Ahmedabad :નિકોલમાં CAએ પોતાના કર્ચમારીઓના બેંકમાં ખાતા ખોલાવી કરોડો રૂપિયાના વ્યવહારો કર્યા

કર્મીએ પૂછયું તો ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકીઓ આપીપૂર્વ કર્મીએ CA નિલેશ ગજેરા વિરુદ્ધ મની લોન્ડરિંગની ફરિયાદ કરી તપાસમાં 8 કરોડનું ટ્રાન્ઝેક્શન પૂર્વ કર્મીની જાણ બહાર થયાનું સામે આવ્યું નિકોલમાં સીએ નિલેશ ગજેરાએ તેના કર્મીઓના બેંક એકાઉન્ટ ખોલાવીને કોરી ચેકબુકો પર સહીઓ કરાવીને પોતાની પાસે રાખીને લાખો રૂપિયાના બેનામી વ્યવહારો કર્યા છે. આ અંગે તેના પૂર્વ કર્મીએ ક્રાઇમ બ્રાન્ચમાં સીએ નિલેશ ગજેરા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા 8 કરોડનું ટ્રાન્ઝેક્શન પૂર્વ કર્મીની જાણ બહાર થયાનું સામે આવ્યું છે. આથી ક્રાઇમ બ્રાન્ચે આરોપી સીએ નિલેશ ગજેરાની ધરપકડ કરવા ચક્રોગતિમાન કર્યા છે. નવા નરોડામાં રહેતો પિયુષ પરસોત્તમભાઇ પડસાળા શ્રી એસોસીએય નામની પેઢીમાં નોકરી કરે છે. તે 1 સપ્ટેમ્બર 2015માં નિકોલ ખાતે CA નિલેશ મગનભાઇ ગજેરાને ત્યાં નોકરી કરતો હતો. આ નિલેશે કર્મી પિયુષના નામે બેંક એકાઉન્ટ ખોલાવીને તેની કોરી ચેકબુક પર સહીઓ કરાવીને પોતાની પાસે રાખી હતી. બાદમાં નિલેશ મનીલોન્ડરીંગના લાખો રૂપિયા મેળવીને અલગ અલગ જગ્યાએ ટ્રાન્સફર કરતો હતો. જેની જાણ પિયુષને થતાં તેણે મનીલોન્ડરીંગ અંગે નિલેશને પૂછયુ હતુ. જેથી નિલેશે ઉશ્કેરાઇ જઇને બીભત્સ શબ્દો બોલીને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકીઓ આપી હતી. આથી પિયુષે નોકરી છોડવાનું કહેતા નિલેશે ફરીથી ધમકીઓ આપીને નોકરી ચાલુ રાખવા દબાણ કર્યુ હતુ. બાદમાં પિયુષને જાણ થઇ કે, નિલેશે તેના સિવાય અન્ય કર્મીઓના પણ આ રીતે બેંક એકાઉન્ટ ખોલાવીને મનીલોન્ડરિંગ કરી રહ્યા છે. આ સીએ નિલેશ ગજેરાએ પોતાના ફાયદા માટે અનેક લોકોના એકાઉન્ટનો ઉપયોગ કરીને કરોડો રૂપિયાનું ટ્રાન્જેક્શન કરીને ગુનાહિત કૃત્ય આચરેલ છે. જેની અરજી પિયુષે નિકોલ પોલીસ સ્ટેશનમાં કરી હતી પરંતુ કોઇ નિકોલ ન આવતા અંતે પિયુષે ક્રાઇમ બ્રાન્ચમાં સીએ નિલેશ ગજેરા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે.

Ahmedabad :નિકોલમાં CAએ પોતાના કર્ચમારીઓના બેંકમાં ખાતા ખોલાવી કરોડો રૂપિયાના વ્યવહારો કર્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • કર્મીએ પૂછયું તો ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકીઓ આપી
  • પૂર્વ કર્મીએ CA નિલેશ ગજેરા વિરુદ્ધ મની લોન્ડરિંગની ફરિયાદ કરી
  • તપાસમાં 8 કરોડનું ટ્રાન્ઝેક્શન પૂર્વ કર્મીની જાણ બહાર થયાનું સામે આવ્યું

નિકોલમાં સીએ નિલેશ ગજેરાએ તેના કર્મીઓના બેંક એકાઉન્ટ ખોલાવીને કોરી ચેકબુકો પર સહીઓ કરાવીને પોતાની પાસે રાખીને લાખો રૂપિયાના બેનામી વ્યવહારો કર્યા છે. આ અંગે તેના પૂર્વ કર્મીએ ક્રાઇમ બ્રાન્ચમાં સીએ નિલેશ ગજેરા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા 8 કરોડનું ટ્રાન્ઝેક્શન પૂર્વ કર્મીની જાણ બહાર થયાનું સામે આવ્યું છે.

આથી ક્રાઇમ બ્રાન્ચે આરોપી સીએ નિલેશ ગજેરાની ધરપકડ કરવા ચક્રોગતિમાન કર્યા છે. નવા નરોડામાં રહેતો પિયુષ પરસોત્તમભાઇ પડસાળા શ્રી એસોસીએય નામની પેઢીમાં નોકરી કરે છે. તે 1 સપ્ટેમ્બર 2015માં નિકોલ ખાતે CA નિલેશ મગનભાઇ ગજેરાને ત્યાં નોકરી કરતો હતો. આ નિલેશે કર્મી પિયુષના નામે બેંક એકાઉન્ટ ખોલાવીને તેની કોરી ચેકબુક પર સહીઓ કરાવીને પોતાની પાસે રાખી હતી. બાદમાં નિલેશ મનીલોન્ડરીંગના લાખો રૂપિયા મેળવીને અલગ અલગ જગ્યાએ ટ્રાન્સફર કરતો હતો. જેની જાણ પિયુષને થતાં તેણે મનીલોન્ડરીંગ અંગે નિલેશને પૂછયુ હતુ. જેથી નિલેશે ઉશ્કેરાઇ જઇને બીભત્સ શબ્દો બોલીને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકીઓ આપી હતી.

આથી પિયુષે નોકરી છોડવાનું કહેતા નિલેશે ફરીથી ધમકીઓ આપીને નોકરી ચાલુ રાખવા દબાણ કર્યુ હતુ. બાદમાં પિયુષને જાણ થઇ કે, નિલેશે તેના સિવાય અન્ય કર્મીઓના પણ આ રીતે બેંક એકાઉન્ટ ખોલાવીને મનીલોન્ડરિંગ કરી રહ્યા છે. આ સીએ નિલેશ ગજેરાએ પોતાના ફાયદા માટે અનેક લોકોના એકાઉન્ટનો ઉપયોગ કરીને કરોડો રૂપિયાનું ટ્રાન્જેક્શન કરીને ગુનાહિત કૃત્ય આચરેલ છે. જેની અરજી પિયુષે નિકોલ પોલીસ સ્ટેશનમાં કરી હતી પરંતુ કોઇ નિકોલ ન આવતા અંતે પિયુષે ક્રાઇમ બ્રાન્ચમાં સીએ નિલેશ ગજેરા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે.