સાબરમતી નદીમાં પ્રદૂષણ ફેલાવતા 258એકમો સીલ : 2,241 એકમોનું ચેકિંગ

નારોલ, ગ્યાસપુર, દાણીલીમડા, વટવામાં 168 ગેરકાયદે જોડાણ કાપ્યામ્યુનિ. ઈજનેર વિભાગની નબળી કામગીરીને કારણે DYMCને કામગીરી કરવી પડી એકમોનું ચેકિંગ કરીને સાબરમતી નદીમાં એફ્લુએન્ટ ઠાલવતા 258 એકમો સીલ કરવામાં આવ્યા ગુજરાત હાઈકોર્ટ દ્વારા સાબરમતી નદીમાં પ્રદૂષિત પાણી ઠાલવતા એકમો સામે કાર્યવાહી ન કરવા બદલ આકરી ઝાટકણી કાઢવામાં આવ્યા પછી AMC તંત્ર સફાળું જાગ્યું છે. AMC દ્વારા 17 દિવસમાં 2,241 એકમોનું ચેકિંગ કરીને સાબરમતી નદીમાં એફ્લુએન્ટ ઠાલવતા 258 એકમો સીલ કરવામાં આવ્યા છે. મ્યુનિ. દ્વારા 168 એકમોના ગેરકાયદે જોડાણો કાપવામાં આવ્યા છે અને સીલ કરાયેલા 258 એકમો પૈકી 66 એકમો GPCBની માન્ય મંજૂરી ધરાવતા નથી. AMC એન્જિનીયરિંગ વિભાગના અધિકારીઓએ અસરકારક કામગીરી નહીં કરવાને કારણે ગુરૂવારે મોડી રાત્રે ખુદ DYMCએ કામગીરી કરવી પડી હતી. GPCB દ્વારા સાબરમતી નદીમાં પ્રદૂષિત પાણી ઠાલવતા લગભગ 4 હજારથી વધુ એકમોનું લિસ્ટ આપવામાં આવ્યું હોવા છતાં અત્યાર સુધીમાં ફક્ત 2,241 એકમોનું જ ચેકિંગ કરાયું છે. ગુરૂવારે મોડી રાત્રે નારોલમાં જય અંબે નામના કેમિકલ યુનિટને સીલ કરવામાં આવ્યું છે. ગ્યાસપુર નજીક ડ્રેનેજ લાઈનમાં કેમિકલ ઠાલવતા એક ટેન્કરને ઝડપી પાડયું હતું. દાણીલીમડા, બહેરામપુરા,વટવા, લાંભા,ઓઢવમાં સાબરમતી નદી અને AMCની ગટર લાઈનોમાં ગેરકાયદે જોડાણો અને ટેન્કરો દ્વારા કેમિકલ પાણી છોડતા પ્રોસેસિંગ યુનિટ અને ફેક્ટરીઓને ટાસ્ક ફોર્સની ટીમ દ્વારા સીલ મારવામાં આવ્યા હતા. AMCની આંકડાકીય વિગતો સામે પ્રશ્નાર્થ AMC દ્વારા 25 જુલાઈના રોજ પ્રેસનોટ જારી કરીને તા. 8 જુલાઈથી તા.25 જુલાઇ સુધીમાં GPCB માન્યતા ન ધરાવતી 65 જેટલી ફેક્ટરીઓ સીલ કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું. જો કે, બીજા દિવસે 26 જુલાઈ શુક્રવારે ઇજનેર અને વોટર રીસોર્સ મેનેજમેન્ટ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, 8 જુલાઈથી 25 જુલાઇ સુધીમાં શહેરના વિવિધ વિસ્તારોમાં 2,241 ફેક્ટરીઓમાં ચેકિંગ કરવામાં આવ્યું છે. 258 જેટલી ફેક્ટરીઓ સીલ કરવામાં આવી છે. 163 જેટલા ગેરકાયદેસર કનેક્શન કાપ્યા છે.

સાબરમતી નદીમાં પ્રદૂષણ ફેલાવતા 258એકમો સીલ : 2,241 એકમોનું ચેકિંગ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • નારોલ, ગ્યાસપુર, દાણીલીમડા, વટવામાં 168 ગેરકાયદે જોડાણ કાપ્યા
  • મ્યુનિ. ઈજનેર વિભાગની નબળી કામગીરીને કારણે DYMCને કામગીરી કરવી પડી
  • એકમોનું ચેકિંગ કરીને સાબરમતી નદીમાં એફ્લુએન્ટ ઠાલવતા 258 એકમો સીલ કરવામાં આવ્યા

ગુજરાત હાઈકોર્ટ દ્વારા સાબરમતી નદીમાં પ્રદૂષિત પાણી ઠાલવતા એકમો સામે કાર્યવાહી ન કરવા બદલ આકરી ઝાટકણી કાઢવામાં આવ્યા પછી AMC તંત્ર સફાળું જાગ્યું છે.

AMC દ્વારા 17 દિવસમાં 2,241 એકમોનું ચેકિંગ કરીને સાબરમતી નદીમાં એફ્લુએન્ટ ઠાલવતા 258 એકમો સીલ કરવામાં આવ્યા છે. મ્યુનિ. દ્વારા 168 એકમોના ગેરકાયદે જોડાણો કાપવામાં આવ્યા છે અને સીલ કરાયેલા 258 એકમો પૈકી 66 એકમો GPCBની માન્ય મંજૂરી ધરાવતા નથી. AMC એન્જિનીયરિંગ વિભાગના અધિકારીઓએ અસરકારક કામગીરી નહીં કરવાને કારણે ગુરૂવારે મોડી રાત્રે ખુદ DYMCએ કામગીરી કરવી પડી હતી. GPCB દ્વારા સાબરમતી નદીમાં પ્રદૂષિત પાણી ઠાલવતા લગભગ 4 હજારથી વધુ એકમોનું લિસ્ટ આપવામાં આવ્યું હોવા છતાં અત્યાર સુધીમાં ફક્ત 2,241 એકમોનું જ ચેકિંગ કરાયું છે. ગુરૂવારે મોડી રાત્રે નારોલમાં જય અંબે નામના કેમિકલ યુનિટને સીલ કરવામાં આવ્યું છે. ગ્યાસપુર નજીક ડ્રેનેજ લાઈનમાં કેમિકલ ઠાલવતા એક ટેન્કરને ઝડપી પાડયું હતું. દાણીલીમડા, બહેરામપુરા,વટવા, લાંભા,ઓઢવમાં સાબરમતી નદી અને AMCની ગટર લાઈનોમાં ગેરકાયદે જોડાણો અને ટેન્કરો દ્વારા કેમિકલ પાણી છોડતા પ્રોસેસિંગ યુનિટ અને ફેક્ટરીઓને ટાસ્ક ફોર્સની ટીમ દ્વારા સીલ મારવામાં આવ્યા હતા.

AMCની આંકડાકીય વિગતો સામે પ્રશ્નાર્થ

AMC દ્વારા 25 જુલાઈના રોજ પ્રેસનોટ જારી કરીને તા. 8 જુલાઈથી તા.25 જુલાઇ સુધીમાં GPCB માન્યતા ન ધરાવતી 65 જેટલી ફેક્ટરીઓ સીલ કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું. જો કે, બીજા દિવસે 26 જુલાઈ શુક્રવારે ઇજનેર અને વોટર રીસોર્સ મેનેજમેન્ટ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, 8 જુલાઈથી 25 જુલાઇ સુધીમાં શહેરના વિવિધ વિસ્તારોમાં 2,241 ફેક્ટરીઓમાં ચેકિંગ કરવામાં આવ્યું છે. 258 જેટલી ફેક્ટરીઓ સીલ કરવામાં આવી છે. 163 જેટલા ગેરકાયદેસર કનેક્શન કાપ્યા છે.