Suratમાં નરાધમે 11 વર્ષીય સગીરાને બળજબરીથી કર્યા શારીરિક અડપલા, પોલીસે નોધ્યો ગુનો
સુરતમાં 11 વર્ષીય સગીરા સાથે નરાધમે શારીરિક અડપલા કર્યા હોવાની વાત સામે આવી છે,જેમાં ડિવોર્સી મહિલાના મિત્રએ આ વિકૃત હરકત કરી હોવાની વાત સામે આવી છે,જેમાં પોલીસે નરાધમ ગણેશ ઠાકરેની ધરપકડ કરી છે,બાળકીએ પિતાને જાણ કરતા પોલીસ ફરિયાદ નોંધાવામાં આવી છે.ગોડાદરા પોલીસે વધુ કાર્યવાહી હાથધરી છે. 11 વર્ષીય સગીરા સાથે અડપલા સુરતના ગોડાદરા વિસ્તારમાં 11 વર્ષીય સગીરા સાથે અડપલા થવાની ઘટના બની છે,જેમાં સગીરા સાથે કપડા ઉતારીને અડપલા કર્યા હોવાની વાત સામે આવી છે,જેમાં પોલીસે 26 વર્ષીય ગણેશ ઠાકરેની ધરપકડ કરી છે,પોલીસની તપાસમાં સામે આવ્યું કે,આરોપી તેની ડિવોર્સી મહિલા મિત્રને મળવા આવ્યો હતો અને તે દરમિયાન સગીરા સાથે તેનો ભેટો થાય છે અને રૂમમાં લઈ જઈને તે અડપલા કરે છે,ત્યારે સગીરાએ તેના પિતાને આ વાતની જાણ કરી અને પોલીસે ફરિયાદ નોંધી. ગોડાદરા પોલીસે વધુ તપાસ હાથધરી છે ગોડાદરા પોલીસે ગુનો નોંધી આરોપીની પૂછપરછ કરી છે,આરોપી વિૃકત મગજનો હોવાની વાત સામે આવી છે,ત્યારે બાળકી સાથે દુષ્કર્મ થતા રહી ગયું છે,જો બાળકી ત્યાંથી નીકળી ના હોત તો આરોપી દુષ્કર્મ પણ કરવાના પ્રયત્નમાં હતો,જો કે ગણતરીના કલાકોમાં જ આરોપી સુધી પોલીસ પહોંચી છે અને તેની ધરપકડ કરી છે,આરોપીએ અગાઉ પણ કોઈ છોકરી સાથે આવું કર્યુ નથી ને તે દિશામાં તપાસ હાથધરી છે.
![Suratમાં નરાધમે 11 વર્ષીય સગીરાને બળજબરીથી કર્યા શારીરિક અડપલા, પોલીસે નોધ્યો ગુનો](https://epapercdn.sandesh.com/images/2025/02/08/3r2NqgAnUaDtvPyXkkaadO8Zg8sksMKhbLZOElmt.jpg?#)
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરતમાં 11 વર્ષીય સગીરા સાથે નરાધમે શારીરિક અડપલા કર્યા હોવાની વાત સામે આવી છે,જેમાં ડિવોર્સી મહિલાના મિત્રએ આ વિકૃત હરકત કરી હોવાની વાત સામે આવી છે,જેમાં પોલીસે નરાધમ ગણેશ ઠાકરેની ધરપકડ કરી છે,બાળકીએ પિતાને જાણ કરતા પોલીસ ફરિયાદ નોંધાવામાં આવી છે.ગોડાદરા પોલીસે વધુ કાર્યવાહી હાથધરી છે.
11 વર્ષીય સગીરા સાથે અડપલા
સુરતના ગોડાદરા વિસ્તારમાં 11 વર્ષીય સગીરા સાથે અડપલા થવાની ઘટના બની છે,જેમાં સગીરા સાથે કપડા ઉતારીને અડપલા કર્યા હોવાની વાત સામે આવી છે,જેમાં પોલીસે 26 વર્ષીય ગણેશ ઠાકરેની ધરપકડ કરી છે,પોલીસની તપાસમાં સામે આવ્યું કે,આરોપી તેની ડિવોર્સી મહિલા મિત્રને મળવા આવ્યો હતો અને તે દરમિયાન સગીરા સાથે તેનો ભેટો થાય છે અને રૂમમાં લઈ જઈને તે અડપલા કરે છે,ત્યારે સગીરાએ તેના પિતાને આ વાતની જાણ કરી અને પોલીસે ફરિયાદ નોંધી.
ગોડાદરા પોલીસે વધુ તપાસ હાથધરી છે
ગોડાદરા પોલીસે ગુનો નોંધી આરોપીની પૂછપરછ કરી છે,આરોપી વિૃકત મગજનો હોવાની વાત સામે આવી છે,ત્યારે બાળકી સાથે દુષ્કર્મ થતા રહી ગયું છે,જો બાળકી ત્યાંથી નીકળી ના હોત તો આરોપી દુષ્કર્મ પણ કરવાના પ્રયત્નમાં હતો,જો કે ગણતરીના કલાકોમાં જ આરોપી સુધી પોલીસ પહોંચી છે અને તેની ધરપકડ કરી છે,આરોપીએ અગાઉ પણ કોઈ છોકરી સાથે આવું કર્યુ નથી ને તે દિશામાં તપાસ હાથધરી છે.