 18 બેઠકમાંથી કોંગ્રેસની 14 બેઠક પર જીત થઈ હતી. ભાજપની માત્ર 4 બેઠક પર જીત થઈ હતી. ગત ચૂંટણીમાં વીછિંયા તાલુકા પંચાયત કોંગ્રેસે કબ્જે કરી હતી. કોંગ્રેસ સત્તા જાળવી ના શક્યુ અને ભાજપએ આજે વીછિંયા તાલુકા પંચાયત પર કબ્જો કરી સત્તાનો સ્વાદ ચાખ્યો છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- કોંગ્રેસે ગુમાવી રાજકોટની વીંછિયા તાલુકા પંચાયત
- ભાજપે વીંછિયા તાલુકા પંચાયત પર કર્યો કબજો
- વીંછિયા તાલુકા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાવ્યો
રાજકોટના વીછિંયામાં રાજકારણ ગરમાયુ જસદણ વીછિંયાના ધારાસભ્ય અને રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ રાજકીય સોગઠા ગોઠવી વીછિંયા તાલુકા પંચાયત કોંગ્રેસના હાથમાંથી ઝુટવી લીધી છે. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે વીછિંયા તાલુકા પંચાયતમાં બિનહરીફ જીત થઈ છે.
રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકા પંચાયતના કોંગ્રેસના પ્રમુખ વિરૂદ્ધ અવિશ્વાસની દરખાસ્ત 1 ઓગસ્ટના રોજ મંજૂર થઇ હતી. ચૂંટણી પંચ દ્વારા પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી માટે 17 ઓગસ્ટના રોજ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતુ. ભાજપના પ્રમુખ તરીકે બિનહરીફ ગઢાદરા નીતાબેન દેવરાજભાઈ જેવો અમરાપુર તાલુકા પંચાયત બેઠકના ભાજપ સભ્ય છે. જ્યારે ઉપપ્રમુખ તરીકે રોજાસરા ભુપતભાઈ લખમણભાઇ બિનહરીફ જીત થઈ છે, જેવો વિંછીયા તાલુકા પંચાયત બેઠકના ભાજપ સભ્ય છે.
ગત ટર્મમાં તાલુકા પંચાયત કોંગ્રેસ પાસે હતી
કોંગ્રેસ તરફથી ડેલીવાળ ગીતાબેન ઘનશ્યામભાઈ ઉપપ્રમુખ માટે ફોર્મ ભર્યું હતું જેવો પોતે ગેરહાજર રહ્યા હતા. વીછિંયા તાલુકા પંચાયત ખાતે પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી. જેમાં કોંગ્રેસમાંથી બળવો કરી 8 સભ્યોએ ભાજપને ટેકો આપતા ભાજપે વીછિંયા તાલુકા પંચાયત પર કબ્જો કર્યો છે. વીછિંયા તાલુકા પંચાયતમાં ગત સામાન્ય ચુંટણીમાં 18 બેઠકમાંથી કોંગ્રેસની 14 બેઠક પર જીત થઈ હતી. ભાજપની માત્ર 4 બેઠક પર જીત થઈ હતી. ગત ચૂંટણીમાં વીછિંયા તાલુકા પંચાયત કોંગ્રેસે કબ્જે કરી હતી. કોંગ્રેસ સત્તા જાળવી ના શક્યુ અને ભાજપએ આજે વીછિંયા તાલુકા પંચાયત પર કબ્જો કરી સત્તાનો સ્વાદ ચાખ્યો છે.