Porbandar Rain: હજારો ઘરો પાણીમાં ગરકાવ, બંદર પર લગાવાયું 4 નંબરનું સિગ્નલ

પોરબંદર બંદર પર ચાર નંબરનું સિગ્નલ લગાવાયું દરિયામાં ડીપ ડિપ્રેશનને લઈ લગાવાયું સિગ્નલ તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા સૂચનાઓ પણ આપીપોરબંદરમાં ભારે વરસાદને પગલે અંદાજિત 5 હજાર ઘરોમાં પાણી ભરાયાં છે. તેમજ 150 થી 200 લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. મોટા પાયે પશુપાલનને પણ નુકસાન થયું છે. 150 થી 200 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. વરસાદી સ્થિતિ અને વાવાઝોડાને લઇ પોરબંદરના દરિયાઇ વિસ્તારમાં 4 નંબરનું સિગ્નલ લગાવાયું છે. પોરબંદરના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો હતો ડીપ ડિપ્રેશનને લઈ સિગ્નલ લગાવામાં આવ્યું છે. તંત્ર દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા સૂચનાઓ પણ આપી છે. દરિયાઇ વિસ્તારના આસપાસના ગામડાઓને એલર્ટ પણ કરવામાં આવ્યા છે.અંદાજિત 5 હજાર ઘરોમાં પાણી ભરાયાં  પોરબંદરમાં ભારે વરસાદને પગલે અંદાજિત 5 હજાર ઘરોમાં પાણી ભરાયાં છે. તેમજ 150 થી 200 લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. મોટા પાયે પશુપાલનને પણ નુકસાન થયું છે. 150 થી 200 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. સામાજિક આગેવાનો સહિત તંત્ર પણ લોકોને સ્થળાંતર કરવા કામે લાગ્યું છે. પોરબંદરના ખળપીઠ વિસ્તારમાં લોકોના ઘર ડૂબી ગયા છે. પશુઓને રોડ પર રાખવાની નોબત આવી છે.રસ્તાઓ પણ બંધ કરવાની સ્થિતિનું સર્જન થયું પોરબંદરમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદે માઝા મૂકી છે ત્યારે અત્યાર સુધીમાં 48 કલાકમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે. પોરબંદર જિલ્લાના ગ્રામ્ય તથા શહેરી વિસ્તારમાં અનેક સ્થળોએ પાણી ભરાયા છે, રસ્તાઓ પણ બંધ કરવાની સ્થિતિનું સર્જન થયું છે. પોરબંદરમાંથી અનેક લોકોનું સ્થળાંતર પણ તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે. આગામી 48 કલાકમાં ભારે પવન સાથે વરસાદ વરસે તેવી સંભાવના પણ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે અને લોકોને સતર્ક રહેવા માટે સૂચના આપવામાં આવી છે.

Porbandar Rain: હજારો ઘરો પાણીમાં ગરકાવ, બંદર પર લગાવાયું 4 નંબરનું સિગ્નલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • પોરબંદર બંદર પર ચાર નંબરનું સિગ્નલ લગાવાયું
  • દરિયામાં ડીપ ડિપ્રેશનને લઈ લગાવાયું સિગ્નલ
  • તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા સૂચનાઓ પણ આપી

પોરબંદરમાં ભારે વરસાદને પગલે અંદાજિત 5 હજાર ઘરોમાં પાણી ભરાયાં છે. તેમજ 150 થી 200 લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. મોટા પાયે પશુપાલનને પણ નુકસાન થયું છે. 150 થી 200 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. વરસાદી સ્થિતિ અને વાવાઝોડાને લઇ પોરબંદરના દરિયાઇ વિસ્તારમાં 4 નંબરનું સિગ્નલ લગાવાયું છે. પોરબંદરના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો હતો ડીપ ડિપ્રેશનને લઈ સિગ્નલ લગાવામાં આવ્યું છે. તંત્ર દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા સૂચનાઓ પણ આપી છે. દરિયાઇ વિસ્તારના આસપાસના ગામડાઓને એલર્ટ પણ કરવામાં આવ્યા છે.

અંદાજિત 5 હજાર ઘરોમાં પાણી ભરાયાં 

પોરબંદરમાં ભારે વરસાદને પગલે અંદાજિત 5 હજાર ઘરોમાં પાણી ભરાયાં છે. તેમજ 150 થી 200 લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. મોટા પાયે પશુપાલનને પણ નુકસાન થયું છે. 150 થી 200 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. સામાજિક આગેવાનો સહિત તંત્ર પણ લોકોને સ્થળાંતર કરવા કામે લાગ્યું છે. પોરબંદરના ખળપીઠ વિસ્તારમાં લોકોના ઘર ડૂબી ગયા છે. પશુઓને રોડ પર રાખવાની નોબત આવી છે.

રસ્તાઓ પણ બંધ કરવાની સ્થિતિનું સર્જન થયું

પોરબંદરમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદે માઝા મૂકી છે ત્યારે અત્યાર સુધીમાં 48 કલાકમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે. પોરબંદર જિલ્લાના ગ્રામ્ય તથા શહેરી વિસ્તારમાં અનેક સ્થળોએ પાણી ભરાયા છે, રસ્તાઓ પણ બંધ કરવાની સ્થિતિનું સર્જન થયું છે. પોરબંદરમાંથી અનેક લોકોનું સ્થળાંતર પણ તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે. આગામી 48 કલાકમાં ભારે પવન સાથે વરસાદ વરસે તેવી સંભાવના પણ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે અને લોકોને સતર્ક રહેવા માટે સૂચના આપવામાં આવી છે.