Rajkot Civilમાં ફાયર સિસ્ટમની જાળવણનીને લઈ કરોડાના કૌભાંડની આશંકા !

કોન્ટ્રાક્ટમાં માલિક તરીકે સિવિલ સર્જનનું નામ વાર્ષિક રૂ. 1.82 લાખમાં મેન્ટેનન્સનો કોન્ટ્રાક્ટ અપાયો તેની સામે 21 લાખ રૂપિયાનો ખર્ચ બતાવવામાં આવ્યો રાજકોટ સિવિલ હોસ્પિટલ અવારનવાર કોઈને કોઈ વિવાદમાં ઘેરાયેલી રહેતી હોય છે. ત્યારે વધુ એકવાર વિવાદ સામે આવ્યો છે. જેમાં સિવિલ હોસ્પિટલનાં ફાયર સેફટી કોન્ટ્રાકટમાં માલિક તરીકે સિવિલ અધિક્ષક ડો. આર. એસ. ત્રિવેદીનું નામ લખાયું હોવાનું RTIમાં સામે આવતા અનેક સવાલો ઉઠયા છે. જોકે આ અંગે સિવિલ અધિક્ષક ડો. ત્રિવેદીએ આ કોર્પોરેશનનાં ફાયર વિભાગની ભૂલ હોવાનો બચાવ કર્યો હતો. તેમજ આ ભૂલ બે-ત્રણ દિવસમાં સુધારી લેવાની ખાતરી આપી હતી. જોકે ફાયર સેફટીનાં મેન્ટેનન્સ માટે થતાં તોતિંગ ખર્ચ અંગે માહિતી આપવાનું ટાળ્યું હતું. શું છે સમગ્ર મામલો સિવિલ હોસ્પિટલ ખાતે લોકોની સલામતી ખાતર નિયમ મુજબ ફાયર સેફટીનાં સાધનો મુકવામાં આવ્યા છે. જેના મેન્ટેનન્સ માટેના ખર્ચ અંગેની માહિતી માટે એક RTIમાં મંગાયેલી વિગતોમાં ફાયર સેફ્ટીના કોન્ટ્રાક્ટની પેઢી સાથે સિવિલ સર્જનનું નામ કાગળ ઉપર બોલે છે. એક સરકારી અધિકારીના હોદ્દાને બદલે તેમનું નામ કોન્ટ્રાકટ ઉપર જોવા મળતા સિવિલ હોસ્પિટલમાં અનેક ચર્ચાઓ ઉઠી છે. તેમજ આ ફાયર સેફ્ટીના છેલ્લા વર્ષોના હિસાબો તટસ્થ એજન્સી પ્રમાણિકતાથી કરે તો મોટું કૌભાંડ સામે આવવાની પણ શક્યતા વ્યકત કરવામાં આવી રહી છે. વાર્ષિક 1.82 લાખનો મેન્ટેનન્સનો કોન્ટ્રાક્ટ સિવિલ હોસ્પિટલમાં અલગ-અલગ 14 જેટલા બિલ્ડીંગ આવેલા છે. સરકારના નિયમ અનુસાર તમામ વિભાગમાં ફાયર સેફ્ટીના સાધનો મુકવામાં આવ્યા છે. જાળવણી માટે વાર્ષિક રૂપિયા 1.82 લાખમાં મેન્ટેનન્સનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. વર્ષ 2018માં આ કોન્ટ્રાક્ટ માત્ર એક કંપનીને આપવામાં આવ્યો હતો. પછી હોસ્પિટલના સતાવાળાઓ દ્વારા રિન્યુ કરવામાં આવ્યો છે. RTIમાં દર્શાવવામાં આવેલી વિગત મુજબ ફાયરનાં સાધનોની ચકાસણી-જાળવણી માટે જે.પી. ભવાની મેનેજમેન્ટ & વિશ્વાસ ગ્રુપ ઓફ કંપની રાધે શ્યામ ત્રિવેદીને કોન્ટ્રાક્ટ હોસ્પિટલમાં આવેલા PMSSY બિલ્ડીંગનો આપવામાં આવ્યો છે. આ કોન્ટ્રાક્ટ (રિન્યુ) તારીખ 5મી નવેમ્બર 2022થી 4થી નવેમ્બર 2024 સુધીનો છે. 14 વિભાગમાં એક જ કંપનીને કોન્ટ્રાકટ આવી જ રીતે મેન્ટલ વોર્ડ નં. 7, 10, 11માં જે.પી. ભવાની મેનેજમેન્ટ, કે.ટી. ચિલ્ડ્રન હોસ્પિટલમાં જે.પી. ભવાની & વિશ્વાસ ગ્રુપ ઓફ કંપની, રિતેશ જીતેન્દ્ર ત્રિવેદી ફાયર સિસ્ટમ મનેજમેન્ટ, જી.ટી.શેઠ આઈ હોસ્પિટલમાં જે. પી. ભવાની & વિશ્વાસ ગ્રુપ ઓફ કંપની રિતેશ જીતેન્દ્ર ત્રિવેદી ફાયર સિસ્ટમ મનેજમેન્ટ, કિડની યુનિટ ઉપરાંત ICCU, ટ્રોમાં સેન્ટર, ઈમરજન્સી વિભાગ સહિતના 14 વિભાગમાં એક જ કંપનીને વાર્ષિક 1.82 લાખ લેખે કોન્ટ્રાકટ આપવામાં આવ્યો હતો. આ વાર્ષિક કોન્ટ્રક્ટમાં ફાયર સાધનોની ચકાસણી અને રિફિલ કરવા સહિતની જવાબદારી સામેલ છે. આચારસંહિતા બાદ વિગતો જાહેર થશે વધુમાં તેમણે જણાવ્યું હતું કે, સમગ્ર મામલે ફાયરનાં અધિકારીઓ સાથે વાત થઈ છે અને મારૂ નામ કાઢીને સિવિલ અધિક્ષક હોદ્દો લખવા જણાવાયું છે. આગામી બે-ત્રણ દિવસમાં નામની સાથે હોદ્દો આવી જશે. જોકે ફાયર સેફટીનાં મેન્ટેનન્સ માટે થતા ખર્ચની હાલ કોઈપણ વિગત પોતાની પાસે નહીં હોવાનું તેમણે જણાવ્યું હતું. તેમજ આચારસંહિતા બાદ આ વિગતો જાહેર કરવામાં આવનાર હોવાનું કહ્યું હતું. સાથે સરકારના PIU વિભાગ હેઠળ આખા રાજ્યની તમામ હોસ્પિટલનાં ફાયર NOC લેવાની કામગીરી અંગે વિચારણા કરવામાં આવી રહી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. શરતચુકથી નામ લખાય ગયું હોવાનો ખુલાસો ગેરરીતિ અંગે ખુલાસો કરતા તેમણે જણાવ્યું હતું કે, આ હોસ્પિટલના ફાયર સાધનોની ચકાસણી કરવામાં આવ્યા બાદ તેના બીલની મંજરી માટે 10 સભ્યોની સહમતિ લેવામાં આવતી હોય છે. જેમાં કમિટીમાં ત્રણ પ્રોફેસર, હિસાબી અધિકારી, વહિવટી અધિકારી, આર.એમ.ઓ, મેડીકલ ઓફિસર, તબીબી અધિક્ષક સહિતનો સમાવેશ થાય છે. જેમાં સૌથી છેલ્લે બિલ મારી પાસે આવે છે. તો ગેરરીતિનો કોઈ સવાલ રહેતો નથી. માત્ર હોદ્દાની સાથે નામ લખવું જોઈએ તેના બદલે શરતચુકથી માત્ર મારું નામ લખાઈ ગયું છે અને તે ભૂલ સુધારવા માટેની જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે.

Rajkot Civilમાં ફાયર સિસ્ટમની જાળવણનીને લઈ કરોડાના કૌભાંડની આશંકા !

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • કોન્ટ્રાક્ટમાં માલિક તરીકે સિવિલ સર્જનનું નામ
  • વાર્ષિક રૂ. 1.82 લાખમાં મેન્ટેનન્સનો કોન્ટ્રાક્ટ અપાયો
  • તેની સામે 21 લાખ રૂપિયાનો ખર્ચ બતાવવામાં આવ્યો

રાજકોટ સિવિલ હોસ્પિટલ અવારનવાર કોઈને કોઈ વિવાદમાં ઘેરાયેલી રહેતી હોય છે. ત્યારે વધુ એકવાર વિવાદ સામે આવ્યો છે. જેમાં સિવિલ હોસ્પિટલનાં ફાયર સેફટી કોન્ટ્રાકટમાં માલિક તરીકે સિવિલ અધિક્ષક ડો. આર. એસ. ત્રિવેદીનું નામ લખાયું હોવાનું RTIમાં સામે આવતા અનેક સવાલો ઉઠયા છે. જોકે આ અંગે સિવિલ અધિક્ષક ડો. ત્રિવેદીએ આ કોર્પોરેશનનાં ફાયર વિભાગની ભૂલ હોવાનો બચાવ કર્યો હતો. તેમજ આ ભૂલ બે-ત્રણ દિવસમાં સુધારી લેવાની ખાતરી આપી હતી. જોકે ફાયર સેફટીનાં મેન્ટેનન્સ માટે થતાં તોતિંગ ખર્ચ અંગે માહિતી આપવાનું ટાળ્યું હતું.

શું છે સમગ્ર મામલો

સિવિલ હોસ્પિટલ ખાતે લોકોની સલામતી ખાતર નિયમ મુજબ ફાયર સેફટીનાં સાધનો મુકવામાં આવ્યા છે. જેના મેન્ટેનન્સ માટેના ખર્ચ અંગેની માહિતી માટે એક RTIમાં મંગાયેલી વિગતોમાં ફાયર સેફ્ટીના કોન્ટ્રાક્ટની પેઢી સાથે સિવિલ સર્જનનું નામ કાગળ ઉપર બોલે છે. એક સરકારી અધિકારીના હોદ્દાને બદલે તેમનું નામ કોન્ટ્રાકટ ઉપર જોવા મળતા સિવિલ હોસ્પિટલમાં અનેક ચર્ચાઓ ઉઠી છે. તેમજ આ ફાયર સેફ્ટીના છેલ્લા વર્ષોના હિસાબો તટસ્થ એજન્સી પ્રમાણિકતાથી કરે તો મોટું કૌભાંડ સામે આવવાની પણ શક્યતા વ્યકત કરવામાં આવી રહી છે.

વાર્ષિક 1.82 લાખનો મેન્ટેનન્સનો કોન્ટ્રાક્ટ

સિવિલ હોસ્પિટલમાં અલગ-અલગ 14 જેટલા બિલ્ડીંગ આવેલા છે. સરકારના નિયમ અનુસાર તમામ વિભાગમાં ફાયર સેફ્ટીના સાધનો મુકવામાં આવ્યા છે. જાળવણી માટે વાર્ષિક રૂપિયા 1.82 લાખમાં મેન્ટેનન્સનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. વર્ષ 2018માં આ કોન્ટ્રાક્ટ માત્ર એક કંપનીને આપવામાં આવ્યો હતો. પછી હોસ્પિટલના સતાવાળાઓ દ્વારા રિન્યુ કરવામાં આવ્યો છે. RTIમાં દર્શાવવામાં આવેલી વિગત મુજબ ફાયરનાં સાધનોની ચકાસણી-જાળવણી માટે જે.પી. ભવાની મેનેજમેન્ટ & વિશ્વાસ ગ્રુપ ઓફ કંપની રાધે શ્યામ ત્રિવેદીને કોન્ટ્રાક્ટ હોસ્પિટલમાં આવેલા PMSSY બિલ્ડીંગનો આપવામાં આવ્યો છે. આ કોન્ટ્રાક્ટ (રિન્યુ) તારીખ 5મી નવેમ્બર 2022થી 4થી નવેમ્બર 2024 સુધીનો છે.


14 વિભાગમાં એક જ કંપનીને કોન્ટ્રાકટ

આવી જ રીતે મેન્ટલ વોર્ડ નં. 7, 10, 11માં જે.પી. ભવાની મેનેજમેન્ટ, કે.ટી. ચિલ્ડ્રન હોસ્પિટલમાં જે.પી. ભવાની & વિશ્વાસ ગ્રુપ ઓફ કંપની, રિતેશ જીતેન્દ્ર ત્રિવેદી ફાયર સિસ્ટમ મનેજમેન્ટ, જી.ટી.શેઠ આઈ હોસ્પિટલમાં જે. પી. ભવાની & વિશ્વાસ ગ્રુપ ઓફ કંપની રિતેશ જીતેન્દ્ર ત્રિવેદી ફાયર સિસ્ટમ મનેજમેન્ટ, કિડની યુનિટ ઉપરાંત ICCU, ટ્રોમાં સેન્ટર, ઈમરજન્સી વિભાગ સહિતના 14 વિભાગમાં એક જ કંપનીને વાર્ષિક 1.82 લાખ લેખે કોન્ટ્રાકટ આપવામાં આવ્યો હતો. આ વાર્ષિક કોન્ટ્રક્ટમાં ફાયર સાધનોની ચકાસણી અને રિફિલ કરવા સહિતની જવાબદારી સામેલ છે.

આચારસંહિતા બાદ વિગતો જાહેર થશે

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, સમગ્ર મામલે ફાયરનાં અધિકારીઓ સાથે વાત થઈ છે અને મારૂ નામ કાઢીને સિવિલ અધિક્ષક હોદ્દો લખવા જણાવાયું છે. આગામી બે-ત્રણ દિવસમાં નામની સાથે હોદ્દો આવી જશે. જોકે ફાયર સેફટીનાં મેન્ટેનન્સ માટે થતા ખર્ચની હાલ કોઈપણ વિગત પોતાની પાસે નહીં હોવાનું તેમણે જણાવ્યું હતું. તેમજ આચારસંહિતા બાદ આ વિગતો જાહેર કરવામાં આવનાર હોવાનું કહ્યું હતું. સાથે સરકારના PIU વિભાગ હેઠળ આખા રાજ્યની તમામ હોસ્પિટલનાં ફાયર NOC લેવાની કામગીરી અંગે વિચારણા કરવામાં આવી રહી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

શરતચુકથી નામ લખાય ગયું હોવાનો ખુલાસો

ગેરરીતિ અંગે ખુલાસો કરતા તેમણે જણાવ્યું હતું કે, આ હોસ્પિટલના ફાયર સાધનોની ચકાસણી કરવામાં આવ્યા બાદ તેના બીલની મંજરી માટે 10 સભ્યોની સહમતિ લેવામાં આવતી હોય છે. જેમાં કમિટીમાં ત્રણ પ્રોફેસર, હિસાબી અધિકારી, વહિવટી અધિકારી, આર.એમ.ઓ, મેડીકલ ઓફિસર, તબીબી અધિક્ષક સહિતનો સમાવેશ થાય છે. જેમાં સૌથી છેલ્લે બિલ મારી પાસે આવે છે. તો ગેરરીતિનો કોઈ સવાલ રહેતો નથી. માત્ર હોદ્દાની સાથે નામ લખવું જોઈએ તેના બદલે શરતચુકથી માત્ર મારું નામ લખાઈ ગયું છે અને તે ભૂલ સુધારવા માટેની જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે.