Gujarat પોલીસની શારીરિક ભરતી પ્રક્રિયાનો પ્રારંભ, ઉમેદવારોમાં ખુશીનો માહોલ છવાયો

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા ભરતી પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેમા બિન હથિયારી PSIની પોલીસની જગ્યાઓ માટે યોજાઈ શારીરિક કસોટી છે,કુલ 12 હજાર કરતા વધારે જગ્યાઓ ભરવામાં આવશે જેમા હથિયારી PSI, લોક રક્ષક કેડરના પુરુષની લેવાશે કસોટી તેમજ લોક રક્ષક કેડરના મહિલાઓની પણ લેવાશે કસોટી.8 થી 13 જાન્યુઆરી સુધી લેવાશે શારીરિક કસોટી જેમા પોલીસ અધિક્ષક કક્ષાના અધિકારીઓ રહેશે ગ્રાઉન્ડ ઇન્ચાર્જ. અમદાવાદમાં પણ યોજાઈ પરીક્ષા PSI અને LRD ની શારીરિક પરીક્ષા આજથી શરૂ થઈ ગઈ છે. જે અંતર્ગત અમદાવાદના શાહીબાગ પોલીસ હેડ ક્વાર્ટરમાં આવેલ જે ડી નગરવાલા પોલીસ સ્ટેડિયમમાં મહિલા ઉમેદવારો માટે શારીરિક પરીક્ષા લેવામાં આવશે. વહેલી સવારે 5:00 વાગ્યાથી જ મહિલા ઉમેદવારો શારીરિક પરીક્ષા આપવા માટે પહોંચી ગયા છે. તમામ મહિલા ઉમેદવારોને પ્રવેશ આપવાની શરૂઆત કરવામાં આવી છે. આજથી શરૂ થયેલી શારીરિક પરીક્ષામાં મહિલા ઉમેદવારોને માત્ર કોલ લેટર અને આઈડી પ્રૂફ સાથે જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. સ્વેટર-જેકેટ કોઈ પણ વસ્તુ સાથે પ્રવેશ આપવામાં આવશે નહીં. ઇલેક્ટ્રોનિક ગેજેટ,ઘડિયાળ સહિતની ચીજવસ્તુઓ પણ બહાર મુકી દેવામાં આવી રહી છે. કુલ 12 હજાર ઉપરની જગ્યાઓ આ ભરતીમાં બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર(પુરુષ/મહિલા)ની 472 જગ્યા અને લોકરક્ષક કેડર (બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ/ હથિયારી પોલીસ કોન્સ્ટેબલ/ એસ.આર.પી.એફ./ જેલ સિપાહી) પુરુષ/મહિલાની 12000 જગ્યાઓ મળી કુલ-12472 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા કરવામાં આવશે.

Gujarat પોલીસની શારીરિક ભરતી પ્રક્રિયાનો પ્રારંભ, ઉમેદવારોમાં ખુશીનો માહોલ છવાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા ભરતી પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેમા બિન હથિયારી PSIની પોલીસની જગ્યાઓ માટે યોજાઈ શારીરિક કસોટી છે,કુલ 12 હજાર કરતા વધારે જગ્યાઓ ભરવામાં આવશે જેમા હથિયારી PSI, લોક રક્ષક કેડરના પુરુષની લેવાશે કસોટી તેમજ લોક રક્ષક કેડરના મહિલાઓની પણ લેવાશે કસોટી.8 થી 13 જાન્યુઆરી સુધી લેવાશે શારીરિક કસોટી જેમા પોલીસ અધિક્ષક કક્ષાના અધિકારીઓ રહેશે ગ્રાઉન્ડ ઇન્ચાર્જ.

અમદાવાદમાં પણ યોજાઈ પરીક્ષા

PSI અને LRD ની શારીરિક પરીક્ષા આજથી શરૂ થઈ ગઈ છે. જે અંતર્ગત અમદાવાદના શાહીબાગ પોલીસ હેડ ક્વાર્ટરમાં આવેલ જે ડી નગરવાલા પોલીસ સ્ટેડિયમમાં મહિલા ઉમેદવારો માટે શારીરિક પરીક્ષા લેવામાં આવશે. વહેલી સવારે 5:00 વાગ્યાથી જ મહિલા ઉમેદવારો શારીરિક પરીક્ષા આપવા માટે પહોંચી ગયા છે. તમામ મહિલા ઉમેદવારોને પ્રવેશ આપવાની શરૂઆત કરવામાં આવી છે. આજથી શરૂ થયેલી શારીરિક પરીક્ષામાં મહિલા ઉમેદવારોને માત્ર કોલ લેટર અને આઈડી પ્રૂફ સાથે જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. સ્વેટર-જેકેટ કોઈ પણ વસ્તુ સાથે પ્રવેશ આપવામાં આવશે નહીં. ઇલેક્ટ્રોનિક ગેજેટ,ઘડિયાળ સહિતની ચીજવસ્તુઓ પણ બહાર મુકી દેવામાં આવી રહી છે.

કુલ 12 હજાર ઉપરની જગ્યાઓ

આ ભરતીમાં બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર(પુરુષ/મહિલા)ની 472 જગ્યા અને લોકરક્ષક કેડર (બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ/ હથિયારી પોલીસ કોન્સ્ટેબલ/ એસ.આર.પી.એફ./ જેલ સિપાહી) પુરુષ/મહિલાની 12000 જગ્યાઓ મળી કુલ-12472 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા કરવામાં આવશે.