Rajkot: માધાપર ચોકડી બસ સ્ટેન્ડ અસામાજિક તત્વોનો અડ્ડો બન્યું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજકોટ જામનગર રોડ પાસે માધાપર ચોકડી નજીક આવેલું એસટી બસ સ્ટેન્ડ છેલ્લા ઘણા સમયથી બંધ હાલતમાં ખંડેર હાલતમાં પડ્યું છે. જ્યાં હવે અસામાજિક તત્વોએ પોતાનો અડ્ડો જમાવ્યો હોય તેમ બસ સ્ટેન્ડના બાથરૂમમાં દારૂની કોથળીઓ મળી આવી હતી.
એસટીના અધિકારીઓને લેખિતમાં રજૂઆત કરવામાં આવી
આ અંગે એસટી મુસાફર સહિત રક્ષક સમિતિ દ્વારા એસટીના અધિકારીઓને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. છેલ્લા ઘણા સમયથી બંધ હાલતમાં રહેલા બસ સ્ટોપ પર આવારા તત્વો ગેરકાયદે પ્રવૃત્તિઓ કરતા હોવાની ફરિયાદો ઉઠી હતી. ત્યારે ઉલ્લેખનીય છે કે લોકોથી ભરચક વિસ્તાર એવા માધાપર ચોકડી પાસેના બસ સ્ટોપમાં આવી પ્રવૃત્તિઓ થવા છતાં તંત્રનું ધ્યાન પડતું ન હોવાથી સત્તાધીશોને ફરિયાદ કરવામાં આવી છે.
બસ સ્ટેશન પર 24 કલાક માટે એક સિક્યુરિટી ગાર્ડ મુકાશે
ત્યારબાદ રાજકોટ એસટી ડિવિઝનના નિયામક જે.બી.કરોતરાએ કહ્યું હતું કે ટૂંક સમયમાં માધાપર બસ સ્ટેશન પર 24 કલાક માટે એક સિક્યુરિટી ગાર્ડ મૂકવામાં આવશે, તેમજ બાજુમાં આવેલી કેન્ટીન પણ ચાલુ કરી દેવામાં આવશે. જેના કારણે લોકોની અવર જવર પણ શરૂ થઈ શકે છે.
What's Your Reaction?






