Rajkot: રાજકોટના ધોરાજીમાં ગેરકાયદે દબાણો પર ફર્યું બુલડોઝર

રાજકોટના ધોરાજીમાં ગેરકાયદે દબાણો દૂર કરવા માટે તંત્ર દ્વારા  ગેલેક્સી ચોક, સ્ટેશન રોડ, બાવળા ચોક સહિતના વિસ્તારમાં બુલડોઝર ફેરવ્યું છે. રેલવે સ્ટેશન ચોક નજીક ફુટપાથ પરના દબાણો હટાવવા કામગારી તેજ કરાઇ છે. નપાએ પોલીસને સાથે રાખી દબાણો દૂર કર્યા છે.રાજકોટ જિલ્લાના ધોરાજી માં નગરપાલિકા દ્વારા ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ધોરાજીના ગેલેક્સી ચોક સ્ટેશન રોડ બાવળા ચોક અને રેલવેટેશન ચોક નજીકના ફુટપાડી પર જે દબાણ કરવામાં આવેલ હોય તેવા દબાણો આજરોજ દૂર કરવામાં આવ્યા છે. ધોરાજી નગરપાલિકા તંત્ર મામલતદાર તંત્ર પ્રાંત કચેરી અને પોલીસ તંત્ર સાથે રાખી આજ રોજ ધોરાજીમાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. અગાઉ રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીના નિર્દેશ મુજબ જિલ્લામાં ગેરકાયદે દબાણ હટાવવાની કામગીરી હાલ પૂરજોશમાં ચાલી રહી છે. જે અંતર્ગત આજે ધોરાજી નગરપાલિકા વિસ્તારમાં વહીવટી તંત્ર દ્વારા કુલ 1100 ચોરસ મીટર જમીન પરથી ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવી હતી. આગામી સમયમાં ધોરાજી નગરપાલિકા હદ વિસ્તારમાં અન્ય જાહેર રસ્તાઓ પરના દબાણો દુર કરવાની કાર્યવાહી કરવામાં આવશે.આ દબાણ દૂર કરેલ જગ્યા ઉપર આગામી સમયમાં ફાયર સ્ટેશન બનાવવામાં આવશે.

Rajkot: રાજકોટના ધોરાજીમાં ગેરકાયદે દબાણો પર ફર્યું બુલડોઝર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજકોટના ધોરાજીમાં ગેરકાયદે દબાણો દૂર કરવા માટે તંત્ર દ્વારા  ગેલેક્સી ચોક, સ્ટેશન રોડ, બાવળા ચોક સહિતના વિસ્તારમાં બુલડોઝર ફેરવ્યું છે. રેલવે સ્ટેશન ચોક નજીક ફુટપાથ પરના દબાણો હટાવવા કામગારી તેજ કરાઇ છે. નપાએ પોલીસને સાથે રાખી દબાણો દૂર કર્યા છે.

રાજકોટ જિલ્લાના ધોરાજી માં નગરપાલિકા દ્વારા ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ધોરાજીના ગેલેક્સી ચોક સ્ટેશન રોડ બાવળા ચોક અને રેલવેટેશન ચોક નજીકના ફુટપાડી પર જે દબાણ કરવામાં આવેલ હોય તેવા દબાણો આજરોજ દૂર કરવામાં આવ્યા છે. ધોરાજી નગરપાલિકા તંત્ર મામલતદાર તંત્ર પ્રાંત કચેરી અને પોલીસ તંત્ર સાથે રાખી આજ રોજ ધોરાજીમાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા.

 અગાઉ રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીના નિર્દેશ મુજબ જિલ્લામાં ગેરકાયદે દબાણ હટાવવાની કામગીરી હાલ પૂરજોશમાં ચાલી રહી છે. જે અંતર્ગત આજે ધોરાજી નગરપાલિકા વિસ્તારમાં વહીવટી તંત્ર દ્વારા કુલ 1100 ચોરસ મીટર જમીન પરથી ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવી હતી. આગામી સમયમાં ધોરાજી નગરપાલિકા હદ વિસ્તારમાં અન્ય જાહેર રસ્તાઓ પરના દબાણો દુર કરવાની કાર્યવાહી કરવામાં આવશે.આ દબાણ દૂર કરેલ જગ્યા ઉપર આગામી સમયમાં ફાયર સ્ટેશન બનાવવામાં આવશે.