Lakhtarના ગણાદ ગામે PGVCLની વીજ લાઈન હાઈ વોલ્ટેજ થતાં અંધારપટ છવાયો
સુરેન્દ્રનગરના લખતર તાલુકાના ગણાદ ગામ ખાતે PGVCLના ધાંધ્યા સામે આવ્યા છે અને PGVCLની વીજ લાઈનમાં હાઈ વૉલ્ટેજ થતાં ગણાદ ગામમાં અંધારપટ છવાયો છે. જણાવી દઈએ કે PGVCLની વારંવાર ઘોર બેદરકારી સામે આવે છે, ઘણાદ ગામે છેલ્લા 6 મહિનાથી લો વોલ્ટેજ અને હાઈ વોલ્ટેજની સમસ્યા સર્જાઈ રહી છે.ગામમાં અનેક લોકોને થયું મોટુ નુકસાન જેને લઈ ગતરોજના સાંજના સમયે લાઈન હાઈ વોલ્ટેજ થઈ જતા ગ્રામજનોના અંદાજિત 120 ગ્રામ પંચાયતની સ્ટ્રીટ લાઈટ, 30 જેટલા ફ્રીજ પંખા, 100 ઈન્વર્ટર, 15 ટી.વી, 25થી વધારે પંચર કરવાના કમ્પ્રેશનની મોટર, 2-5 ઘરના આખા વાયરીંગ, ગ્રામ પંચાયતના 2 કોમ્પ્યુટર સર્વર, ગ્રામ પંચાયતમાં આવેલા જીસ્વાનનું સર્વર, એસબીઆઈ બેન્કના બે સર્વર, એસબીઆઈના 2 યુપીએસ અને 200થી વધુ લાઈટના લેમ્પને નુકસાન થવા પામ્યું છે. ત્યારે ગણાદ ગામમાં આવેલી SBI બેન્કના બે સર્વર બળી જતાં આશરે બે લાખથી વધારેનું નુકસાન થવા પામ્યું છે. બેન્કનું સર્વર ઠપ્પ થતાં કામગીરી ખોરવાઈ બીજી તરફ SBI બેન્કમાં સર્વર બંધ હોવાથી નાણાંની લેતી દેતી ઠપ્પ થવા પામી છે, તેમજ તમામ કામગીરી હાલ ઠપ્પ થઈ ગઈ છે, તેમજ ગ્રામ પંચાયતમાં તમામ કામગીરી હાલ કોમ્પ્યુટર ભરી જવાના કારણે ઠપ્પ થવા પામી હતી. ગ્રામજનો દ્વારા પીજીવીસીએલના અધિકારીઓ રીપેરીંગ કરવા આવતા ગ્રામજનો દ્વારા હલ્લા બોલ કરવામાં આવ્યુ હતું. ગ્રામજનો દ્વારા ઉચ્ચ અધિકારી આગળ આવી હાઈ વૉલ્ટેજમાં નુકસાન ના થાય અને નુકસાન થયેલ હોય તેને વળતર ચૂકવવા માટે ઉચ્ચ અધિકારી આવે તેવી માગ કરવામાં આવી હતી. આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી જેને લઈ ગ્રામજનો દ્વારા હાલ પીજીવીસીએલના કર્મચારીઓ અને અધિકારીઓને કામગીરી અટકાવી હતી અને ગ્રામજનો દ્વારા આગામી દિવસોમાં હાઈ અથવા લો વોલ્ટેજના કારણે નુકસાન ના થાય અને હાઈ એને લો વોલ્ટેજ ના થાય તે માટેની જવાબદારી અધિકારીને લેવા માટે કહેવામાં આવ્યું અને ગ્રામજનો દ્વારા આગામી સમયમાં આવો કોઈ હાઈ વૉલ્ટેજ અથવા લો વોલ્ટેજ થશે તો પીજીવીસીએલ ઓફિસ ખાતે ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. ત્યારે લખતર પોલીસને ઘટનાની જાણ થતાં લખતર પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરેન્દ્રનગરના લખતર તાલુકાના ગણાદ ગામ ખાતે PGVCLના ધાંધ્યા સામે આવ્યા છે અને PGVCLની વીજ લાઈનમાં હાઈ વૉલ્ટેજ થતાં ગણાદ ગામમાં અંધારપટ છવાયો છે. જણાવી દઈએ કે PGVCLની વારંવાર ઘોર બેદરકારી સામે આવે છે, ઘણાદ ગામે છેલ્લા 6 મહિનાથી લો વોલ્ટેજ અને હાઈ વોલ્ટેજની સમસ્યા સર્જાઈ રહી છે.
ગામમાં અનેક લોકોને થયું મોટુ નુકસાન
જેને લઈ ગતરોજના સાંજના સમયે લાઈન હાઈ વોલ્ટેજ થઈ જતા ગ્રામજનોના અંદાજિત 120 ગ્રામ પંચાયતની સ્ટ્રીટ લાઈટ, 30 જેટલા ફ્રીજ પંખા, 100 ઈન્વર્ટર, 15 ટી.વી, 25થી વધારે પંચર કરવાના કમ્પ્રેશનની મોટર, 2-5 ઘરના આખા વાયરીંગ, ગ્રામ પંચાયતના 2 કોમ્પ્યુટર સર્વર, ગ્રામ પંચાયતમાં આવેલા જીસ્વાનનું સર્વર, એસબીઆઈ બેન્કના બે સર્વર, એસબીઆઈના 2 યુપીએસ અને 200થી વધુ લાઈટના લેમ્પને નુકસાન થવા પામ્યું છે. ત્યારે ગણાદ ગામમાં આવેલી SBI બેન્કના બે સર્વર બળી જતાં આશરે બે લાખથી વધારેનું નુકસાન થવા પામ્યું છે.
બેન્કનું સર્વર ઠપ્પ થતાં કામગીરી ખોરવાઈ
બીજી તરફ SBI બેન્કમાં સર્વર બંધ હોવાથી નાણાંની લેતી દેતી ઠપ્પ થવા પામી છે, તેમજ તમામ કામગીરી હાલ ઠપ્પ થઈ ગઈ છે, તેમજ ગ્રામ પંચાયતમાં તમામ કામગીરી હાલ કોમ્પ્યુટર ભરી જવાના કારણે ઠપ્પ થવા પામી હતી. ગ્રામજનો દ્વારા પીજીવીસીએલના અધિકારીઓ રીપેરીંગ કરવા આવતા ગ્રામજનો દ્વારા હલ્લા બોલ કરવામાં આવ્યુ હતું. ગ્રામજનો દ્વારા ઉચ્ચ અધિકારી આગળ આવી હાઈ વૉલ્ટેજમાં નુકસાન ના થાય અને નુકસાન થયેલ હોય તેને વળતર ચૂકવવા માટે ઉચ્ચ અધિકારી આવે તેવી માગ કરવામાં આવી હતી.
આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી
જેને લઈ ગ્રામજનો દ્વારા હાલ પીજીવીસીએલના કર્મચારીઓ અને અધિકારીઓને કામગીરી અટકાવી હતી અને ગ્રામજનો દ્વારા આગામી દિવસોમાં હાઈ અથવા લો વોલ્ટેજના કારણે નુકસાન ના થાય અને હાઈ એને લો વોલ્ટેજ ના થાય તે માટેની જવાબદારી અધિકારીને લેવા માટે કહેવામાં આવ્યું અને ગ્રામજનો દ્વારા આગામી સમયમાં આવો કોઈ હાઈ વૉલ્ટેજ અથવા લો વોલ્ટેજ થશે તો પીજીવીસીએલ ઓફિસ ખાતે ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. ત્યારે લખતર પોલીસને ઘટનાની જાણ થતાં લખતર પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી.