Rajkot News : રાજકોટના સમુહ લગ્નમાંથી આયોજકો ફરાર, સંદેશની મધ્યસ્થીથી ફેરા લેવાયા

Feb 22, 2025 - 12:00
Rajkot News : રાજકોટના સમુહ લગ્નમાંથી આયોજકો ફરાર, સંદેશની મધ્યસ્થીથી ફેરા લેવાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજકોટમાં સમૂહ લગ્નના નફ્ફટ આયોજકો ફરાર થઈ ગયા છે,ત્યારે સંદેશ ન્યૂઝના મધ્યસ્થીથી રાજકોટ પોલીસ મધ્યસ્થી બની અને ગણતરીના કલાકોમાં મંડપમાં લગ્ન શરૂ થઈ જતા સૌ કોઈની આંખોમાં હરખના આંસુ જોવા મળ્યા હતા,ગરીબ મા-બાપ હવે તેમની દિકરીને કરિયાવર આપશે અને વિદાય આપશે.વિસ્તારના ડીસીપી સાહેબની મદદથી દીકરીઓ જશે સાસરે.ડીસીપીએ લગ્ન કરાવવાની આપી હતી બાંહેધરી તો બીજી તરફ સંદેશ ન્યૂઝ ડિજિટલની ટીમે પણ રાજકોટ પોલીસ કમિશનરને ફોન કરી જાણ કરી હતી અને સમગ્ર ઘટનામાં પોલીસે જવાબદારી લીધી અને લગ્નની થઈ શરૂઆત

સંદેશ ન્યૂઝની ટીમ પહોંચી આયોજકના ઘરે

સમગ્ર ઘટનામાં આયોજક દિલીપ વરસડાના ઘરે પહોંચ્યું સંદેશ ન્યૂઝ તો હેડગેવાર ટાઉનશિપમાં આવેલું છે દિલીપ વરસડાનું ઘર અને ત્યાં પણ તાળુ લટકેલી હાલતમાં જોવા મળ્યું હતુ,લગ્નના સપડા દેખાડીને આયોજકો ફરાર થયા હતા.ઠગ આરોપીઓને ઝડપવા માટે પોલીસે પણ અલગ-અલગ ટીમો બનાવી છે અને ગુનો નોંધાશે તે પણ નક્કી છે,ત્યારે લગ્નમાં પહોંચેલા સૌ કોઈના મોઢે એક જ સુર સામે આવે છે કે આ નફફ્ટ આયોજકો સામે પગલા ભરો.

28 વરઘોડીયાઓના લગ્ન શરૂ થયા

રાજકોટમાં સમૂહ લગ્ન અટકયા હતા પરંતુ પોલીસે જવાબદારી લેતા ફરીથી લગ્ન શરૂ થયા હતા,મોટાભાગના લોકો લગ્ન સ્થળેથી પરત ફર્યા હતા અને પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો સાથે-સાથે વર અને કન્યા પક્ષ પાસેથી રૂ.15 - 15 હજાર વસૂલ્યા હોવાનો પણ આક્ષેપ લગાવ્યો છે,કેશોદ, તાલાલા, રાજકોટથી લોકો લગ્ન કરવા માટે આવ્યા હતા,ઠગ બાજોએ લોકોને વિશ્વાસ અપાવવા માત્ર મંડપ બાંધ્યો હતો અને ગણેશ સ્થાપનની પણ વ્યવસ્થા કરાઇ ન હતી,તો બીજી વાત એ પણ સામે આવી છે કે ગઇકાલે રાખેલો લોક ડાયરો પણ રદ્દ કર્યો હતો.

ગત વર્ષે પણ સમૂહ લગ્ન રાખી કરી હતી છેતરપિંડી

મહત્વની વાત તો એ પણ સામે આવી છે કે ગત વર્ષે પણ સમૂહ લગ્ન કરી છેતરપિંડી કરવામાં આવી હોવાની વાત સામે આવી છે,કન્યાઓને કરિયાવર ન આપી છેતરપિંડી કરી હતી,આયોજક દીપક હિરાણી, ચંદ્રેશ છત્રોલા,દિલીપ ગોહિલ, હાર્દિક શીશાંગિયા ફરાર થયા હતા,આયોજક મનિષ વિઠલાપરા, દિલીપ વરસડા પણ ફરાર છે,તો સંદેશ ન્યૂઝે સાંસદ, ધારાસભ્યો, પૂર્વ મુખ્યમંત્રી સુધી પહોંચાડી વાત,લગ્ન સુખ શાંતિથી શરૂ થયા છે અને લોકોને રાહત થઈ છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0