Ahmedabad: પ્રજાના નાણાં બેફામ વેડફાયા, મ્યુનિસિપલ કમિશનરના ભ્રષ્ટાચાર સામે કાર્યવાહી કરો
પ્રજાના ટેક્સના કરોડોના નાણાં પોતાના અહમને ખાતર વેડફનાર અમદાવાદ મ્યુનિ. કમિશનર એમ.થેન્નારસનના ભ્રષ્ટાચાર અને ગેરવહીવટ સામે કાર્યવાહી કરવી જોઈએ, આ બાબતની માગણી કરતો પત્ર વિપક્ષ કોંગ્રેસના ધારાસભ્યે રાજ્યના મુખ્યમંત્રીને લખ્યો છે.સાબરમતીના ગંદા પાણી, અમદાવાદમાં રખડતાં પશુઓ સહિતના કેસમાં હાઈકોર્ટે પણ મ્યુનિ. તંત્ર પર નારાજગી વ્યક્ત કરી છે, તેમ છતાં તંત્ર સુધરવાનું નામ લેતું ના હોવા જેવી સ્થિતિ છે. હાટકેશ્વર બ્રિજ તોડવાનો નિર્ણય કરવો પડયો, એકંદરે પ્રજાના નાણાંનો ધુમાડો થયો છે, પીએમ આવાસ યોજનામાં 100 કરોડથી વધુનું નુકસાન સહિતના મુદ્દે મ્યુનિ. કમિશનરની ફરજમાં ગંભીર બેદરકારી હોઈ તપાસના આદેશ આપી, તેમની અન્ય જગ્યાએ બદલી કરવાની પણ માગ કરાઈ છે. પાટણના MLAના આક્ષેપો પાયાવિહોણા AMC કમિશ્નરે એમ. થેન્નારસને પાટણના ધારાસભ્ય દ્વારા કરવામાં આવેલા પ્રજાના કરોડાના ટેક્સના નાણાં વેડફાટ, ભ્રષ્ટાચાર અને ગેરવહીવટના આક્ષેપોને આધારવિહીન અને પાયાવિહોણા ગણાવ્યા છે. AMC માં મંજૂર થતાં કામો નિયમો અનુસાર, સ્ટેન્ડિંગ કમિટી દ્વારા અભ્યાસ કરીને મંજૂર થતાં હોય છે અને તેના મુજબ જ કામગીરી કરવામાં આવે છે. જેતે એજન્સીને સંપૂર્ણ તક આપ્યા પછી ટેન્ડરની શરતોના મુજબ કાર્યવાહી કરવામાં આવે છે. અને કસૂરવાર કોન્ટ્રાક્ટરોને બ્લેક લિસ્ટ કરીને પ્રજાના પૈસાનો વ્યય ન થાય તેની તકેદારી રાખેલ છે. આ આક્ષેપો પાયાવિહોણા છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
પ્રજાના ટેક્સના કરોડોના નાણાં પોતાના અહમને ખાતર વેડફનાર અમદાવાદ મ્યુનિ. કમિશનર એમ.થેન્નારસનના ભ્રષ્ટાચાર અને ગેરવહીવટ સામે કાર્યવાહી કરવી જોઈએ, આ બાબતની માગણી કરતો પત્ર વિપક્ષ કોંગ્રેસના ધારાસભ્યે રાજ્યના મુખ્યમંત્રીને લખ્યો છે.
સાબરમતીના ગંદા પાણી, અમદાવાદમાં રખડતાં પશુઓ સહિતના કેસમાં હાઈકોર્ટે પણ મ્યુનિ. તંત્ર પર નારાજગી વ્યક્ત કરી છે, તેમ છતાં તંત્ર સુધરવાનું નામ લેતું ના હોવા જેવી સ્થિતિ છે. હાટકેશ્વર બ્રિજ તોડવાનો નિર્ણય કરવો પડયો, એકંદરે પ્રજાના નાણાંનો ધુમાડો થયો છે, પીએમ આવાસ યોજનામાં 100 કરોડથી વધુનું નુકસાન સહિતના મુદ્દે મ્યુનિ. કમિશનરની ફરજમાં ગંભીર બેદરકારી હોઈ તપાસના આદેશ આપી, તેમની અન્ય જગ્યાએ બદલી કરવાની પણ માગ કરાઈ છે.
પાટણના MLAના આક્ષેપો પાયાવિહોણા
AMC કમિશ્નરે એમ. થેન્નારસને પાટણના ધારાસભ્ય દ્વારા કરવામાં આવેલા પ્રજાના કરોડાના ટેક્સના નાણાં વેડફાટ, ભ્રષ્ટાચાર અને ગેરવહીવટના આક્ષેપોને આધારવિહીન અને પાયાવિહોણા ગણાવ્યા છે. AMC માં મંજૂર થતાં કામો નિયમો અનુસાર, સ્ટેન્ડિંગ કમિટી દ્વારા અભ્યાસ કરીને મંજૂર થતાં હોય છે અને તેના મુજબ જ કામગીરી કરવામાં આવે છે. જેતે એજન્સીને સંપૂર્ણ તક આપ્યા પછી ટેન્ડરની શરતોના મુજબ કાર્યવાહી કરવામાં આવે છે. અને કસૂરવાર કોન્ટ્રાક્ટરોને બ્લેક લિસ્ટ કરીને પ્રજાના પૈસાનો વ્યય ન થાય તેની તકેદારી રાખેલ છે. આ આક્ષેપો પાયાવિહોણા છે.