Junagadh: આયુષ હોસ્પિટલની બેદરકારી!, ઈન્જેક્શનની આડ અસર થતાં મહિલા કોમામાં
ખ્યાતિ હોસ્પિટલ બાદ જૂનાગઢની આયુષ હોસ્પિટલ પણ વિવાદમાં આવી છે. વેરાવળની મહિલાને હાર્ટની બિમારી હતી અને તેમના મગજનું ઓપરેશન કરતા જ તેઓ કોમામાં સરી પડતા પરિવારજનો દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો. વેરાવળ નગરપાલિકાના ભાજપના નગરસેવક જીતેન્દ્ર સોલંકીના માતા ધાનીબેન સોલંકીને 12 તારીખના રોજ હ્યદયમાં દુખાવો થતો હતો. જેને લઇને તેમને વેરાવળની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવતા તેમને જૂનાગઢ રીફર કરવામાં આવ્યા હતા. જૂનાગઢમાં તેઓ હસતા બોલતા પરિવાર સાથે આવ્યા હતા અને સારવાર માટે જ્યારે તેમને ડૉક્ટર પાસે લઈ જવામાં આવ્યા ત્યારે ડોક્ટરે તેમને લોહી પાતળું કરવું પડશે તેવું જણાવી અને ઇન્જેક્શન આપ્યું હતું. જેથી ઇન્જેક્શનને કારણે દાખલ કર્યા બાદ લોહીની ઉલટી થઈ હતી અને આ જ ઇન્જેક્શનની આડ અસર થતા તેમના મગજની નસ ફાટી ગઈ હતી. અને તેઓ કોમામાં સરી પડ્યા હતા. અને પરિવારજનો દ્વારા હોસ્પિટલના ડોક્ટરોને પૂછપરછ કરતા તેઓ કોઈપણ જવાબ કે ખુલાસાઓ ન આપતા પરિવારજનો દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો. પરિવારજનો દ્વારા હોબાળો કરતા મેનેજમેન્ટ હરકતમાં આવ્યું પરિવારજનો દ્વારા હોબાળો મચાવવામાં આવતા મેનેજમેન્ટ હરકતમાં આવ્યુ અને આ સમગ્ર મામલાનો ખુલાસો કરવામાં આવતા જણાવ્યું કે, દર્દી બેન સોલંકીને જ્યારથી અહીં લઈ આવવામાં આવ્યા હતા ત્યારથી પરિવારજનોને તેમના ટ્રીટમેન્ટની તમામ જાણકારી આપવામાં આવી હતી અને પરિવારજનો દ્વારા પણ ડોક્ટર સાથે ગેરવર્તન કરતા પોલીસ બોલાવવામાં આવી હતી. હાલ ધાનીબેન બ્રેઈન ડેડ હાલતમાં છે. અમે હજુ પણ માનવતાના ધોરણે તેમની સારવાર ચાલુ જ રાખીશું દર્દી અમારા માટે પ્રાથમિક તબક્કામાં આવે છે અને આ તમામ આક્ષેપો પાયાવિહોણા છે. હાલ તો હોસ્પિટલ મેનેજમેન્ટ દ્વારા દર્દીને બ્રેઈન ડેડ જાહેર કરવામાં આવ્યા છે. અને સારવાર અંગે પણ પરિવારજનોને જાણ કરવામાં આવી હોવાનો ખુલાસો કર્યો હતો. ઓપરેશન પહેલાં બે સગાની સહી કરાવી હતી: મેડિકલ ડાયરેક્ટર આયુષ હોસ્પિટલના મેડિકલ ડાયરેક્ટર ડૉ. ચિરાગ માકડિયાએ જણાવ્યું કે, અમારી હોસ્પિટલમાં 12 તારીખે ધનુબેન સોલંકી નામના એક દર્દી છાતીમાં દુખાવા સાથે અન્ય હોસ્પિટલમાંથી અહીં આવ્યા હતા. તેઓને હાર્ડ એટેકની અસર હતી. જેથી ઇસીજી નીકાળીને તેમની સારવાર કરી. ત્યારબાદ પરિવાર સાથે વાતચીત કરી દર્દીને સ્ટ્રેપસોકાનાઈટ ઈન્જેક્શન આપ્યું હતું. આ સ્ટ્રેપ્ટોકાઈનેઝ ઈન્જેક્શનની ક્યારેક આડ અસર પણ થાય છે. ઈન્જેક્શન આપ્યા બાદ દર્દીને હેમરેજ થયું હતું. ત્યારબાદ અમે તેમના સગાને કહ્યું હતું કે, એક મગજનું ઓપરેશન કરવું પડશે. આ ઓપરેશન પહેલાં બે સગાની સહી પણ કરાવી હતી. 'ભૂલના કારણે નહીં પણ માનવતાના કારણે પૈસામાં હેલ્પ કરી' ઓપરેશન બાદ હાલ દર્દીની તબિયત બગડી છે અને તેમજ બ્રેઈન એક્ટિવ નથી. તેની જાણ પણ સગાને કરવામાં આવી હતી. દરેક વખતે 100 ટકા રિઝલ્ટ મળે એ જરૂરી નથી હોતું. અને દર્દીના સગાને કોઈ ભૂલના કારણે નહીં પણ માનવતાના કારણે હેલ્પ કરી હતી. ઓપરેશન ફ્રીમાં નથી કહ્યું પણ હાલ પૈસા નથી લીધા. બીજું કે, દર્દીને અફોર્ડેબિલિટીનો ઈશ્યુ હોવાથી એન્જિયોગ્રાફીની જગ્યાએ ઈન્જેશનનો ઉપયોગ કર્યો હતો. અને શરૂઆતથી અત્યાર સુધી સતત દર્દીના સગા સાથે વાતચીત થતી રહે છે. આ પહેલાં પણ દર્દીના સગા ગુસ્સામાં આવ્યા હતા. ત્યારે પોલીસની મદદ લેવી પડી હતી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ખ્યાતિ હોસ્પિટલ બાદ જૂનાગઢની આયુષ હોસ્પિટલ પણ વિવાદમાં આવી છે. વેરાવળની મહિલાને હાર્ટની બિમારી હતી અને તેમના મગજનું ઓપરેશન કરતા જ તેઓ કોમામાં સરી પડતા પરિવારજનો દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો.
વેરાવળ નગરપાલિકાના ભાજપના નગરસેવક જીતેન્દ્ર સોલંકીના માતા ધાનીબેન સોલંકીને 12 તારીખના રોજ હ્યદયમાં દુખાવો થતો હતો. જેને લઇને તેમને વેરાવળની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવતા તેમને જૂનાગઢ રીફર કરવામાં આવ્યા હતા. જૂનાગઢમાં તેઓ હસતા બોલતા પરિવાર સાથે આવ્યા હતા અને સારવાર માટે જ્યારે તેમને ડૉક્ટર પાસે લઈ જવામાં આવ્યા ત્યારે ડોક્ટરે તેમને લોહી પાતળું કરવું પડશે તેવું જણાવી અને ઇન્જેક્શન આપ્યું હતું. જેથી ઇન્જેક્શનને કારણે દાખલ કર્યા બાદ લોહીની ઉલટી થઈ હતી અને આ જ ઇન્જેક્શનની આડ અસર થતા તેમના મગજની નસ ફાટી ગઈ હતી. અને તેઓ કોમામાં સરી પડ્યા હતા. અને પરિવારજનો દ્વારા હોસ્પિટલના ડોક્ટરોને પૂછપરછ કરતા તેઓ કોઈપણ જવાબ કે ખુલાસાઓ ન આપતા પરિવારજનો દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો.
પરિવારજનો દ્વારા હોબાળો કરતા મેનેજમેન્ટ હરકતમાં આવ્યું
પરિવારજનો દ્વારા હોબાળો મચાવવામાં આવતા મેનેજમેન્ટ હરકતમાં આવ્યુ અને આ સમગ્ર મામલાનો ખુલાસો કરવામાં આવતા જણાવ્યું કે, દર્દી બેન સોલંકીને જ્યારથી અહીં લઈ આવવામાં આવ્યા હતા ત્યારથી પરિવારજનોને તેમના ટ્રીટમેન્ટની તમામ જાણકારી આપવામાં આવી હતી અને પરિવારજનો દ્વારા પણ ડોક્ટર સાથે ગેરવર્તન કરતા પોલીસ બોલાવવામાં આવી હતી. હાલ ધાનીબેન બ્રેઈન ડેડ હાલતમાં છે. અમે હજુ પણ માનવતાના ધોરણે તેમની સારવાર ચાલુ જ રાખીશું દર્દી અમારા માટે પ્રાથમિક તબક્કામાં આવે છે અને આ તમામ આક્ષેપો પાયાવિહોણા છે.
હાલ તો હોસ્પિટલ મેનેજમેન્ટ દ્વારા દર્દીને બ્રેઈન ડેડ જાહેર કરવામાં આવ્યા છે. અને સારવાર અંગે પણ પરિવારજનોને જાણ કરવામાં આવી હોવાનો ખુલાસો કર્યો હતો.
ઓપરેશન પહેલાં બે સગાની સહી કરાવી હતી: મેડિકલ ડાયરેક્ટર
આયુષ હોસ્પિટલના મેડિકલ ડાયરેક્ટર ડૉ. ચિરાગ માકડિયાએ જણાવ્યું કે, અમારી હોસ્પિટલમાં 12 તારીખે ધનુબેન સોલંકી નામના એક દર્દી છાતીમાં દુખાવા સાથે અન્ય હોસ્પિટલમાંથી અહીં આવ્યા હતા. તેઓને હાર્ડ એટેકની અસર હતી. જેથી ઇસીજી નીકાળીને તેમની સારવાર કરી. ત્યારબાદ પરિવાર સાથે વાતચીત કરી દર્દીને સ્ટ્રેપસોકાનાઈટ ઈન્જેક્શન આપ્યું હતું. આ સ્ટ્રેપ્ટોકાઈનેઝ ઈન્જેક્શનની ક્યારેક આડ અસર પણ થાય છે. ઈન્જેક્શન આપ્યા બાદ દર્દીને હેમરેજ થયું હતું. ત્યારબાદ અમે તેમના સગાને કહ્યું હતું કે, એક મગજનું ઓપરેશન કરવું પડશે. આ ઓપરેશન પહેલાં બે સગાની સહી પણ કરાવી હતી.
'ભૂલના કારણે નહીં પણ માનવતાના કારણે પૈસામાં હેલ્પ કરી'
ઓપરેશન બાદ હાલ દર્દીની તબિયત બગડી છે અને તેમજ બ્રેઈન એક્ટિવ નથી. તેની જાણ પણ સગાને કરવામાં આવી હતી. દરેક વખતે 100 ટકા રિઝલ્ટ મળે એ જરૂરી નથી હોતું. અને દર્દીના સગાને કોઈ ભૂલના કારણે નહીં પણ માનવતાના કારણે હેલ્પ કરી હતી. ઓપરેશન ફ્રીમાં નથી કહ્યું પણ હાલ પૈસા નથી લીધા. બીજું કે, દર્દીને અફોર્ડેબિલિટીનો ઈશ્યુ હોવાથી એન્જિયોગ્રાફીની જગ્યાએ ઈન્જેશનનો ઉપયોગ કર્યો હતો. અને શરૂઆતથી અત્યાર સુધી સતત દર્દીના સગા સાથે વાતચીત થતી રહે છે. આ પહેલાં પણ દર્દીના સગા ગુસ્સામાં આવ્યા હતા. ત્યારે પોલીસની મદદ લેવી પડી હતી.