Rajkot TRP ગેમઝોનમાં શરતભંગના કેસમાં મોટી કાર્યવાહી,કલેકટરે ફટકાર્યો 26.21 લાખનો દંડ

TRP ગેમઝોનના સંચાલકોને ફટકાર્યો દંડ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીએ ૨૬.૨૧ લાખનો દંડ ફટકાર્યો ગેમઝોનની જગ્યાને હેતુફેર કરવો અથવા તો બિલ્ડીંગ તોડી પાડવામાં આવશેરાજકોટ TRP ગેમઝોનમાં શરતભંગના કલેક્ટર પ્રભવ જોશીએ ગેમઝોનના સંચાલકોને રૂપિયા 26.21 લાખનો દંડ ફટકાર્યો છે.TRP રહેણાંકની જમીન પર કોમર્શિયલ બાંધકામ કર્યું હતું.હેતુફેર કરવા અથવા બિલ્ડીંગ તોડી પાડવામાં આવશે.કલેકટરે ત્રણ મહિનાનો સમય આપ્યો છે.ગેમઝોનને લઈ બોગસ રેકર્ડ ઉભુ થયું રાજકોટના ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડની ઘટનામાં મનપાની ટાઉન પ્લાનીંગ વિભાગના આસિ.એન્જિનિયરથી માંડીને ટી.પી.ઓ.સહિત ગુનેગારોને પકડવામાં આવ્યા છે ઉપરાંત ટી.પી.ના તત્કાલીન અધિકારીઓ સામે અગ્નિકાંડ પછી ગેમઝોનના ગેરકાયદે બાંધકામને રેગ્યુલરાઈઝ્ડ કરાવવા અરજી વીસ દિવસ પહેલાની જુની તારીખમાં થયાનું બોગસ રેકોર્ડ ઉભુ કર્યાનો ગુનો પણ નોંધાયો છે. કામચલાઉ બાંધકામ માટે પણ મંજૂરી ના લીધી રાજકોટ ગેમઝોન અગ્નિકાંડની તપાસ કરવા નિમાયેલી સીટે રાજ્ય સરકારને પ્રાથમિક અહેવાલ સુપરત કર્યો છે જેમાં ચોકાવનારા તારણો હોવાનું બહાર આવ્યા છે. મહત્ત્વની વાત એ છે કે, ટીઆરપી ગેમઝોન છેલ્લા ૩ વર્ષથી વધુ સમયથી ધમધમી રહ્યું હતું. એટલું જ નહીં, ગેમ ઝોને વિના મંજૂરીએ પાકુ બાંધકામ કર્યું તેમ છતાંય રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન કોઈ ચકાસણી જ કરી ન હતી. એ વાતનો ખુલાસો થયો છે કે, ગેમઝોનના સંચાલકોએ કામચલાઉ બાંધકામ માટે પણ કોઈ મંજૂરી લીધી ન હતી. લોકો જીવતા ભૂંજાયા હતા રાજકોટ અગ્નિકાંડમાં એસઆઈટી રિપોર્ટમાં ચોંકાવનારા અવલોકનો સામે આવ્યા છે. એવા તારણો બહાર આવ્યા છે કે, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન, પોલીસ વિભાગ, ફાયર વિભાગ અને માર્ગ મકાનની ઘોર બેદરકારી આ આખીય આગ કરૂણાંતિકા માટે જવાબદાર છે. રિપોર્ટમાં એ વાતનો ઉલ્લેખ કરાયો છે કે, ગેમ ઝોનમાં પ્રથમ માળે જવા માત્ર ૪ થી પ ફૂટની એક જ સીડી હતી. આ કારણોસર આગ લાગી ત્યારે સીડી જ તૂટી પડી હતી પરિણામે લોકો નીચે ઉતરી શકયા નહી અને જીવતા ભૂંજાયા હતાં. જમીન બિનખેતીની હતી બિનખેતીની જમીન પર કોમર્શિયલ પ્રવૃત્તિ ચાલી રહી હતી છતાંય ભ્રષ્ટ અધિકારીઓને મેલા પીપણાથી બધુય લોલલોલ ચાલી રહ્યું હતું. સ્થાનિક ફાયર ઓફિસરે ગેમઝોનની સ્થળ વિઝિટ કરી ન હતી. માર્ગ મકાન વિભાગના અધિકારીઓએ પણ તપાસ કરવાનું ટાળ્યું હતું. આમ, સીટના રિપોર્ટમાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન, પોલીસ વિભાગ, ફાયર વિભાગ અને માર્ગ મકાન વિભાગની લાપરવાહી સામે આવી છે.

Rajkot TRP ગેમઝોનમાં શરતભંગના કેસમાં મોટી કાર્યવાહી,કલેકટરે ફટકાર્યો 26.21 લાખનો દંડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • TRP ગેમઝોનના સંચાલકોને ફટકાર્યો દંડ
  • જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીએ ૨૬.૨૧ લાખનો દંડ ફટકાર્યો
  • ગેમઝોનની જગ્યાને હેતુફેર કરવો અથવા તો બિલ્ડીંગ તોડી પાડવામાં આવશે

રાજકોટ TRP ગેમઝોનમાં શરતભંગના કલેક્ટર પ્રભવ જોશીએ ગેમઝોનના સંચાલકોને રૂપિયા 26.21 લાખનો દંડ ફટકાર્યો છે.TRP રહેણાંકની જમીન પર કોમર્શિયલ બાંધકામ કર્યું હતું.હેતુફેર કરવા અથવા બિલ્ડીંગ તોડી પાડવામાં આવશે.કલેકટરે ત્રણ મહિનાનો સમય આપ્યો છે.

ગેમઝોનને લઈ બોગસ રેકર્ડ ઉભુ થયું

રાજકોટના ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડની ઘટનામાં મનપાની ટાઉન પ્લાનીંગ વિભાગના આસિ.એન્જિનિયરથી માંડીને ટી.પી.ઓ.સહિત ગુનેગારોને પકડવામાં આવ્યા છે ઉપરાંત ટી.પી.ના તત્કાલીન અધિકારીઓ સામે અગ્નિકાંડ પછી ગેમઝોનના ગેરકાયદે બાંધકામને રેગ્યુલરાઈઝ્ડ કરાવવા અરજી વીસ દિવસ પહેલાની જુની તારીખમાં થયાનું બોગસ રેકોર્ડ ઉભુ કર્યાનો ગુનો પણ નોંધાયો છે.

કામચલાઉ બાંધકામ માટે પણ મંજૂરી ના લીધી

રાજકોટ ગેમઝોન અગ્નિકાંડની તપાસ કરવા નિમાયેલી સીટે રાજ્ય સરકારને પ્રાથમિક અહેવાલ સુપરત કર્યો છે જેમાં ચોકાવનારા તારણો હોવાનું બહાર આવ્યા છે. મહત્ત્વની વાત એ છે કે, ટીઆરપી ગેમઝોન છેલ્લા ૩ વર્ષથી વધુ સમયથી ધમધમી રહ્યું હતું. એટલું જ નહીં, ગેમ ઝોને વિના મંજૂરીએ પાકુ બાંધકામ કર્યું તેમ છતાંય રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન કોઈ ચકાસણી જ કરી ન હતી. એ વાતનો ખુલાસો થયો છે કે, ગેમઝોનના સંચાલકોએ કામચલાઉ બાંધકામ માટે પણ કોઈ મંજૂરી લીધી ન હતી.

લોકો જીવતા ભૂંજાયા હતા

રાજકોટ અગ્નિકાંડમાં એસઆઈટી રિપોર્ટમાં ચોંકાવનારા અવલોકનો સામે આવ્યા છે. એવા તારણો બહાર આવ્યા છે કે, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન, પોલીસ વિભાગ, ફાયર વિભાગ અને માર્ગ મકાનની ઘોર બેદરકારી આ આખીય આગ કરૂણાંતિકા માટે જવાબદાર છે. રિપોર્ટમાં એ વાતનો ઉલ્લેખ કરાયો છે કે, ગેમ ઝોનમાં પ્રથમ માળે જવા માત્ર ૪ થી પ ફૂટની એક જ સીડી હતી. આ કારણોસર આગ લાગી ત્યારે સીડી જ તૂટી પડી હતી પરિણામે લોકો નીચે ઉતરી શકયા નહી અને જીવતા ભૂંજાયા હતાં.

જમીન બિનખેતીની હતી

બિનખેતીની જમીન પર કોમર્શિયલ પ્રવૃત્તિ ચાલી રહી હતી છતાંય ભ્રષ્ટ અધિકારીઓને મેલા પીપણાથી બધુય લોલલોલ ચાલી રહ્યું હતું. સ્થાનિક ફાયર ઓફિસરે ગેમઝોનની સ્થળ વિઝિટ કરી ન હતી. માર્ગ મકાન વિભાગના અધિકારીઓએ પણ તપાસ કરવાનું ટાળ્યું હતું. આમ, સીટના રિપોર્ટમાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન, પોલીસ વિભાગ, ફાયર વિભાગ અને માર્ગ મકાન વિભાગની લાપરવાહી સામે આવી છે.