Suratમા ડુપ્લીકેટ ઘી નું વેચાણ કરતો સેલ્સમેન ઝડપાયો, પોલીસે કરી કાર્યવાહી
સુરતમાં બ્રાન્ડેડ ઘીના નામે ડુપ્લીકેટ ઘીનું વેચાણ કરતા સેલ્સમેનની અડાજણ પોલીસે ધરપકડ કરી છે.અડાજણમાં આઈ માતા સુપર સ્ટોરમાંથી આ ઘી ઝડપાયું હતુ.ડુપ્લીકેટ ઘીના 9 ડબ્બા પોલીસે જપ્ત કરીને એફએસેલમાં મોકલી આપ્યા છે અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને જાણ કરી છે.દુકાન માલિક હરિરામ ચૌધરીની પોલીસે ધરપકડ કરીને વધુ માહિતી જપ્ત કરી છે.પોલીસે હાથધરી તપાસ સમગ્ર ઘટનામાં પોલીસે વધુ તપાસ હાથધરી છે અને અત્યાર સુધી કઈકઈ જગ્યાએ આ ઘી આપ્યું તેને લઈ તપાસ હાથધરી છે.વેપારી કેટલા સમયથી આ રીતે ડુપ્લીકેટ ઘીનું વેચાણ કરતો હતો અને કયાં આ ઘી બનાવતો હતો તેને લઈ તપાસ હાથધરી છે.પોલીસે આ સમગ્ર કેસમાં કોપીરેટનો ગુનો પણ નોંધ્યો છે અને આરોપીની ધરપકડ પણ કરી છે,વેપારી આ ઘીનું છૂટક તેમજ હોલસેલમાં વેચાણ કરતો હતો.બ્રાન્ડેડ ઘીના નામે ડુપ્લીકેટ ઘી પધરાવી કરતો હતો લોકોના સ્વાસ્થય સાથે ચેડા. અગાઉ પણ સુરતમાં ઝડપાયું છે નકલી ઘી સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં અગાઉ પણ નકલી ઘી ઝડપાયાની ઘટના બની છે,સુરત એસઓજી દ્રારા અગાઉ પણ નકલી ઘી ના નામે વેચાણનો પર્દાફાશ કરી અનેક આરોપીઓને ઝડપી પાડયા છે.પોલીસ આ દિશામાં હજી પણ સઘન તપાસ કરે તો વધુ ખુલાસા થઈ શકે છે,કેમકે નકલી ઘી સ્વાસ્થય માટે તો હાનિકારક છે સાથે સાથે બ્રાન્ડેડ કંપનીનું ઘી ખરીદતા પણ લોકો ડરી જતા હોય છે. કઈ રીતે ચેક કરી શકાય કે ઘી અસલી છે કે નકલી ઘીની શુદ્ધતા ચકાસવા માટે તમે તેને તમારા હાથની હથેળીઓ પર મૂકીને પણ ચકાસી શકો છો. આ માટે થોડું ઘી લો અને તેને તમારી હથેળી પર રાખો અને થોડી સેકંડ રાહ જુઓ. ઓરિજનલ ઘી હથેળી પર ઓગળવા લાગશે, જ્યારે નકલી ઘી જેમનું તેમ જ રહેશે.ઘીનો રંગ જોઈને તમે નક્કી કરી શકો છો કે તે ઓરિજનલ છે કે નકલી. આ માટે એક વાસણમાં એક ચમચી ઘી નાખીને ગેસ પર ગરમ કરવા રાખો. જો ઘી ઓગળે ત્યારે તેનો રંગ થોડો બ્રાઉન દેખાવા લાગે તો સમજી લેવું કે તે ઓરિજનલ છે. નકલી ઘી ધીમે-ધીમે પીગળી જશે અને તેનો રંગ પીળો રહેશે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -