Rajkot: કલેક્ટર સામે સડેલા અનાજ મૂકી સાંસદે સરકારની પોલ ખોલી
પુરવઠા મંત્રીની હોમ પીચ ઉપર આજે રાજકોટના રાજ્ય સભાના સાંસદે સરકાર દ્વારા દર મહિને ગરીબોને વિતરણ કરવામાં આવતા ઘઉં, ચોખા સડેલા આપવામાં આવતા હોવાની નમુના સાથે કલેક્ટરને ફરિયાદ કરતા ખળભળાટ મચી ગયો છે. સાંસદે પુરવઠા તંત્રની પૂરવઠા સલાહકાર સમિતિની બેઠકમાં પોલ ખોલ કાર્યક્રમ કરતા કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓ સ્તબ્ધ થઈ ગયા હતા.આ ઘટના બાદ કલેક્ટરે તપાસના આદેશ આપ્યા છે. શનિવારે મળેલી પુરવઠા સલાહકાર સમિતિની બેઠકમાં રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાએ ચાલુ બેઠકે જ કલેકટરની હાજરીમાં સડેલા ઘઉં, ચોખા અને ચણા સહિતની ચીજો ટેબલ ઉપર મૂકી આવું કૌભાંડ કોણ કરી રહ્યું છે તેનો જવાબ માગતા હાજર અધિકારીઓમાં સોંપો પડી ગયો હતો. દર મહિને મળતી પુરવઠા સલાહકાર સમિતિની બેઠકમાં સબ સલામતનો રિપોર્ટ આપવામાં આવે છે. અધિકારીઓ દ્વારા આંકડાકીય માહિતી રજૂ કરી સરકારની યોજનાનો આટલો લાભ ગરીબોને આપ્યાના દાવા રજૂ કરવામાં આવે છે.સરકારી ચોપડા ઉપરની કામગીરીનો આત્મસંતોષ માની તંત્રની પીઠ થાબડવામાં આવે છે.આજે પુરવઠા સલાહકાર સમિતિની બેઠકમાં હોમવર્ક કરીને આવેલા સાંસદ રામભાઈ મોકરિયાએ સટાસટી બોલાવતા કાયમ ચેમ્બરમાં જ બેસી રહેતા પુરવઠા અધિકારીને પરસેવા વળી ગયો હતો. સાંસદે જિલ્લા પુરવઠા અધિકારી અને પુરવઠા ઇન્સ્પેક્ટરો ઓફ્સિમાં જ બેસી રહેતા હોવાનો પુરાવો કલેકટર સમક્ષ રજુ કરતા જણાવ્યું હતું કે, જુઓ સસ્તા અનાજની દુકાનેથી ગરીબ રેશનકાર્ડ ધારકોને આવા સડેલા ઘઉં, ચોખા, ચણા અને દાળ આપવામાં આવે છે. આવું અનાજ ખાઈને લોકો બીમાર પડે તો જવાબદાર કોણ ? તેમ કહી સીધા જ કલેકટરને તમામ સડેલા ઘઉં સહિતના અનાજના ઝબલા ભેટ ધર્યા હતા. વડાપ્રધાન ગરીબ નાગરિકોને મફ્ત અનાજ આપી રહ્યા છે ત્યારે આવું સડેલું લોકો ખાઈ પણ ન શકે તેવું અનાજ પુરવઠા વિભાગના ગોડાઉનમા બદલાઈ જાય છે કે પછી એફ્સીઆઈના ગોડાઉનમાંથી જ આવું અનાજ આવે છે? તપાસ કરો અને જવાબ આપો? તેવી માંગ કરી હતી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
પુરવઠા મંત્રીની હોમ પીચ ઉપર આજે રાજકોટના રાજ્ય સભાના સાંસદે સરકાર દ્વારા દર મહિને ગરીબોને વિતરણ કરવામાં આવતા ઘઉં, ચોખા સડેલા આપવામાં આવતા હોવાની નમુના સાથે કલેક્ટરને ફરિયાદ કરતા ખળભળાટ મચી ગયો છે. સાંસદે પુરવઠા તંત્રની પૂરવઠા સલાહકાર સમિતિની બેઠકમાં પોલ ખોલ કાર્યક્રમ કરતા કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓ સ્તબ્ધ થઈ ગયા હતા.
આ ઘટના બાદ કલેક્ટરે તપાસના આદેશ આપ્યા છે. શનિવારે મળેલી પુરવઠા સલાહકાર સમિતિની બેઠકમાં રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાએ ચાલુ બેઠકે જ કલેકટરની હાજરીમાં સડેલા ઘઉં, ચોખા અને ચણા સહિતની ચીજો ટેબલ ઉપર મૂકી આવું કૌભાંડ કોણ કરી રહ્યું છે તેનો જવાબ માગતા હાજર અધિકારીઓમાં સોંપો પડી ગયો હતો. દર મહિને મળતી પુરવઠા સલાહકાર સમિતિની બેઠકમાં સબ સલામતનો રિપોર્ટ આપવામાં આવે છે. અધિકારીઓ દ્વારા આંકડાકીય માહિતી રજૂ કરી સરકારની યોજનાનો આટલો લાભ ગરીબોને આપ્યાના દાવા રજૂ કરવામાં આવે છે.સરકારી ચોપડા ઉપરની કામગીરીનો આત્મસંતોષ માની તંત્રની પીઠ થાબડવામાં આવે છે.
આજે પુરવઠા સલાહકાર સમિતિની બેઠકમાં હોમવર્ક કરીને આવેલા સાંસદ રામભાઈ મોકરિયાએ સટાસટી બોલાવતા કાયમ ચેમ્બરમાં જ બેસી રહેતા પુરવઠા અધિકારીને પરસેવા વળી ગયો હતો.
સાંસદે જિલ્લા પુરવઠા અધિકારી અને પુરવઠા ઇન્સ્પેક્ટરો ઓફ્સિમાં જ બેસી રહેતા હોવાનો પુરાવો કલેકટર સમક્ષ રજુ કરતા જણાવ્યું હતું કે, જુઓ સસ્તા અનાજની દુકાનેથી ગરીબ રેશનકાર્ડ ધારકોને આવા સડેલા ઘઉં, ચોખા, ચણા અને દાળ આપવામાં આવે છે. આવું અનાજ ખાઈને લોકો બીમાર પડે તો જવાબદાર કોણ ? તેમ કહી સીધા જ કલેકટરને તમામ સડેલા ઘઉં સહિતના અનાજના ઝબલા ભેટ ધર્યા હતા. વડાપ્રધાન ગરીબ નાગરિકોને મફ્ત અનાજ આપી રહ્યા છે ત્યારે આવું સડેલું લોકો ખાઈ પણ ન શકે તેવું અનાજ પુરવઠા વિભાગના ગોડાઉનમા બદલાઈ જાય છે કે પછી એફ્સીઆઈના ગોડાઉનમાંથી જ આવું અનાજ આવે છે? તપાસ કરો અને જવાબ આપો? તેવી માંગ કરી હતી.