Rajkot અગ્નિકાંડ બાદ પણ સુરત મનપા તંત્ર ઊંઘમાં

સુરતમાં વસ્તી પ્રમાણે 34 ફાયર સ્ટેશનની જગ્યા ફાયર બ્રિગેડ વિભાગમાં 50 ટકા જગ્યાઓ ખાલી સુરત મનપા પાસે ચીફ ફાયર ઓફિસર પણ નથી રાજકોટના અગ્નિકાંડ બાદ પણ સુરત મનપા તંત્ર ઊંઘમાં છે. જેમાં સુરતમાં વસ્તી પ્રમાણે 34 ફાયર સ્ટેશનની જગ્યા છે. તેમાં સુરતમાં 34ની સામે માત્ર 20 ફાયર સ્ટેશન છે. તેમજ ફાયર બ્રિગેડ વિભાગમાં 50 ટકા જગ્યાઓ ખાલી પડી છે. સુરત મનપા પાસે ચીફ ફાયર ઓફિસર પણ નથી. તેમજ ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર તરીકે બસંત પરીખ છે. કુલ ચાર ડેપ્યુટી ફાયર ઓફિસર હોવા જોઈએ.સુરતમાં એક પણ ડેપ્યુટી ફાયર ઓફિસર નથી સુરતમાં એક પણ ડેપ્યુટી ફાયર ઓફિસર નથી. તેમજ ડિવિઝનલ ઓફિસરની પણ એક જગ્યા ખાલી છે. તેમજ વિભાગમાં ફાયર ઓફિસરની 14 જગ્યા ખાલી પડી છે. તથા 24 સબ ફાયર ઓફિસરની પણ જગ્યા ખાલી છે. તેમજ ફાયરમેનની 474, ડ્રાઈવરની 134 જગ્યા ખાલી પડી રહી છે. 3 ફાયર સ્ટેશન બનીને તૈયાર પણ લોકાર્પણની તૈયારી થઇ નથી. જેમાં ફાયર વિભાગમાં માણસોની હજુ પણ ઘટ છે. તક્ષીશિલા અગ્નિકાંડ બાદ પણ SMC તંત્ર ઊંઘમાં છે. સચિન-પાલીમાં ગીચ વસવાટ છતાં પાલિકાનું એકેય ફાયર સ્ટેશન નથી સચિન-પાલીમાં ગીચ વસવાટ છતાં પાલિકાનું એકેય ફાયર સ્ટેશન નથી. સ્ટેન્ડિંગ ફાયર એડવાઈઝરી કમિટીના રિપોર્ટના આધારે શહેરની વસ્તી અને વિસ્તારની તુલનાએ વધુ 9 ફાયર સ્ટેશન બનાવાશે. 10.36 કિમીના વિસ્તારમાં એક ફાયર સ્ટેશન હોવું જરૂરી છે. ડેપ્યુટી કમિશનર આર.એમ.પટેલે કહ્યું કે, એક સર્વે મુજબ વધુ 9 ફાયર સ્ટેશન બનશે. જોકે, જમીન અને વિસ્તાર નક્કી કરવાની પ્રક્રિયા પૂર્ણ થતાં ટેન્ડર જાહેર કરાશે. શહેરમાં 20 ફાયર સ્ટેશન છે, 5 નિર્માણાધિન છે. ફાયર વિભાગમાં નિર્ણાયક પદ લાંબા સમયથી ખાલી હોવાથી પાલિકાએ ભરતી પ્રક્રિયા ઝડપી બનાવી છે, જોકે મંજૂર મહેકમ પ્રમાણે 100 ટકા ખાલી પદ ભરવામાં પાલિકાને 1 વર્ષ લાગી શકે તેમ છે. કુલ મંજૂર મહેકમ મુજબ નક્કી 1563 જગ્યા પૈકી હાલમાં 800 પદ ભરાયેલાં છે, 763 પદ ખાલી છે.

Rajkot અગ્નિકાંડ બાદ પણ સુરત મનપા તંત્ર ઊંઘમાં

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સુરતમાં વસ્તી પ્રમાણે 34 ફાયર સ્ટેશનની જગ્યા
  • ફાયર બ્રિગેડ વિભાગમાં 50 ટકા જગ્યાઓ ખાલી
  • સુરત મનપા પાસે ચીફ ફાયર ઓફિસર પણ નથી

રાજકોટના અગ્નિકાંડ બાદ પણ સુરત મનપા તંત્ર ઊંઘમાં છે. જેમાં સુરતમાં વસ્તી પ્રમાણે 34 ફાયર સ્ટેશનની જગ્યા છે. તેમાં સુરતમાં 34ની સામે માત્ર 20 ફાયર સ્ટેશન છે. તેમજ ફાયર બ્રિગેડ વિભાગમાં 50 ટકા જગ્યાઓ ખાલી પડી છે. સુરત મનપા પાસે ચીફ ફાયર ઓફિસર પણ નથી. તેમજ ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર તરીકે બસંત પરીખ છે. કુલ ચાર ડેપ્યુટી ફાયર ઓફિસર હોવા જોઈએ.

સુરતમાં એક પણ ડેપ્યુટી ફાયર ઓફિસર નથી

સુરતમાં એક પણ ડેપ્યુટી ફાયર ઓફિસર નથી. તેમજ ડિવિઝનલ ઓફિસરની પણ એક જગ્યા ખાલી છે. તેમજ વિભાગમાં ફાયર ઓફિસરની 14 જગ્યા ખાલી પડી છે. તથા 24 સબ ફાયર ઓફિસરની પણ જગ્યા ખાલી છે. તેમજ ફાયરમેનની 474, ડ્રાઈવરની 134 જગ્યા ખાલી પડી રહી છે. 3 ફાયર સ્ટેશન બનીને તૈયાર પણ લોકાર્પણની તૈયારી થઇ નથી. જેમાં ફાયર વિભાગમાં માણસોની હજુ પણ ઘટ છે. તક્ષીશિલા અગ્નિકાંડ બાદ પણ SMC તંત્ર ઊંઘમાં છે.

સચિન-પાલીમાં ગીચ વસવાટ છતાં પાલિકાનું એકેય ફાયર સ્ટેશન નથી

સચિન-પાલીમાં ગીચ વસવાટ છતાં પાલિકાનું એકેય ફાયર સ્ટેશન નથી. સ્ટેન્ડિંગ ફાયર એડવાઈઝરી કમિટીના રિપોર્ટના આધારે શહેરની વસ્તી અને વિસ્તારની તુલનાએ વધુ 9 ફાયર સ્ટેશન બનાવાશે. 10.36 કિમીના વિસ્તારમાં એક ફાયર સ્ટેશન હોવું જરૂરી છે. ડેપ્યુટી કમિશનર આર.એમ.પટેલે કહ્યું કે, એક સર્વે મુજબ વધુ 9 ફાયર સ્ટેશન બનશે. જોકે, જમીન અને વિસ્તાર નક્કી કરવાની પ્રક્રિયા પૂર્ણ થતાં ટેન્ડર જાહેર કરાશે. શહેરમાં 20 ફાયર સ્ટેશન છે, 5 નિર્માણાધિન છે. ફાયર વિભાગમાં નિર્ણાયક પદ લાંબા સમયથી ખાલી હોવાથી પાલિકાએ ભરતી પ્રક્રિયા ઝડપી બનાવી છે, જોકે મંજૂર મહેકમ પ્રમાણે 100 ટકા ખાલી પદ ભરવામાં પાલિકાને 1 વર્ષ લાગી શકે તેમ છે. કુલ મંજૂર મહેકમ મુજબ નક્કી 1563 જગ્યા પૈકી હાલમાં 800 પદ ભરાયેલાં છે, 763 પદ ખાલી છે.