Rajkot: વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો..! જેતપુરમાં બાળકીનું ટાંકામાં પડી જતા મોત

જેતપુરમાં બાળકીનું ટાંકામાં પડી જતા મોત શ્રમિક પરિવારની 12 માસની બાળકીનું મોત કોમ્પલેક્ષના ગ્રાઉન્ડ ફ્લોર પર રહેતું હતું પરિવારરાજકોટના જેતપુર ધોરાજી રોડ પર આવેલા કોમ્પ્લેક્સના ગ્રાઉન્ડ ફ્લોરમાં બાળકીનું ટાંકામાં પડી જતા મોત થયાના સમાચાર સામે આવ્યા છે. શ્રમિક પરિવારની 12 મહિનાની બાળકી રમતા રમતા પાણીના ટાકામાં પડી જતા મોત થતા સમગ્ર પંથકમાં ચકચ્ચાર મચી જવા પામ્યો છે. મળતી માહિતી મુજબ, રાજકોટના જેતપુર ધોરાજી રોડ પર વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. ધોરાજી રોડ પર આવેલા કોમ્પ્લેક્સના ગ્રાઉન્ડ ફ્લોરમાં શ્રમિક પરિવારની 12 મહિનાની બાળકી રમતા રમતા પાણીના ટાંકામાં પડી જતા મોત થયું છે. સમગ્ર ઘટના જાણે અમ હતી કે, MM કોમ્પ્લેક્સમાં ગ્રાઉન્ડ ફ્લોર પાર્કિંગમાં શ્રમિક પરિવાર વરસાદને કારણે પાર્કિંગમાં આસરો લઈ રહેતા હતા. બપોરના સમયે માતા અને બાળકી હતા ત્યારે બાળકીની માતાને જોકું આવી જતા બાળકી બાજુમા રહેલા પાણીના ભો ટાંકામાં ખાબકી હતી.આ ઘટનામાં ગાયત્રી અર્જુન ભારથી વારોળીયા નામની 12 મહિનાની બાળકીનું મોત નીપજ્યું છે. બાળકીની માં ઊંઘમાંથી જાગીને બાજુમા બાળકીને ન જોતા આજુબાજુમાં જોવા લાગી હતી. અચાનક તેની નજર પાસે રહેલા ટાંકામાં પડી તો ત્યા પાણીના ટાકામાં તેમની માસુમ બાળકીને જોતા દુ:ખનો પહાડ શ્રમિક પરિવારમાં વ્યાપ્યો હતો. સમગ્ર ઘટનાને પગલે બાળકીને હોસ્પિટલ લઈ જવાતા ફરજ પરના ડોક્ટર મૃત જાહેર કરતા પરિવારમાં શોક છવાયો હતો. જેતપુર સીટી પોલીસ હોસ્પિટલ પહોંચી તપાસ હાથ ધરી છે.

Rajkot: વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો..! જેતપુરમાં બાળકીનું ટાંકામાં પડી જતા મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • જેતપુરમાં બાળકીનું ટાંકામાં પડી જતા મોત
  • શ્રમિક પરિવારની 12 માસની બાળકીનું મોત
  • કોમ્પલેક્ષના ગ્રાઉન્ડ ફ્લોર પર રહેતું હતું પરિવાર

રાજકોટના જેતપુર ધોરાજી રોડ પર આવેલા કોમ્પ્લેક્સના ગ્રાઉન્ડ ફ્લોરમાં બાળકીનું ટાંકામાં પડી જતા મોત થયાના સમાચાર સામે આવ્યા છે. શ્રમિક પરિવારની 12 મહિનાની બાળકી રમતા રમતા પાણીના ટાકામાં પડી જતા મોત થતા સમગ્ર પંથકમાં ચકચ્ચાર મચી જવા પામ્યો છે.

મળતી માહિતી મુજબ, રાજકોટના જેતપુર ધોરાજી રોડ પર વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. ધોરાજી રોડ પર આવેલા કોમ્પ્લેક્સના ગ્રાઉન્ડ ફ્લોરમાં શ્રમિક પરિવારની 12 મહિનાની બાળકી રમતા રમતા પાણીના ટાંકામાં પડી જતા મોત થયું છે. સમગ્ર ઘટના જાણે અમ હતી કે, MM કોમ્પ્લેક્સમાં ગ્રાઉન્ડ ફ્લોર પાર્કિંગમાં શ્રમિક પરિવાર વરસાદને કારણે પાર્કિંગમાં આસરો લઈ રહેતા હતા. બપોરના સમયે માતા અને બાળકી હતા ત્યારે બાળકીની માતાને જોકું આવી જતા બાળકી બાજુમા રહેલા પાણીના ભો ટાંકામાં ખાબકી હતી.

આ ઘટનામાં ગાયત્રી અર્જુન ભારથી વારોળીયા નામની 12 મહિનાની બાળકીનું મોત નીપજ્યું છે. બાળકીની માં ઊંઘમાંથી જાગીને બાજુમા બાળકીને ન જોતા આજુબાજુમાં જોવા લાગી હતી. અચાનક તેની નજર પાસે રહેલા ટાંકામાં પડી તો ત્યા પાણીના ટાકામાં તેમની માસુમ બાળકીને જોતા દુ:ખનો પહાડ શ્રમિક પરિવારમાં વ્યાપ્યો હતો. સમગ્ર ઘટનાને પગલે બાળકીને હોસ્પિટલ લઈ જવાતા ફરજ પરના ડોક્ટર મૃત જાહેર કરતા પરિવારમાં શોક છવાયો હતો. જેતપુર સીટી પોલીસ હોસ્પિટલ પહોંચી તપાસ હાથ ધરી છે.