Rajkot: ભારે વરસાદના કારણે ખેડૂતો થયા પાયમાલ, જમીનો અને પાકને વ્યાપક નુકસાન

ઉપલેટામાં ભારે વરસાદના કારણે ખેડૂતોની જમીનો અને પાકને નુકસાનલાઠ, ભીમોરા, તલગણા, કુંઢેચ, સમઢીયાળા સહિતના ગામમાં સરવેની કામગીરી કરાઈ સરકારની ગાઈડલાઈન મુજબ લોકોને મળશે સહાય રાજકોટ જિલ્લામાં વરસેલા વરસાદે લોકોને વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચાડ્યુ છે. જિલ્લાના ઉપલેટા સહિતના વિસ્તારોમાં ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. ઉપલેટા તાલુકાના અનેક ગામડાઓમાં ખેડૂતોના પાક ઉપરાંત જમીનો પણ વરસાદી પાણીમાં ધોવાઈ ગઈ છે, ત્યારે આ તમામ વિસ્તારની જિલ્લા કલેકટરે મુલાકાત પણ લીધી છે. અનેક ગામડાઓમાં સર્વેની કામગીરી શરૂ ત્યારે ખેતીવાડી વિભાગના આર.એન.બી વિભાગ દ્વારા સર્વે પણ કરવામાં આવ્યો છે. ઉપલેટા તાલુકાના લાઠ, ભીમોરા, તલગણા, કુંઢેચ, સમઢીયાળા સહિતના ગામડાઓમાં સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. ભારે વરસાદના કારણે જમીનો અને પાકને મોટુ નુકસાન થયુ છે અને ખેડૂતોને પાયમાલ થવાનો વારો આવ્યો છે. નદી કાંઠાના વિસ્તારોમાં જમીનોનું મોટા પ્રમાણમાં ધોવાણ થયું છે. આ સાથે જ જે લોકોના ઘરમાં નુકશાન થયું છે તેનો પણ એક સર્વે કરવામાં આવ્યો છે અને સર્વે બાદ સરકારની ગાઈડલાઈન મુજબ લોકોને સહાય મળશે. ભારે વરસાદથી સૌરાષ્ટ્ર-કચ્છમાં PGVCLને મોટુ નુકસાન સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદથી PGVCLને મોટુ નુકસાન થયુ છે. PGVCLના 237 ફીડર બંધ થયા છે તથા 77 ટ્રાન્સફોર્મર ડેમેજ થયા છે. 987 જેટલા વીજપોલને નુકસાન પહોંચ્યું છે તથા દ્વારકા, જુનાગઢમાં વીજ પુરવઠાને અસર પહોંચી છે. તેમાં જામનગરના 1, ભુજના 3 ગામમાં વીજ પુરવઠો ખોરવાયો છે. તથા રાજકોટ ગ્રામ્યના 30 વીજ પોલને નુકસાન થયુ છે. 24 કલાકમાં રાજ્યના 236 તાલુકાઓમાં વરસાદ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 236 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. તેમજ 35 તાલુકાઓમાં 4 ઈંચ કરતા વધુ વરસાદ ખાબક્યો છે. સૌથી વધુ બોરસદમાં 14 ઈંચ વરસાદ ખાબક્યો છે. વડોદરામાં 9 ઈંચ, તિલકવાડામાં 9 ઈંચ તેમજ પાદરામાં 8.5 ઈંચ, ભરૂચમાં 7.5 ઈંચ અને ખેરગામમાં 6.5 ઈંચ, નસવાડીમાં 6 ઈંચ વરસાદ આવ્યો છે. રાજ્યના આ વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા રાજ્યમાં દ્વારકા, અમરેલી, ભાવનગર અને સુરત, નવસારી, ભરૂચ, વલસાડ, છોટા ઉદેપુર, આણંદમાં વરસાદને લઈને રેડ એલર્ટ અપાયું છે. તેમજ જામનગર, ગીર સોમનાથ, પોરબંદર, રાજકોટ, બોટાદ, મોરબી, સુરેન્દ્રનગર તથા અમદાવાદ, ખેડા, વડોદરા, પંચમહાલ, દાહોદ, તાપી, ડાંગમાં ઓરેન્જ એલર્ટ અને કચ્છ, બનાસકાંઠા, પાટણ, ગાંધીનગર, મહેસાણા, મહીસાગરમાં યલો એલર્ટ અપાયુ છે. તેમજ સાબરકાંઠા, અરવલ્લીમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસશે. તેથી માછીમારોને પણ દરિયો ન ખેડવા માટે અપીલ કરવામાં આવી છે.

Rajkot: ભારે વરસાદના કારણે ખેડૂતો થયા પાયમાલ, જમીનો અને પાકને વ્યાપક નુકસાન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ઉપલેટામાં ભારે વરસાદના કારણે ખેડૂતોની જમીનો અને પાકને નુકસાન
  • લાઠ, ભીમોરા, તલગણા, કુંઢેચ, સમઢીયાળા સહિતના ગામમાં સરવેની કામગીરી કરાઈ
  • સરકારની ગાઈડલાઈન મુજબ લોકોને મળશે સહાય

રાજકોટ જિલ્લામાં વરસેલા વરસાદે લોકોને વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચાડ્યુ છે. જિલ્લાના ઉપલેટા સહિતના વિસ્તારોમાં ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. ઉપલેટા તાલુકાના અનેક ગામડાઓમાં ખેડૂતોના પાક ઉપરાંત જમીનો પણ વરસાદી પાણીમાં ધોવાઈ ગઈ છે, ત્યારે આ તમામ વિસ્તારની જિલ્લા કલેકટરે મુલાકાત પણ લીધી છે.

અનેક ગામડાઓમાં સર્વેની કામગીરી શરૂ

ત્યારે ખેતીવાડી વિભાગના આર.એન.બી વિભાગ દ્વારા સર્વે પણ કરવામાં આવ્યો છે. ઉપલેટા તાલુકાના લાઠ, ભીમોરા, તલગણા, કુંઢેચ, સમઢીયાળા સહિતના ગામડાઓમાં સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. ભારે વરસાદના કારણે જમીનો અને પાકને મોટુ નુકસાન થયુ છે અને ખેડૂતોને પાયમાલ થવાનો વારો આવ્યો છે. નદી કાંઠાના વિસ્તારોમાં જમીનોનું મોટા પ્રમાણમાં ધોવાણ થયું છે. આ સાથે જ જે લોકોના ઘરમાં નુકશાન થયું છે તેનો પણ એક સર્વે કરવામાં આવ્યો છે અને સર્વે બાદ સરકારની ગાઈડલાઈન મુજબ લોકોને સહાય મળશે.

ભારે વરસાદથી સૌરાષ્ટ્ર-કચ્છમાં PGVCLને મોટુ નુકસાન

સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદથી PGVCLને મોટુ નુકસાન થયુ છે. PGVCLના 237 ફીડર બંધ થયા છે તથા 77 ટ્રાન્સફોર્મર ડેમેજ થયા છે. 987 જેટલા વીજપોલને નુકસાન પહોંચ્યું છે તથા દ્વારકા, જુનાગઢમાં વીજ પુરવઠાને અસર પહોંચી છે. તેમાં જામનગરના 1, ભુજના 3 ગામમાં વીજ પુરવઠો ખોરવાયો છે. તથા રાજકોટ ગ્રામ્યના 30 વીજ પોલને નુકસાન થયુ છે.

24 કલાકમાં રાજ્યના 236 તાલુકાઓમાં વરસાદ

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 236 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. તેમજ 35 તાલુકાઓમાં 4 ઈંચ કરતા વધુ વરસાદ ખાબક્યો છે. સૌથી વધુ બોરસદમાં 14 ઈંચ વરસાદ ખાબક્યો છે. વડોદરામાં 9 ઈંચ, તિલકવાડામાં 9 ઈંચ તેમજ પાદરામાં 8.5 ઈંચ, ભરૂચમાં 7.5 ઈંચ અને ખેરગામમાં 6.5 ઈંચ, નસવાડીમાં 6 ઈંચ વરસાદ આવ્યો છે.

રાજ્યના આ વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા

રાજ્યમાં દ્વારકા, અમરેલી, ભાવનગર અને સુરત, નવસારી, ભરૂચ, વલસાડ, છોટા ઉદેપુર, આણંદમાં વરસાદને લઈને રેડ એલર્ટ અપાયું છે. તેમજ જામનગર, ગીર સોમનાથ, પોરબંદર, રાજકોટ, બોટાદ, મોરબી, સુરેન્દ્રનગર તથા અમદાવાદ, ખેડા, વડોદરા, પંચમહાલ, દાહોદ, તાપી, ડાંગમાં ઓરેન્જ એલર્ટ અને કચ્છ, બનાસકાંઠા, પાટણ, ગાંધીનગર, મહેસાણા, મહીસાગરમાં યલો એલર્ટ અપાયુ છે. તેમજ સાબરકાંઠા, અરવલ્લીમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસશે. તેથી માછીમારોને પણ દરિયો ન ખેડવા માટે અપીલ કરવામાં આવી છે.