Ahmedabad: હડતાળના ચોથા દિવસે મહિલા ડૉક્ટરોને સ્વ સુરક્ષાની તાલીમ

બી.જે. મેડિકલમાં જુનિયર તબીબોના ધરણાં 3 દિવસ મહિલા ડોક્ટરોને જુડો-માર્શલ આર્ટ શીખવાડાશે જુનિયર ડૉક્ટરોની હડતાળનો આજે ચોથો દિવસ છે કોલકાતાની મેડિકલ કોલેજમાં થયેલ દુષ્કર્મ અને હત્યાના બનાવ અંગે સમગ્ર દેશમાં વિરોધ ચાલી રહ્યો છે. ગુજરાતમાં પણ સરકારી મેડિકલ કોલેજમાં જુનિયર ડૉકટરો દ્વારા હડતાળ રાખવામાં આવેલ છે. જુનિયર ડૉકટરોની હડતાળનો આજે ચોથો દિવસ છે. સતત ચોથા દિવસે જુનિયર ડૉક્ટરો બીજે મેડિકલમાં ધરણાં પર બેઠા છે અને ઇમરજન્સી સિવાયની OPD અને વોર્ડ સર્વિસ બંધ રાખવામાં આવેલ છે. આજે (19 ઓગસ્ટ) મહિલા ડૉકટરોને સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. 500થી વધારે જુનિયર ડૉક્ટર હડતાળ પર બીજે મેડિકલ સહિત સહિત રાજ્યભરમાં છેલ્લા ચાર દિવસથી જુનિયર ડૉક્ટરો ઓપીડી અને વોર્ડ સર્વિસ બંધ રાખીને ધરણાં પર બેઠા છે. હોસ્પિટલમાં માત્ર ઇમરજન્સી સેવા જ ચાલુ રાખવામાં આવી છે. કોલકાતામાં ડૉક્ટર પર થયેલા હુમલા મામલે જ્યાં સુધી સંતોષકારક જવાબ આપી કાર્યવાહી કરવામાં ના આવે ત્યાં સુધી જુનિયર ડૉક્ટરની હડતાળ ચાલુ રાખવા જણાવાયું છે. આજે પણ બીજે મેડિકલ કોલેજમાં 500થી વધુ જુનિયર ડૉક્ટર હડતાળ પર બેઠા છે. 3 દિવસ ડૉક્ટરોને સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ આપવામાં આવશે બીજે મેડિકલ કોલેજમાં ધરણાં પર બેઠેલા મહિલા ડૉકટરો માટે આજથી સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ શરૂ કરવામાં આવેલ છે. ભવિષ્યમાં કોઈ ડૉક્ટર સાથે કોઈ અણબનાવ ન બને તે માટે મહિલા ડૉક્ટર પોતાનું રક્ષણ જાતે કરી શકે તે માટે સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. ત્રણ દિવસ સુધી મહિલા ડૉક્ટરોને સ્વ-રક્ષણની તાલીમ આપવામાં આવશે. 300થી વધુ મહિલાઓને માર્શલ આર્ટ સહિતની ટ્રેનિંગ આપવામાં આવે છે. ડૉક્ટર ધવલે જણાવ્યું કે અમારી હડતાળ ચાલુ જ રહેશે જુનિયર ડૉક્ટર એસોસિએશનના પ્રેસિડેન્ટ ડૉ. ધવલ ગામેતીએ જણાવ્યું હતું કે, આજે અમારી હડતાળનો 4થો દિવસ છે. કોલકાતામાં બનેલી ઘટના બાદ અહીંયા પણ આ પ્રકારની ઘટના બને તો ડૉક્ટરો જાતે જ લડી શકે તે માટે સ્વ-રક્ષણની તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે. ટ્રેનિંગ બાદ પણ અમારી હડતાળ ચાલુ જ રહેશે. વિકટ પરિસ્થિતિમાં જાતે જ અમારું રક્ષણ કરવું પડે છે: મહિમા રામી મહિમા રામી નામની જુનિયર ડૉક્ટરે જણાવ્યું હતું કે અમે સેન્ટ્રલ ડૉક્ટર પ્રોટેક્શન એક્ટની માંગણી કરી છે. સરકાર તો અમારું રક્ષણ કરશે, પરંતુ અમારે કેટલીક પરિસ્થિતિમાં જાતે જ અમારું રક્ષણ કરવું પડશે. તે માટે આજે અમે સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ લઈ રહ્યા છીએ. જુડો, માર્શલ આર્ટ સહિતની સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ અમને આપવામાં આવી છે.

Ahmedabad: હડતાળના ચોથા દિવસે મહિલા ડૉક્ટરોને સ્વ સુરક્ષાની તાલીમ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • બી.જે. મેડિકલમાં જુનિયર તબીબોના ધરણાં
  • 3 દિવસ મહિલા ડોક્ટરોને જુડો-માર્શલ આર્ટ શીખવાડાશે
  • જુનિયર ડૉક્ટરોની હડતાળનો આજે ચોથો દિવસ છે

કોલકાતાની મેડિકલ કોલેજમાં થયેલ દુષ્કર્મ અને હત્યાના બનાવ અંગે સમગ્ર દેશમાં વિરોધ ચાલી રહ્યો છે. ગુજરાતમાં પણ સરકારી મેડિકલ કોલેજમાં જુનિયર ડૉકટરો દ્વારા હડતાળ રાખવામાં આવેલ છે. જુનિયર ડૉકટરોની હડતાળનો આજે ચોથો દિવસ છે. સતત ચોથા દિવસે જુનિયર ડૉક્ટરો બીજે મેડિકલમાં ધરણાં પર બેઠા છે અને ઇમરજન્સી સિવાયની OPD અને વોર્ડ સર્વિસ બંધ રાખવામાં આવેલ છે. આજે (19 ઓગસ્ટ) મહિલા ડૉકટરોને સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ આપવામાં આવી રહી છે.

500થી વધારે જુનિયર ડૉક્ટર હડતાળ પર

બીજે મેડિકલ સહિત સહિત રાજ્યભરમાં છેલ્લા ચાર દિવસથી જુનિયર ડૉક્ટરો ઓપીડી અને વોર્ડ સર્વિસ બંધ રાખીને ધરણાં પર બેઠા છે. હોસ્પિટલમાં માત્ર ઇમરજન્સી સેવા જ ચાલુ રાખવામાં આવી છે. કોલકાતામાં ડૉક્ટર પર થયેલા હુમલા મામલે જ્યાં સુધી સંતોષકારક જવાબ આપી કાર્યવાહી કરવામાં ના આવે ત્યાં સુધી જુનિયર ડૉક્ટરની હડતાળ ચાલુ રાખવા જણાવાયું છે. આજે પણ બીજે મેડિકલ કોલેજમાં 500થી વધુ જુનિયર ડૉક્ટર હડતાળ પર બેઠા છે.

3 દિવસ ડૉક્ટરોને સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ આપવામાં આવશે

બીજે મેડિકલ કોલેજમાં ધરણાં પર બેઠેલા મહિલા ડૉકટરો માટે આજથી સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ શરૂ કરવામાં આવેલ છે. ભવિષ્યમાં કોઈ ડૉક્ટર સાથે કોઈ અણબનાવ ન બને તે માટે મહિલા ડૉક્ટર પોતાનું રક્ષણ જાતે કરી શકે તે માટે સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. ત્રણ દિવસ સુધી મહિલા ડૉક્ટરોને સ્વ-રક્ષણની તાલીમ આપવામાં આવશે. 300થી વધુ મહિલાઓને માર્શલ આર્ટ સહિતની ટ્રેનિંગ આપવામાં આવે છે.

ડૉક્ટર ધવલે જણાવ્યું કે અમારી હડતાળ ચાલુ જ રહેશે

જુનિયર ડૉક્ટર એસોસિએશનના પ્રેસિડેન્ટ ડૉ. ધવલ ગામેતીએ જણાવ્યું હતું કે, આજે અમારી હડતાળનો 4થો દિવસ છે. કોલકાતામાં બનેલી ઘટના બાદ અહીંયા પણ આ પ્રકારની ઘટના બને તો ડૉક્ટરો જાતે જ લડી શકે તે માટે સ્વ-રક્ષણની તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે. ટ્રેનિંગ બાદ પણ અમારી હડતાળ ચાલુ જ રહેશે.

વિકટ પરિસ્થિતિમાં જાતે જ અમારું રક્ષણ કરવું પડે છે: મહિમા રામી

મહિમા રામી નામની જુનિયર ડૉક્ટરે જણાવ્યું હતું કે અમે સેન્ટ્રલ ડૉક્ટર પ્રોટેક્શન એક્ટની માંગણી કરી છે. સરકાર તો અમારું રક્ષણ કરશે, પરંતુ અમારે કેટલીક પરિસ્થિતિમાં જાતે જ અમારું રક્ષણ કરવું પડશે. તે માટે આજે અમે સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ લઈ રહ્યા છીએ. જુડો, માર્શલ આર્ટ સહિતની સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ અમને આપવામાં આવી છે.