Rajkot: ગ્રીનલેન્ડ ચોકડી પાસેના મેકડોનાલ્ડ સ્ટોરમાં ઉંદરના આંટાફેરા; RMC ફૂડ વિભાગે બે ઉંદરના રૂ. 3000 લઈ સંતોષ માન્યો

Sep 22, 2026 - 01:00
Rajkot: ગ્રીનલેન્ડ ચોકડી પાસેના મેકડોનાલ્ડ સ્ટોરમાં ઉંદરના આંટાફેરા; RMC ફૂડ વિભાગે બે ઉંદરના રૂ. 3000 લઈ સંતોષ માન્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજકોટ શહેરમાં આવેલી જાણીતી અને નામાંકિત ફાસ્ટ ફૂડ બ્રાન્ડ મેકડોનાલ્ડ (McDonald's) ફરી એકવાર ગંભીર વિવાદમાં સપડાઈ છે. રાજકોટના ગ્રીનલેન્ડ ચોકડી પાસે આવેલા મેકડોનાલ્ડ સ્ટોરનો એક વિડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં સ્ટોરના અંદરના ભાગમાં ઉંદર મુક્તપણે આંટાફેરા કરતા નજરે પડે છે. આંતરરાષ્ટ્રીય બ્રાન્ડના સ્ટોરમાં હાઇજીન અને સ્વચ્છતાના ધજાગરા ઉડતા જોઈને ખાણીપીણીના શોખીન રાજકોટવાસીઓમાં ભારે આક્રોશ ફેલાયો છે.

મેકડોનાલ્ડ સ્ટોરમાં ઉંદરના આંટાફેરા

ઉલ્લેખનીય છે કે અગાઉ પણ રાજકોટના રિલાયન્સ મોલમાં આવેલા મેકડોનાલ્ડ સ્ટોરમાં વેજ ઓર્ડર આપનાર ગ્રાહકને નોનવેજ બર્ગર પીરસી દેવામાં આવતા મોટો વિવાદ ઊભો થયો હતો. તેવામાં ગ્રીનલેન્ડ ચોકડી વાળા સ્ટોરનો વિડિયો વાયરલ થતાં મેકડોનાલ્ડ બ્રાન્ડની કામગીરી સામે ફરી સવાલો ઉઠ્યા છે.વિડિયો વાયરલ થતાં જ રાજકોટ મહાનગરપાલિકા (RMC) નો ફૂડ વિભાગ હરકતમાં આવ્યો હતો.ફૂડ ચેકિંગ અધિકારીઓની ટીમે તાત્કાલિક ગ્રીનલેન્ડ ચોકડી સ્થિત મેકડોનાલ્ડ સ્ટોર પર પહોંચીને સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું હતું. સ્થળ તપાસ દરમિયાન સ્ટોરમાં સફાઈ અને હાઇજીન અંગેની બેદરકારી જણાતાં તંત્ર દ્વારા સ્ટોર સંચાલકોને ₹3,000 (ત્રણ હજાર રૂપિયા) નો સ્થળ દંડ ફટકારવામાં આવ્યો હતો.

RMC ફૂડ વિભાગે દંડ ફટકારી સેમ્પલ લીધા

આ ઉપરાંત ફૂડ ટીમે ગુણવત્તા તપાસવા માટે રો-મટિરિયલના 2 સેમ્પલ લઈને લેબોરેટરી પરીક્ષણ અર્થે મોકલી આપ્યા હતા.જો કે, RMC ફૂડ વિભાગની તપાસમાં મુખ્ય કિચન (રસોડા) વિસ્તારમાં સ્વચ્છતા અંગે કોઈ મોટી ખામી કે બેદરકારી સામે આવી ન હતી. આ બાબતે મેકડોનાલ્ડ સ્ટોરના મેનેજરે ખુલાસો આપતા જણાવ્યું હતું કે, સ્ટોરની લગોલગ બાજુમાં કન્સ્ટ્રક્શન (બાંધકામ) નું કામ ચાલી રહ્યું હોવાથી ત્યાંથી ઉંદર અંદર ઘૂસી આવ્યા હતા. તંત્ર દ્વારા હાલ સ્ટોરને કડક સફાઈ જાળવવા અને પેસ્ટ કંટ્રોલ પ્રક્રિયા મજબૂત કરવા સૂચના આપવામાં આવી છે.

આ પણ વાંચો: Dhoraji: ધોધમાર વરસાદ વચ્ચે જ બનાવી દીધો RCC રોડ; વાયરલ વિડિયોથી મચ્યો હોબાળો


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0