Arvalliના ખેડૂતોમાં ખુશીનો માહોલ, શિયાળુ પાકને લઈ સિંચાઈ માટે પાણી છોડાયું

અરવલ્લી જિલ્લામાં સિંચાઈ માટે પાણી છોડાયું હોવાની વાત સામે આવી છે,જેમાં વાત્રક જળાશયમાંથી કેનાલમાં પાણી છોડાયું છે,જેમાં ત્રીજા તબક્કાનું 130 ક્યુસેક પાણી છોડાયું અને ખેડૂતોને ફાયદો થશે તેવું ખેડૂતો જણાવી રહ્યાં છે,માલપુર અને બાયડના ખેડૂતોને થશે ફાયદો સાથે સાથે હાલમાં અરવલ્લી જિલ્લામાં ખેડૂતો ઘઉં, ચણા, જીરું, વરિયાળીના પાકનું વાવેતર કરી રહ્યાં છે,જરૂરિયાત મુજબ પાણી છોડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. માલપુરના વાત્રક જળાશયમાંથી પાણી છોડાયું અરવલ્લીના ખેડૂતોની ઘણા સમયથી માગ હતી કે શિયાળુ પાકને લઈ પાણી છોડવામાં આવે ત્યારે ખેડૂતોની આ માગ પૂર્ણ થઈ છે,ત્રીજા તબક્કાનું 130 ક્યુસેક પાણી કેનાલમાં છોડાયું છે જેમાં માલપુર અને બાયડ તાલુકાની 2500 હેક્ટર કરતા વધુ જમીનને ફાયદો થશે,ખેડૂતોના ઘઉં,ચણા, જીરું વરિયાળી અને દિવેલાના પાકમાં ફાયદો થશે તો બીજી તરફ માલપુર અને બાયડ તાલુકાના 50 થી વધુ ગામની જમીનને સિંચાઈનો લાભ મળશે અને સિંચાઈ વિભાગ દ્વારા ખેડૂતોની જરૂરિયાત મુજબ પાણી છોડતા ખેડૂતોમાં આનંદો છવાયો છે. શિયાળુ પાકને લઈ પાણી પુરવઠાના મંત્રીએ યોજી હતી બેઠક શિયાળાની સિઝન શરૂ થઈ ગઈ છે. ખેડૂતો દ્વારા શિયાળુ પાકનું વાવેતર શરૂ કરી દીધું છે ત્યારે શિયાળુ પાકમાં પાણીની ઘટ ન થાય એટલા માટે પાણી પુરવઠા વિભાગ દ્વારા પણ આયોજન કરી નાખવામાં આવ્યું છે. આ ઉપરાંત અન્ય કેટલીક બાબતોને લઈને રાજકોટ શહેરમાં આવેલા બહુમાળી ભવન ખાતે, ઉંચા વિભાગની કચેરી ખાતે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા દ્વારા બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકની અંદર કેટલાક મહત્વના નિર્ણયો પણ તેમના દ્વારા કરવામાં આવ્યા હતા.  

Arvalliના ખેડૂતોમાં ખુશીનો માહોલ, શિયાળુ પાકને લઈ સિંચાઈ માટે પાણી છોડાયું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અરવલ્લી જિલ્લામાં સિંચાઈ માટે પાણી છોડાયું હોવાની વાત સામે આવી છે,જેમાં વાત્રક જળાશયમાંથી કેનાલમાં પાણી છોડાયું છે,જેમાં ત્રીજા તબક્કાનું 130 ક્યુસેક પાણી છોડાયું અને ખેડૂતોને ફાયદો થશે તેવું ખેડૂતો જણાવી રહ્યાં છે,માલપુર અને બાયડના ખેડૂતોને થશે ફાયદો સાથે સાથે હાલમાં અરવલ્લી જિલ્લામાં ખેડૂતો ઘઉં, ચણા, જીરું, વરિયાળીના પાકનું વાવેતર કરી રહ્યાં છે,જરૂરિયાત મુજબ પાણી છોડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.

માલપુરના વાત્રક જળાશયમાંથી પાણી છોડાયું

અરવલ્લીના ખેડૂતોની ઘણા સમયથી માગ હતી કે શિયાળુ પાકને લઈ પાણી છોડવામાં આવે ત્યારે ખેડૂતોની આ માગ પૂર્ણ થઈ છે,ત્રીજા તબક્કાનું 130 ક્યુસેક પાણી કેનાલમાં છોડાયું છે જેમાં માલપુર અને બાયડ તાલુકાની 2500 હેક્ટર કરતા વધુ જમીનને ફાયદો થશે,ખેડૂતોના ઘઉં,ચણા, જીરું વરિયાળી અને દિવેલાના પાકમાં ફાયદો થશે તો બીજી તરફ માલપુર અને બાયડ તાલુકાના 50 થી વધુ ગામની જમીનને સિંચાઈનો લાભ મળશે અને સિંચાઈ વિભાગ દ્વારા ખેડૂતોની જરૂરિયાત મુજબ પાણી છોડતા ખેડૂતોમાં આનંદો છવાયો છે.

શિયાળુ પાકને લઈ પાણી પુરવઠાના મંત્રીએ યોજી હતી બેઠક

શિયાળાની સિઝન શરૂ થઈ ગઈ છે. ખેડૂતો દ્વારા શિયાળુ પાકનું વાવેતર શરૂ કરી દીધું છે ત્યારે શિયાળુ પાકમાં પાણીની ઘટ ન થાય એટલા માટે પાણી પુરવઠા વિભાગ દ્વારા પણ આયોજન કરી નાખવામાં આવ્યું છે. આ ઉપરાંત અન્ય કેટલીક બાબતોને લઈને રાજકોટ શહેરમાં આવેલા બહુમાળી ભવન ખાતે, ઉંચા વિભાગની કચેરી ખાતે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા દ્વારા બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકની અંદર કેટલાક મહત્વના નિર્ણયો પણ તેમના દ્વારા કરવામાં આવ્યા હતા.