Rajkot: કોઠારિયા સોલવન્ટમાં ધમધમતા કૂટણખાનાનો પર્દાફાશ, 2-સંચાલકો, ગ્રાહક સહિત 6 સામે ફરિયાદ

રાજકોટ  શહેરની ભાગોળે ગોંડલ રોડ પર કોઠારીયા સોલવન્ટમાં ધમધમતા કુટણખાના અંગે પોલીસને બાતમી મળતા પોલીસે ડમી ગ્રાહક મોકલી સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે કુટણખાનામાથી ગ્રાહક અને કુટણખાનાનુ સંચાલન કરતા 3 શખ્સો મળી 4 ને ઝડપી લીધા હતા, જયારે બે સંચાલકો હાથમા ન આવતા પોલીસે બંનેની શોધખોળ હાથ ધરી છે. છેલ્લા 3 મહિનાથી કુટણખાનુ ચાલતુ હોવાનુ જાણવા મળ્યુ છે.આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, શહેર પોલીસના AHTU વિભાગના પીએસઆઇ એચ. એન. ગઢવી, એએસઆઇ બાદલ દવે, કહરપાલસિંહ ઝાલા સહીતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. આ દરમ્યાન કોઠારીયા સોલવન્ટ વિસ્તારમા એક મકાનમા કુટણખાનુ ચાલતુ હોવાની ચોકકસ બાતમી મળતા પોલીસે ડમી ગ્રાહકને મોકલી કુટણખાનાનો પર્દાફાશ કરી દરોડો પાડયો હતો. જયાં પોલીસને કુટણખાનામાંથી મુળ બંગાળની બે લલનાઓ અને 1 ગ્રાહક મળી આવ્યા હતા.આ ઉપરાંત પોલીસે કુટણખાનાના સંચાલકના 3 માણસો મળી આવ્યા હતા. જેથી પોલીસે ગ્રાહક બની આવેલા વિરેન્દ્ર મહીપતભાઇ સિંધવ (રહે. કોઠારીયા રોડ) અને કુટણખાનામા કામ કરતા સંજય વિનુભાઇ ડાભી, કિશન હિંમતભાઇ મકવાણા અને શૈલેષ ભરતભાઇ ગોહેલની ધરપકડ કરી પુછપરછ કરતા આ કુટણખાનુ કાલીભાઇ અને કલ્પેશભાઇ ચલાવતા હોય જેથી પોલીસે તમામ 6 શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી બંને સંચાલકોની શોધખોળ હાથ ધરી છે. પ્રાથમીક તપાસમા આ કુટણખાનુ છેલ્લા 3 મહિનાથી ચલાવતા હોવાનુ અને સંચાલકો દ્વારા ગ્રાહકો પાસેથી રૂ. 1000 લઇ તેમાથી લલનાઓને રૂ. 500 ચુકવાતા હોવાનુ જાણવા મળ્યુ છે. આ ઉપરાંત સંચાલકો દ્વારા પોલીસથી બચવા માટે ગ્રાહકોનો ફોન પર સંપર્ક કર્યા બાદ તેમને સોલવન્ટ ફાટક પાસે બોલાવતા હતા જયા તેમનો માણસ તેમને એકટીવા લઇ તેડવા જતો હતો અને ગ્રાહક કન્ફોર્મ હોવાની ખાતરી થયા બાદ જ તેને મકાન પર લાવવામા આવતો હોવાની મોડસ ઓપરેન્ડી ધરાવતા હતા. પોલીસે બંને લલનાઓને સાક્ષી બનાવી વધુ તપાસ હાથ ધરી છે.

Rajkot: કોઠારિયા સોલવન્ટમાં ધમધમતા કૂટણખાનાનો પર્દાફાશ, 2-સંચાલકો, ગ્રાહક સહિત 6 સામે ફરિયાદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજકોટ  શહેરની ભાગોળે ગોંડલ રોડ પર કોઠારીયા સોલવન્ટમાં ધમધમતા કુટણખાના અંગે પોલીસને બાતમી મળતા પોલીસે ડમી ગ્રાહક મોકલી સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે કુટણખાનામાથી ગ્રાહક અને કુટણખાનાનુ સંચાલન કરતા 3 શખ્સો મળી 4 ને ઝડપી લીધા હતા, જયારે બે સંચાલકો હાથમા ન આવતા પોલીસે બંનેની શોધખોળ હાથ ધરી છે. છેલ્લા 3 મહિનાથી કુટણખાનુ ચાલતુ હોવાનુ જાણવા મળ્યુ છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, શહેર પોલીસના AHTU વિભાગના પીએસઆઇ એચ. એન. ગઢવી, એએસઆઇ બાદલ દવે, કહરપાલસિંહ ઝાલા સહીતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. આ દરમ્યાન કોઠારીયા સોલવન્ટ વિસ્તારમા એક મકાનમા કુટણખાનુ ચાલતુ હોવાની ચોકકસ બાતમી મળતા પોલીસે ડમી ગ્રાહકને મોકલી કુટણખાનાનો પર્દાફાશ કરી દરોડો પાડયો હતો. જયાં પોલીસને કુટણખાનામાંથી મુળ બંગાળની બે લલનાઓ અને 1 ગ્રાહક મળી આવ્યા હતા.

આ ઉપરાંત પોલીસે કુટણખાનાના સંચાલકના 3 માણસો મળી આવ્યા હતા. જેથી પોલીસે ગ્રાહક બની આવેલા વિરેન્દ્ર મહીપતભાઇ સિંધવ (રહે. કોઠારીયા રોડ) અને કુટણખાનામા કામ કરતા સંજય વિનુભાઇ ડાભી, કિશન હિંમતભાઇ મકવાણા અને શૈલેષ ભરતભાઇ ગોહેલની ધરપકડ કરી પુછપરછ કરતા આ કુટણખાનુ કાલીભાઇ અને કલ્પેશભાઇ ચલાવતા હોય જેથી પોલીસે તમામ 6 શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી બંને સંચાલકોની શોધખોળ હાથ ધરી છે.

પ્રાથમીક તપાસમા આ કુટણખાનુ છેલ્લા 3 મહિનાથી ચલાવતા હોવાનુ અને સંચાલકો દ્વારા ગ્રાહકો પાસેથી રૂ. 1000 લઇ તેમાથી લલનાઓને રૂ. 500 ચુકવાતા હોવાનુ જાણવા મળ્યુ છે. આ ઉપરાંત સંચાલકો દ્વારા પોલીસથી બચવા માટે ગ્રાહકોનો ફોન પર સંપર્ક કર્યા બાદ તેમને સોલવન્ટ ફાટક પાસે બોલાવતા હતા જયા તેમનો માણસ તેમને એકટીવા લઇ તેડવા જતો હતો અને ગ્રાહક કન્ફોર્મ હોવાની ખાતરી થયા બાદ જ તેને મકાન પર લાવવામા આવતો હોવાની મોડસ ઓપરેન્ડી ધરાવતા હતા. પોલીસે બંને લલનાઓને સાક્ષી બનાવી વધુ તપાસ હાથ ધરી છે.