Rajkot Policeસે અચાનક દેશી દારૂના અડ્ડા પર દરોડા પાડતા બુટલેગરો ગભરાયા

રાજકોટમાં દેશી દારૂના અડ્ડા ઉપર પોલીસની મોટી કાર્યવાહીએકાએક દરોડા પાડતા દેશી દારૂના ધંધાર્થીઓમાં ફફડાટ ફેલાયો શહેરમાં દારૂ પી દંગલ કરતા નશેડીઓના વીડિયો વાયરલ બાદ કાર્યવાહી રાજકોટમાં નશાની હાલતમાં યુવતીએ કરેલા ખેલ અને દારૂ પી જાહેરમાં પાનની દુકાનમાં દારૂની બોટલ લઈને ખુલ્લેઆમ દારૂ પી રહેલા એક વ્યકિતનો વીડિયો વાયરલ થતા જ પોલીસ એક્શન મોડમાં આવી છે.શુક્રવારે સવારે 5:00 વાગ્યાથી શહેરના તમામ પોલીસ મથક હેઠળ આવતા દારૂના ધંધા માટે કુખ્યાત ગણાતા થોરાળા વિસ્તાર જંગલેશ્વર વિસ્તાર કુબલીયા પરા વિસ્તાર રૈયાયધાર વિસ્તાર સહિતના સ્થળે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસની કામગીરી પર શંકા એકાએક શહેર પોલીસ દારૂના ધંધાર્થીઓ ઉપર કેમ તૂટી પડી તેને લઈને અનેક સવાલ ઉઠયા છે ગુજરાતમાં દારૂ બંદી છે અને ખુલ્લે આમ દારૂ પિતા અને નશાની હાલતમાં ડમ ડમ હાલતમાં નિકળતા પ્યાસીને લઈને પોલીસની કામગીરી સામે સવાલ ઉઠવા સાથે કોંગ્રેસે પણ સવાલ ઉઠાવ્યા છે અને પોલીસની કામગીરી પર શંકા ઉભી થઈ છે,કોંગ્રેસનો આક્ષેપ છે કે,પોલીસના નાક નીચે જ દારૂનું વેચાણ કરવામાં આવે છે.અને પોલીસ હપ્તા લેતી હોવાનો આક્ષેપ લાગ્યો છે. ભાજપે મૌન સેવ્યું જોકે કોંગ્રેસ ના સવાલ અંગે ભાજપે આ મામલે કઈ પણ બોલવાની ના પાડી મૌન સેવી લીધું છે,થોડાક દિવસ પહેલા એક વીડિયો વાયરલ થયો હતો જેમા એક વ્યકિત દારૂ પીને ધમાલ મચાવી રહ્યો હતો.પોલીસે તે વ્યકિત સામે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી,ત્યારે આજે વહેલી સવારે પોલીસે રાજકોટમાં અલગ-અલગ જગ્યાએ દારૂને લઈ દરોડા પાડયા હતા અને કાર્યવાહી કરી હતી. શું પોલીસ અજાણ હતી દારૂને લઈ? પોલીસ ધારે એ કરી શકે છે કેમકે પોલીસને ખાસ સત્તા અપાઈ છે,આટલા મોટા શહેરમાં કયા અને કોણ દારૂનું વેચાણ કરતું હશે તે પોલીસને નહી ખબર હોય ? શું વીડિયો વાયરલ થયા બાદ જ પોલીસ કાર્યવાહી કરે છે તે પણ સંદેશ ન્યૂઝનો સવાલ છે,પોલીસ આવા બુટલેગરો સામે કાર્યવાહી કરી તેની સામે કડક પગલા લે તે જરૂરી બન્યું છે,જો પોલીસ દારૂનુ વેચાણ અને દારૂ પીતા લોકોને અટકાવશે તો કેટલાય પરીવાર બચી શકશે અને લોકોના આશીર્વાદ મળશે.

Rajkot Policeસે અચાનક દેશી દારૂના અડ્ડા પર દરોડા પાડતા બુટલેગરો ગભરાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રાજકોટમાં દેશી દારૂના અડ્ડા ઉપર પોલીસની મોટી કાર્યવાહી
  • એકાએક દરોડા પાડતા દેશી દારૂના ધંધાર્થીઓમાં ફફડાટ ફેલાયો
  • શહેરમાં દારૂ પી દંગલ કરતા નશેડીઓના વીડિયો વાયરલ બાદ કાર્યવાહી
રાજકોટમાં નશાની હાલતમાં યુવતીએ કરેલા ખેલ અને દારૂ પી જાહેરમાં પાનની દુકાનમાં દારૂની બોટલ લઈને ખુલ્લેઆમ દારૂ પી રહેલા એક વ્યકિતનો વીડિયો વાયરલ થતા જ પોલીસ એક્શન મોડમાં આવી છે.શુક્રવારે સવારે 5:00 વાગ્યાથી શહેરના તમામ પોલીસ મથક હેઠળ આવતા દારૂના ધંધા માટે કુખ્યાત ગણાતા થોરાળા વિસ્તાર જંગલેશ્વર વિસ્તાર કુબલીયા પરા વિસ્તાર રૈયાયધાર વિસ્તાર સહિતના સ્થળે પોલીસે દરોડા પાડ્યા હતા.

પોલીસની કામગીરી પર શંકા
એકાએક શહેર પોલીસ દારૂના ધંધાર્થીઓ ઉપર કેમ તૂટી પડી તેને લઈને અનેક સવાલ ઉઠયા છે ગુજરાતમાં દારૂ બંદી છે અને ખુલ્લે આમ દારૂ પિતા અને નશાની હાલતમાં ડમ ડમ હાલતમાં નિકળતા પ્યાસીને લઈને પોલીસની કામગીરી સામે સવાલ ઉઠવા સાથે કોંગ્રેસે પણ સવાલ ઉઠાવ્યા છે અને પોલીસની કામગીરી પર શંકા ઉભી થઈ છે,કોંગ્રેસનો આક્ષેપ છે કે,પોલીસના નાક નીચે જ દારૂનું વેચાણ કરવામાં આવે છે.અને પોલીસ હપ્તા લેતી હોવાનો આક્ષેપ લાગ્યો છે.

ભાજપે મૌન સેવ્યું
જોકે કોંગ્રેસ ના સવાલ અંગે ભાજપે આ મામલે કઈ પણ બોલવાની ના પાડી મૌન સેવી લીધું છે,થોડાક દિવસ પહેલા એક વીડિયો વાયરલ થયો હતો જેમા એક વ્યકિત દારૂ પીને ધમાલ મચાવી રહ્યો હતો.પોલીસે તે વ્યકિત સામે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી,ત્યારે આજે વહેલી સવારે પોલીસે રાજકોટમાં અલગ-અલગ જગ્યાએ દારૂને લઈ દરોડા પાડયા હતા અને કાર્યવાહી કરી હતી.

શું પોલીસ અજાણ હતી દારૂને લઈ?
પોલીસ ધારે એ કરી શકે છે કેમકે પોલીસને ખાસ સત્તા અપાઈ છે,આટલા મોટા શહેરમાં કયા અને કોણ દારૂનું વેચાણ કરતું હશે તે પોલીસને નહી ખબર હોય ? શું વીડિયો વાયરલ થયા બાદ જ પોલીસ કાર્યવાહી કરે છે તે પણ સંદેશ ન્યૂઝનો સવાલ છે,પોલીસ આવા બુટલેગરો સામે કાર્યવાહી કરી તેની સામે કડક પગલા લે તે જરૂરી બન્યું છે,જો પોલીસ દારૂનુ વેચાણ અને દારૂ પીતા લોકોને અટકાવશે તો કેટલાય પરીવાર બચી શકશે અને લોકોના આશીર્વાદ મળશે.