Aravalli: માલપુરમાં અડધો કલાકમાં બે ઈંચ કરતા વધુ વરસાદ
ગામના રસ્તાઓ પર નદી જેવા દ્રશ્યો જોવા મળ્યામગફળી, પપૈયા અને તડબૂચના પાકમાં પાણી ભરાયા તડબૂચના પાકમાં પાણી ભરાતા નુકસાનની ભીતિ અરવલ્લીના માલપુરના સજ્જનપુરામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. આ વિસ્તારમાં અડધો કલાકમાં બે ઈંચ કરતા વધુ વરસાદ વરસ્યો છે અને ગામના રસ્તાઓ પર નદી જેવા દ્રશ્યો સર્જાયા છે. ત્યારે વરસાદી પાણી ખેતરમાં ભરાઈ જવાના કારણે ખેડૂતોને મોટુ નુકસાન થવાની શક્યતા છે. મગફળી, પપૈયા અને તડબૂચના પાકમાં પાણી ભરાયા સજ્જનપુરામાં ધોધમાર વરસાદના કારણે ખેતરોમાં પાણી ઘુસી ગયા છે, જેના કારણે મગફળી, પપૈયા અને તડબૂચના પાકમાં પાણી ભરાયા છે. ત્યારે તડબૂચના પાકમાં પાણી ભરાતા ખેડૂતોને મોટુ આર્થિક નુકસાન થવાની ભીતિ છે. દાહોદ જિલ્લાના વાતાવરણમાં પલટો પંચમહાલના દાહોદ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો હતો અને ઝાલોદ, સંજેલી, સાંપોઈ, મુનખોસલા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે, ત્યારે વરસાદને પગલે અસહ્ય બફારામાંથી લોકોને મોટી રાહત મળી છે. મહીસાગર જિલ્લાના સંતરામપુરમાં વરસાદ મહીસાગર જિલ્લાના સંતરામપુરમાં પણ વરસાદ વરસ્યો છે. દિવસ દરમિયાનની ભારે ગરમી બાદ ધોધમાર વરસાદ વિસ્તારમાં પડ્યો છે. સંતરામપુરના શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. વરસાદ પડતા ગરમીમાં આંશિક રાહત સાથે વાતવરણમાં ઠંડક પ્રસરી છે. ત્યારે જિલ્લામાં નહીંવત વરસાદ વચ્ચે ધોધમાર વરસાદ વરસતા ખેડૂતોમાં આનંદ જોવા મળી રહ્યો છે અને જિલ્લામાં હજુ પણ સારા વરસાદની રાહ ખેડૂતો જોઈ રહ્યા છે. હિંમતનગર તાલુકામાં પણ મેઘરાજાનું આગમન સાબરકાંઠાના હિંમતનગર તાલુકામાં પણ સમી સાંજે મેઘરાજાનું આગમન થયું હતું. લાંબા વિરામ બાદ હિંમતનગર તાલુકામાં વરસાદ વરસતા લોકોમાં ખુશી જોવા મળી રહી હતી. ત્યારે ખેડૂતે વાવેલા પાકને પણ વરસાદના કારણે જીવનદાન મળ્યુ છે. ધરતીપુત્ર કાગડોળે વરસાદની રાહ જોઈ રહ્યા હતા અને વરસાદ આવતા ધરતીપુત્રોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. ત્યારે બીજી તરફ વરસાદમાં નાના ભૂલકાઓએ ન્હાવાની મજા માણી હતી. કોડીનારમાં પણ વિરામ બાદ વરસાદનું આગમન કોડીનાર સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. જેમાં અરણેજ, કાંટાળા ગામ તથા માલગામ, બાવાના પીપળવા ગામોમાં વરસાદ વરસ્યો છે. તેમજ ચોટીલામાં પણ વિરામ બાદ વરસાદે આગમન કર્યુ છે. ચોટીલા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારો ચાનંપા, સાંગાણી, મઘરીખડા ગામમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- ગામના રસ્તાઓ પર નદી જેવા દ્રશ્યો જોવા મળ્યા
- મગફળી, પપૈયા અને તડબૂચના પાકમાં પાણી ભરાયા
- તડબૂચના પાકમાં પાણી ભરાતા નુકસાનની ભીતિ
અરવલ્લીના માલપુરના સજ્જનપુરામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. આ વિસ્તારમાં અડધો કલાકમાં બે ઈંચ કરતા વધુ વરસાદ વરસ્યો છે અને ગામના રસ્તાઓ પર નદી જેવા દ્રશ્યો સર્જાયા છે. ત્યારે વરસાદી પાણી ખેતરમાં ભરાઈ જવાના કારણે ખેડૂતોને મોટુ નુકસાન થવાની શક્યતા છે.
મગફળી, પપૈયા અને તડબૂચના પાકમાં પાણી ભરાયા
સજ્જનપુરામાં ધોધમાર વરસાદના કારણે ખેતરોમાં પાણી ઘુસી ગયા છે, જેના કારણે મગફળી, પપૈયા અને તડબૂચના પાકમાં પાણી ભરાયા છે. ત્યારે તડબૂચના પાકમાં પાણી ભરાતા ખેડૂતોને મોટુ આર્થિક નુકસાન થવાની ભીતિ છે.
દાહોદ જિલ્લાના વાતાવરણમાં પલટો
પંચમહાલના દાહોદ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો હતો અને ઝાલોદ, સંજેલી, સાંપોઈ, મુનખોસલા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે, ત્યારે વરસાદને પગલે અસહ્ય બફારામાંથી લોકોને મોટી રાહત મળી છે.
મહીસાગર જિલ્લાના સંતરામપુરમાં વરસાદ
મહીસાગર જિલ્લાના સંતરામપુરમાં પણ વરસાદ વરસ્યો છે. દિવસ દરમિયાનની ભારે ગરમી બાદ ધોધમાર વરસાદ વિસ્તારમાં પડ્યો છે. સંતરામપુરના શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. વરસાદ પડતા ગરમીમાં આંશિક રાહત સાથે વાતવરણમાં ઠંડક પ્રસરી છે. ત્યારે જિલ્લામાં નહીંવત વરસાદ વચ્ચે ધોધમાર વરસાદ વરસતા ખેડૂતોમાં આનંદ જોવા મળી રહ્યો છે અને જિલ્લામાં હજુ પણ સારા વરસાદની રાહ ખેડૂતો જોઈ રહ્યા છે.
હિંમતનગર તાલુકામાં પણ મેઘરાજાનું આગમન
સાબરકાંઠાના હિંમતનગર તાલુકામાં પણ સમી સાંજે મેઘરાજાનું આગમન થયું હતું. લાંબા વિરામ બાદ હિંમતનગર તાલુકામાં વરસાદ વરસતા લોકોમાં ખુશી જોવા મળી રહી હતી. ત્યારે ખેડૂતે વાવેલા પાકને પણ વરસાદના કારણે જીવનદાન મળ્યુ છે. ધરતીપુત્ર કાગડોળે વરસાદની રાહ જોઈ રહ્યા હતા અને વરસાદ આવતા ધરતીપુત્રોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. ત્યારે બીજી તરફ વરસાદમાં નાના ભૂલકાઓએ ન્હાવાની મજા માણી હતી.
કોડીનારમાં પણ વિરામ બાદ વરસાદનું આગમન
કોડીનાર સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. જેમાં અરણેજ, કાંટાળા ગામ તથા માલગામ, બાવાના પીપળવા ગામોમાં વરસાદ વરસ્યો છે. તેમજ ચોટીલામાં પણ વિરામ બાદ વરસાદે આગમન કર્યુ છે. ચોટીલા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારો ચાનંપા, સાંગાણી, મઘરીખડા ગામમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે.