Rajkot: ત્રણ ફાયર ઓફિસર જેલમાં, ઈન્ચાર્જ બનેલા વર્ગ 3ના કર્મીએ રાજીનામું ધર્યું

અગ્નિકાંડ બાદ રાજકોટ ફાયર બ્રિગેડમાં કોઈ કામ કરવા તૈયાર નથી. ત્રણ અધિકારી જેલમાં છે ત્યારે ઈન્ચાર્જ સી.એફ.ઓ. તરીકે નિયુક્ત થયેલા વર્ગ 3ના કર્મચારી અમિત દવેએ પણ દોઢ માસમાં રાજીનામું ધરી દીધું છે. તેમણે અગાઉ ચાર્જ છોડવા માટે કમિશનરને રજૂઆત કરેલી પણ તેનો પ્રત્યુતર નહિ મળતા હવે રાજીનામું ધરી દીધું હતું.તેમણે આરોગ્ય અને પરિવારની જવાબદારીનું કારણ આપી નોકરી છોડી રહ્યાનું જણાવ્યું હતુ.ગત મે માસમાં સર્જાયએલા ટી.આર.પી. ગેમઝોનના અગ્નિકાંડ બાદ રાજકોટ ફાયર ડિપાર્ટમેન્ટની આબરૂ દાવ ઉપર લાગી ગઈ છે. આખા સૌરાષ્ટ્રમાં સૌથી શ્રોષ્ઠ ઘણાતા આ ડિપાર્ટમેન્ટના સુકાની બનવા હવે કોઈ તૈયાર નથી. ઈલેશ ખેર ચીફ ફાયર ઓફિસર હતા અને તે હાલ અગ્નિકાંડના કારણે જેલ હવાલેછે. તેમના ઈન્ચાર્જ બનેલા બી.જે. ઠેબા પણ અપ્રમાણસરની મિલકતના કેસમાં જેલ હવાલે થયા હતા. બાદમાં જેમને ચાર્જ સોંપાયો હતો. તે કચ્છ જિલ્લાના ફાયર ઓફિસર મારૂ પણ લાંચ કેસમાં જેલમાં ગયા છે. કોઈ ચાર્જ સંભાળવા તૈયાર નહિ થતા દોઢ માસ પહેલા અમિત દવેને ફાયર ઓફિસર બનાવીને ચાર્જ આપવામા આવ્યો હતો. તેમણે હવે રાજીનામું આપી નોટિસ પિરીયડ ઉપર હોવાનું જણાવી દીધું છે. હાલ ફાયર એન.ઓ.સી.ની કામગીરી અગત્યની છે અને તેની અરજીઓ મનપા પાસેપડી છે તેનો નિકાલ થાય તે પહેલા જ ફાયર ઓફિસરે રાજીનામુ ધર્યું છે.

Rajkot: ત્રણ ફાયર ઓફિસર જેલમાં, ઈન્ચાર્જ બનેલા વર્ગ 3ના કર્મીએ રાજીનામું ધર્યું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અગ્નિકાંડ બાદ રાજકોટ ફાયર બ્રિગેડમાં કોઈ કામ કરવા તૈયાર નથી. ત્રણ અધિકારી જેલમાં છે ત્યારે ઈન્ચાર્જ સી.એફ.ઓ. તરીકે નિયુક્ત થયેલા વર્ગ 3ના કર્મચારી અમિત દવેએ પણ દોઢ માસમાં રાજીનામું ધરી દીધું છે. તેમણે અગાઉ ચાર્જ છોડવા માટે કમિશનરને રજૂઆત કરેલી પણ તેનો પ્રત્યુતર નહિ મળતા હવે રાજીનામું ધરી દીધું હતું.

તેમણે આરોગ્ય અને પરિવારની જવાબદારીનું કારણ આપી નોકરી છોડી રહ્યાનું જણાવ્યું હતુ.ગત મે માસમાં સર્જાયએલા ટી.આર.પી. ગેમઝોનના અગ્નિકાંડ બાદ રાજકોટ ફાયર ડિપાર્ટમેન્ટની આબરૂ દાવ ઉપર લાગી ગઈ છે. આખા સૌરાષ્ટ્રમાં સૌથી શ્રોષ્ઠ ઘણાતા આ ડિપાર્ટમેન્ટના સુકાની બનવા હવે કોઈ તૈયાર નથી. ઈલેશ ખેર ચીફ ફાયર ઓફિસર હતા અને તે હાલ અગ્નિકાંડના કારણે જેલ હવાલેછે. તેમના ઈન્ચાર્જ બનેલા બી.જે. ઠેબા પણ અપ્રમાણસરની મિલકતના કેસમાં જેલ હવાલે થયા હતા. બાદમાં જેમને ચાર્જ સોંપાયો હતો. તે કચ્છ જિલ્લાના ફાયર ઓફિસર મારૂ પણ લાંચ કેસમાં જેલમાં ગયા છે. કોઈ ચાર્જ સંભાળવા તૈયાર નહિ થતા દોઢ માસ પહેલા અમિત દવેને ફાયર ઓફિસર બનાવીને ચાર્જ આપવામા આવ્યો હતો. તેમણે હવે રાજીનામું આપી નોટિસ પિરીયડ ઉપર હોવાનું જણાવી દીધું છે. હાલ ફાયર એન.ઓ.સી.ની કામગીરી અગત્યની છે અને તેની અરજીઓ મનપા પાસેપડી છે તેનો નિકાલ થાય તે પહેલા જ ફાયર ઓફિસરે રાજીનામુ ધર્યું છે.