Limkhedaમાં પ્રાથમિક શાળાના ચાલુ અભ્યાસ દરમિયાન તૂટ્યો સ્લેબ, સદનસીબે મોટી દુર્ઘટના ટળી

બાળકો વર્ગની બહાર હોવાથી મોટી દુર્ઘટના ટળી પ્રાથમિક શાળા જર્જરિત હાલતમાં ઓરડામાં પ્લાસ્ટિક બાંધીને કામ ચલાવાય છે દાહોલ જિલ્લાના લીમખેડાની પ્રાથમિક શાળાનો સ્લેબ તૂટ્યો હોવાની ઘટના સામે આવી છે. લીમખેડા તાલુકાની મુખ્ય પ્રાથમિક શાળામાં ચાલુ અભ્યાસ દરમિયાન સ્લેબ તૂટ્યો છે. સદનસીબે આ દુર્ઘટના બની ત્યારે બાળકો વર્ગની બહાર હોવાથી મોટી દુર્ઘટના ટળી છે. લીમખેડા તાલુકાની મુખ્ય પ્રાથમિક શાળા જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે. મધ્યાહન ભોજનના ઓરડાની હાલત પણ જર્જરિત લીમખેડા તાલુકાની મુખ્ય પ્રાથમિક શાળાના ધોરણ 4માં ચાલુ અભ્યાસ દરમિયાન સ્લેબ તૂટવાની ઘટના બની છે. પ્રાથમિક શાળા હાલત જર્જરિત છે. તેમજ મધ્યાહન ભોજનના ઓરડાની હાલત પણ જર્જરિત હોવાનું સામે આવ્યું છે. ઓરડામાં પ્લાસ્ટિક બાંધીને કામ ચલાવવામાં આવે છે. સરકારી પરિપત્ર મુજબ કોઈપણ શાળામાં જર્જરિત ઓરડા હોય તો બાળકોને બેસાડવા નહીં તેમ છતાં પણ સંચાલકો દ્વારા કેમ આવી ભૂલ કરવામાં આવી છે. બાળકો વર્ગની બહાર હોવાથી મોટી દુર્ઘટના ટળી સદનસીબે જ્યારે આ ઘટના બની ત્યારે બાળકો ઓરડામાં ન હોવાથી મોટી દુર્ઘટના ચળી જો બાળકો ઓરડમાં હોત તો મટી દુર્ઘટના ઘટી હોત તો જવાબદાર કોણ તેવા પશ્નો ઉઠી રહ્યા છે. આ ઘટના બનતા શિક્ષણ વિભાગ અધિકારીઓએ સ્થળ પર પહોંચી નિરીક્ષણ કર્યું હતું. પ્રાથમિક શાળનો સ્લેબ તૂટતા તંત્રની નબળી કામગીરી સામે આવી છે. ફતેફુરમાં થોડા દિવસ પહેલા આવી જ ઘટના બની હતી થોડા દિવસ પૂર્વે ફતેપુરામાં ભારે વરસાદના કારણે સ્કૂલનો સ્લેબ તૂટ્યો હતો. જોકે આ ઘટના બની હતી ત્યારે સ્કૂલ બંધ હોવાથી મોટી જાનહાની ટળી હતી. પ્રાથમિક શાળા બંધ હતી અને સ્લેબ તૂટ્યો એટલે બાળકોનો બચાવ થયો હતો. જોકે ફતેપુરા સ્કૂલમાં સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ વહીવટી તંત્ર હરકતમાં આવ્યું હતું. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ફતેપુરા પ્રાથમિક સ્કૂલની મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું હતું.

Limkhedaમાં પ્રાથમિક શાળાના ચાલુ અભ્યાસ દરમિયાન તૂટ્યો સ્લેબ, સદનસીબે મોટી દુર્ઘટના ટળી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • બાળકો વર્ગની બહાર હોવાથી મોટી દુર્ઘટના ટળી
  • પ્રાથમિક શાળા જર્જરિત હાલતમાં
  • ઓરડામાં પ્લાસ્ટિક બાંધીને કામ ચલાવાય છે

દાહોલ જિલ્લાના લીમખેડાની પ્રાથમિક શાળાનો સ્લેબ તૂટ્યો હોવાની ઘટના સામે આવી છે. લીમખેડા તાલુકાની મુખ્ય પ્રાથમિક શાળામાં ચાલુ અભ્યાસ દરમિયાન સ્લેબ તૂટ્યો છે. સદનસીબે આ દુર્ઘટના બની ત્યારે બાળકો વર્ગની બહાર હોવાથી મોટી દુર્ઘટના ટળી છે. લીમખેડા તાલુકાની મુખ્ય પ્રાથમિક શાળા જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે.

મધ્યાહન ભોજનના ઓરડાની હાલત પણ જર્જરિત

લીમખેડા તાલુકાની મુખ્ય પ્રાથમિક શાળાના ધોરણ 4માં ચાલુ અભ્યાસ દરમિયાન સ્લેબ તૂટવાની ઘટના બની છે. પ્રાથમિક શાળા હાલત જર્જરિત છે. તેમજ મધ્યાહન ભોજનના ઓરડાની હાલત પણ જર્જરિત હોવાનું સામે આવ્યું છે. ઓરડામાં પ્લાસ્ટિક બાંધીને કામ ચલાવવામાં આવે છે. સરકારી પરિપત્ર મુજબ કોઈપણ શાળામાં જર્જરિત ઓરડા હોય તો બાળકોને બેસાડવા નહીં તેમ છતાં પણ સંચાલકો દ્વારા કેમ આવી ભૂલ કરવામાં આવી છે.

બાળકો વર્ગની બહાર હોવાથી મોટી દુર્ઘટના ટળી

સદનસીબે જ્યારે આ ઘટના બની ત્યારે બાળકો ઓરડામાં ન હોવાથી મોટી દુર્ઘટના ચળી જો બાળકો ઓરડમાં હોત તો મટી દુર્ઘટના ઘટી હોત તો જવાબદાર કોણ તેવા પશ્નો ઉઠી રહ્યા છે. આ ઘટના બનતા શિક્ષણ વિભાગ અધિકારીઓએ સ્થળ પર પહોંચી નિરીક્ષણ કર્યું હતું. પ્રાથમિક શાળનો સ્લેબ તૂટતા તંત્રની નબળી કામગીરી સામે આવી છે.

ફતેફુરમાં થોડા દિવસ પહેલા આવી જ ઘટના બની હતી

થોડા દિવસ પૂર્વે ફતેપુરામાં ભારે વરસાદના કારણે સ્કૂલનો સ્લેબ તૂટ્યો હતો. જોકે આ ઘટના બની હતી ત્યારે સ્કૂલ બંધ હોવાથી મોટી જાનહાની ટળી હતી. પ્રાથમિક શાળા બંધ હતી અને સ્લેબ તૂટ્યો એટલે બાળકોનો બચાવ થયો હતો. જોકે ફતેપુરા સ્કૂલમાં સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ વહીવટી તંત્ર હરકતમાં આવ્યું હતું. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ફતેપુરા પ્રાથમિક સ્કૂલની મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું હતું.