Rajkot :મગફળીની આવકમાં ઘટાડો થતાં સિંગતેલમાં ડબ્બે રૂ. 70નો વધારો

ભારે વરસાદ પડતા આવક ઘટી, ગૃહિણીઓનું બજેટ ખોરવાયુંખાદ્યતેલમાં ભાવ વધારા પર કંટ્રોલ કરવા સરકારને અપીલ હાલ સિંગતેલમાં 15 કિલોગ્રામના ડબ્બાની કિંમત રૂ.2550થી 2650 છે છેલ્લા એક સપ્તાહકમાં સિંગતેલના ડબ્બે રૂ.70નો વધારો ઝીકાતા ગુહિણીઓને ઘર ચલાવવાનું બજેટ ખોરવાઇ ગયાની રાવ ઉઠી છે. તો બીજી તરફ ભારે વરસાદના કારણે મગફળીની આવકમાં ઘટાડો થતા ખાદ્યતેલમાં ભાવ વધ્યો હોવાનું વેપારી માની રહ્યા છે. હાલ સિંગતેલમાં 15 કિલોગ્રામના ડબ્બાની કિંમત રૂ.2550થી 2650 છે. આ અંગે વેપારીએ જણાવ્યુ હતું કે, 'ઉનાળામાં ખાદ્યતેલનો વપરાશ ઓછો થતા તેના ભાવમાં ઘટાડો નોંધાયો હતો. પરંતુ તેની સામે ઉત્તરપ્રદેશ અને ડીસામાં મગફળીની આવક પણ ઘટતા તેમજ વરસાદમાં પણ આવક બંધ થઈ જતા તેલના ડબ્બે આટલો ભાવ વધારો ઝીંકાયો છે.' ત્યારે ઘર ગ્રહસ્તી ચલાવતી ગૃહિણીઓએ ભાવ વધારા અંગે પ્રતિક્રિયા આપતા કહ્યુ હતું કે,'કોઈ પણ વર્ગ હોય તેમનું ઘર એક નક્કી કરેલા બજેટ પર ચાલતું હોય છે. સિંગતેલમાં ભાવ વધારાથી આ બજેટ ખોરવાઇ વાય છે. અમે જે સરકારને મત આપી જીતાડયા છે તેઓએ આ બાબતે ધ્યાન આપવું જોઈએ અને ખાદ્યતેલના ભાવ વધારા પર અંકુશ રાખવો જોઈએ.' તેમજ ઘરના વડીલે કહ્યુ હતું કે,'દર વખતે પહેલા થોડો ભાવ ઘટાડવામાં આવે છે અને ત્યાર બાદ તુરંત ભાવ વધારવામાં આવે છે. સરકારની જાણે આ એક ટ્રીક હોય તેવું લાગી રહ્યુ છે. કારણ કે તેલથી માંડી પેટ્રોલ સુધી તમામ વસ્તુઓમાં આ જ સ્થિતી જોવા મળે છે.

Rajkot :મગફળીની આવકમાં ઘટાડો થતાં સિંગતેલમાં ડબ્બે રૂ. 70નો વધારો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ભારે વરસાદ પડતા આવક ઘટી, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
  • ખાદ્યતેલમાં ભાવ વધારા પર કંટ્રોલ કરવા સરકારને અપીલ
  • હાલ સિંગતેલમાં 15 કિલોગ્રામના ડબ્બાની કિંમત રૂ.2550થી 2650 છે

છેલ્લા એક સપ્તાહકમાં સિંગતેલના ડબ્બે રૂ.70નો વધારો ઝીકાતા ગુહિણીઓને ઘર ચલાવવાનું બજેટ ખોરવાઇ ગયાની રાવ ઉઠી છે. તો બીજી તરફ ભારે વરસાદના કારણે મગફળીની આવકમાં ઘટાડો થતા ખાદ્યતેલમાં ભાવ વધ્યો હોવાનું વેપારી માની રહ્યા છે. હાલ સિંગતેલમાં 15 કિલોગ્રામના ડબ્બાની કિંમત રૂ.2550થી 2650 છે.

આ અંગે વેપારીએ જણાવ્યુ હતું કે, 'ઉનાળામાં ખાદ્યતેલનો વપરાશ ઓછો થતા તેના ભાવમાં ઘટાડો નોંધાયો હતો. પરંતુ તેની સામે ઉત્તરપ્રદેશ અને ડીસામાં મગફળીની આવક પણ ઘટતા તેમજ વરસાદમાં પણ આવક બંધ થઈ જતા તેલના ડબ્બે આટલો ભાવ વધારો ઝીંકાયો છે.' ત્યારે ઘર ગ્રહસ્તી ચલાવતી ગૃહિણીઓએ ભાવ વધારા અંગે પ્રતિક્રિયા આપતા કહ્યુ હતું કે,'કોઈ પણ વર્ગ હોય તેમનું ઘર એક નક્કી કરેલા બજેટ પર ચાલતું હોય છે. સિંગતેલમાં ભાવ વધારાથી આ બજેટ ખોરવાઇ વાય છે. અમે જે સરકારને મત આપી જીતાડયા છે તેઓએ આ બાબતે ધ્યાન આપવું જોઈએ અને ખાદ્યતેલના ભાવ વધારા પર અંકુશ રાખવો જોઈએ.' તેમજ ઘરના વડીલે કહ્યુ હતું કે,'દર વખતે પહેલા થોડો ભાવ ઘટાડવામાં આવે છે અને ત્યાર બાદ તુરંત ભાવ વધારવામાં આવે છે. સરકારની જાણે આ એક ટ્રીક હોય તેવું લાગી રહ્યુ છે. કારણ કે તેલથી માંડી પેટ્રોલ સુધી તમામ વસ્તુઓમાં આ જ સ્થિતી જોવા મળે છે.