Rajkot Rain: શહેરમાં 96 કલાકથી અવિરત વરસાદ, લોકોના ઘરમાં પાણી ઘુસ્યા

રાજકોટમાં 96 કલાકથી અવિરત વરસાદ ચાલુ  લલુડી વોકળીમાં લોકોના ઘરમાં પાણી ઘુસ્યા હતા.પોલીસે ઘરમાં રહેલા વૃદ્ધને 5 ફૂટ પાણીમાંથી બહાર કાઢ્યા રાજકોટમાં ચોથા દિવસે વરસાદ યથાવત છે. જેમાં રાજકોટમાં 96 કલાકથી અવિરત વરસાદ ચાલુ છે. તેમાં રાજકોટમાં લલુડી વોકળીમાં લોકોના ઘરમાં પાણી ઘુસ્યા છે. જેમાં પોલીસે ઘરમાં રહેલા વૃદ્ધને 5 ફૂટ પાણીમાંથી બહાર કાઢ્યા હતા. લોકોને સલામત સ્થળે નીકળી જવા તંત્રની અપીલ છે. રાજકોટ શહેર અને જિલ્લામાં આખી રાત વરસાદ વરસ્યો છે. શહેરમાં ધીમીધારે 10 ઇંચ પાણી મેઘરાજાએ વરસાવ્યુ શહેરમાં ધીમીધારે 10 ઇંચ પાણી મેઘરાજાએ વરસાવ્યુ છે. જેમાં લોધીકા તાલુકામાં પણ સવાર સુધીમાં 10.5 ઇંચ વરસાદ વરસ્યો છે. શહેરમાં છેલ્લા 3 દિવસમાં 24 ઇંચ વરસાદ નોંધાયો છે. ગઇકાલે રાત્રીના 12 વાગ્યાથી આજે સવારના 6 વાગ્યા સુધી 15 mm વરસાદ નોંધાયો છે. તેમજ સેન્ટ્રલ ઝોનમાં 15 mm, ઇસ્ટ ઝોનમાં 5 mm અને વેસ્ટ ઝોનમાં 10 mm વરસાદ નોંધાયો છે. તેમાં સિઝનનો કુલ વરસાદ 38.58 ઇંચ નોંધાયો છે. વરસાદી પાણીમાં ડૂબી જવાના કારણે છેલ્લા 24 કલાકમાં બે વ્યક્તિઓના મોત થયા છે. રાજકોટ શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા લલુડી વોંકળી વિસ્તારમાં અશ્વિન તન્ના નામના 45 વર્ષીય વ્યક્તિનું મોત થયુ છે. 3 દિવસમાં અમદાવાદ-મુંબઇને સાંકળતી 30 ટ્રેન રદ કરાઇ રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના રૂપાવટી ગામ ખાતે 27 વર્ષીય પિયુષ સાદીયા નામના વ્યક્તિનો વરસાદી પાણીમાં તણાઈ જવાના કારણે મોત નીપજ્યું છે. વરસાદને પગલે ગુજરાતના 34 સ્ટેટ, 1 નેશનલ હાઇવે બંધ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત 3 દિવસમાં અમદાવાદ-મુંબઇને સાંકળતી 30 ટ્રેન રદ કરાઇ છે. એસટી બસના 433 રૂટ અને 2081 ટ્રિપને રદ કરાયા છે. જેના કારણે તહેવારોની રજાઓમાં બહાર ફરવા જઇ રહેલાને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. હવામાન વિભાગ દ્વારા ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટા ઉદેપુર, ડાંગ, સુરત, તાપી, વડોદરા, નર્મદા, ભરૂચ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ, દીવમાં રેડ એલર્ટ જાહેર કરાયુ છે.

Rajkot Rain: શહેરમાં 96 કલાકથી અવિરત વરસાદ, લોકોના ઘરમાં પાણી ઘુસ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રાજકોટમાં 96 કલાકથી અવિરત વરસાદ ચાલુ
  •  લલુડી વોકળીમાં લોકોના ઘરમાં પાણી ઘુસ્યા હતા.
  • પોલીસે ઘરમાં રહેલા વૃદ્ધને 5 ફૂટ પાણીમાંથી બહાર કાઢ્યા

રાજકોટમાં ચોથા દિવસે વરસાદ યથાવત છે. જેમાં રાજકોટમાં 96 કલાકથી અવિરત વરસાદ ચાલુ છે. તેમાં રાજકોટમાં લલુડી વોકળીમાં લોકોના ઘરમાં પાણી ઘુસ્યા છે. જેમાં પોલીસે ઘરમાં રહેલા વૃદ્ધને 5 ફૂટ પાણીમાંથી બહાર કાઢ્યા હતા. લોકોને સલામત સ્થળે નીકળી જવા તંત્રની અપીલ છે. રાજકોટ શહેર અને જિલ્લામાં આખી રાત વરસાદ વરસ્યો છે.

શહેરમાં ધીમીધારે 10 ઇંચ પાણી મેઘરાજાએ વરસાવ્યુ

શહેરમાં ધીમીધારે 10 ઇંચ પાણી મેઘરાજાએ વરસાવ્યુ છે. જેમાં લોધીકા તાલુકામાં પણ સવાર સુધીમાં 10.5 ઇંચ વરસાદ વરસ્યો છે. શહેરમાં છેલ્લા 3 દિવસમાં 24 ઇંચ વરસાદ નોંધાયો છે. ગઇકાલે રાત્રીના 12 વાગ્યાથી આજે સવારના 6 વાગ્યા સુધી 15 mm વરસાદ નોંધાયો છે. તેમજ સેન્ટ્રલ ઝોનમાં 15 mm, ઇસ્ટ ઝોનમાં 5 mm અને વેસ્ટ ઝોનમાં 10 mm વરસાદ નોંધાયો છે. તેમાં સિઝનનો કુલ વરસાદ 38.58 ઇંચ નોંધાયો છે. વરસાદી પાણીમાં ડૂબી જવાના કારણે છેલ્લા 24 કલાકમાં બે વ્યક્તિઓના મોત થયા છે. રાજકોટ શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા લલુડી વોંકળી વિસ્તારમાં અશ્વિન તન્ના નામના 45 વર્ષીય વ્યક્તિનું મોત થયુ છે.

3 દિવસમાં અમદાવાદ-મુંબઇને સાંકળતી 30 ટ્રેન રદ કરાઇ

રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના રૂપાવટી ગામ ખાતે 27 વર્ષીય પિયુષ સાદીયા નામના વ્યક્તિનો વરસાદી પાણીમાં તણાઈ જવાના કારણે મોત નીપજ્યું છે. વરસાદને પગલે ગુજરાતના 34 સ્ટેટ, 1 નેશનલ હાઇવે બંધ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત 3 દિવસમાં અમદાવાદ-મુંબઇને સાંકળતી 30 ટ્રેન રદ કરાઇ છે. એસટી બસના 433 રૂટ અને 2081 ટ્રિપને રદ કરાયા છે. જેના કારણે તહેવારોની રજાઓમાં બહાર ફરવા જઇ રહેલાને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. હવામાન વિભાગ દ્વારા ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટા ઉદેપુર, ડાંગ, સુરત, તાપી, વડોદરા, નર્મદા, ભરૂચ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ, દીવમાં રેડ એલર્ટ જાહેર કરાયુ છે.