Rajkotમા 7 વર્ષની બાળકી સાથે યુવાને આચર્યુ દુષ્કર્મ, પોલીસે આરોપીની કરી ધરપકડ
રાજકોટમાં 7 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ થયું હોવાની ઘટના બની છે જેમાં સફાઈ કામદાર તરીકે કામ કરતા શખ્સે દુષ્કર્મ આચરતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે.બાળકીની માતાએ નોંધાવી પોલીસ ફરિયાદ સાથે સાથે મહત્વની વાત તો એ છે કે,બાળકીની માતાએ આરોપીને ધર્મનો ભાઈ બનાવ્યો હતો જેનો ફાયદો ઉઠાવીને આરોપીએ લાભ લીધો હતો. પોલીસે આરોપીની કરી ધરપકડ રાજકોટમાં દુષ્કર્મની ઘટના બની છે જેમાં પોલીસે આરોપીની ધરપકડ કરી છે,માતાએ બનાવેલ ભાઈએ જ બાળકી પર નજર બગાડી હતી જેને લઈ માતાએ ફરિયાદ નોંધાવી છે,પોલીસની તપાસમાં સામે આવ્યું કે આરોપીઓ બાળકી સાથે મિત્રતા કેળવી હતી અને ત્યારબાદ દુષ્કર્મ આચર્યુ હતુ,બાળકી એટલી હદે ડરી ગઈ હતી કે તે માતાને પણ જણાવી શકતી ન હતી પરંતુ માતાને ખબર પડી કે બાળકી સાથે કંઈક ખરાબ થયું છે અને તેની પૂછપરછ કરી તો સામે આવી મોટી કહાની. બાળકીની માતાએ આરોપીને ધર્મનો ભાઈ બનાવ્યો હતો પોલીસે બાળકીના તમામ રીપોર્ટ કઢાવ્યા છે અને તેમાં પોઝિટિવ આવ્યું છે કે બાળકી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે.યુનિવર્સિટી રોડ પર આ દુષ્કર્મ આચરવાની વાત થઈ છે.બાળકીની માતા અને દુષ્કર્મનો આરોપી શખ્સ બન્ને એક હોસ્પિટલમાં સફાઈ કામદાર તરીકે કામ કરતા હતા જેને લઈ માતાએ દુષ્કર્મ કરનાર આરોપીને ધરમનો ભાઈ બનાવ્યો હતો અને તેની નજર બગડતા સમગ્ર ઘટના સામે આવી હતી.20 ઓકટોબરે પણ બની દુષ્કર્મની ઘટના રાજકોટમાં રહેતી એક 17 વર્ષીય સગીરાને પ્રેમજાળમાં ફસાવીને કારમાં અપહરણ કરવામાં આવ્યું હતું. સગીરાનું અપહરણ કરી રહેલા શખ્સને અટકાવવાનો સગીરાના પરિચિતે પ્રયાસ કર્યો હતો. જોકે અપહરણકર્તાએ પરિચિતને અડફેટે લીધા હતા. જેમાં હાથ અને પગના ભાગે ઇજા પહોંચી હતી. અપહરણ કરનાર શખ્સ સગીરાને ચોટીલા લઇ ગયો હતો અને દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ થોરાળા પોલીસ મથકમાં નોંધાઈ હતી. ભોગ બનનાર પીડીતાના દાદીની ફરિયાદના આધારે થોરાળા પોલીસે કુણાલ નામના શખ્સ સામે ગુનો દાખલ કર્યો હતો અને આરોપીની ધરપકડ કરવા વધુ તપાસ હાથધરી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજકોટમાં 7 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ થયું હોવાની ઘટના બની છે જેમાં સફાઈ કામદાર તરીકે કામ કરતા શખ્સે દુષ્કર્મ આચરતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે.બાળકીની માતાએ નોંધાવી પોલીસ ફરિયાદ સાથે સાથે મહત્વની વાત તો એ છે કે,બાળકીની માતાએ આરોપીને ધર્મનો ભાઈ બનાવ્યો હતો જેનો ફાયદો ઉઠાવીને આરોપીએ લાભ લીધો હતો.
પોલીસે આરોપીની કરી ધરપકડ
રાજકોટમાં દુષ્કર્મની ઘટના બની છે જેમાં પોલીસે આરોપીની ધરપકડ કરી છે,માતાએ બનાવેલ ભાઈએ જ બાળકી પર નજર બગાડી હતી જેને લઈ માતાએ ફરિયાદ નોંધાવી છે,પોલીસની તપાસમાં સામે આવ્યું કે આરોપીઓ બાળકી સાથે મિત્રતા કેળવી હતી અને ત્યારબાદ દુષ્કર્મ આચર્યુ હતુ,બાળકી એટલી હદે ડરી ગઈ હતી કે તે માતાને પણ જણાવી શકતી ન હતી પરંતુ માતાને ખબર પડી કે બાળકી સાથે કંઈક ખરાબ થયું છે અને તેની પૂછપરછ કરી તો સામે આવી મોટી કહાની.
બાળકીની માતાએ આરોપીને ધર્મનો ભાઈ બનાવ્યો હતો
પોલીસે બાળકીના તમામ રીપોર્ટ કઢાવ્યા છે અને તેમાં પોઝિટિવ આવ્યું છે કે બાળકી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે.યુનિવર્સિટી રોડ પર આ દુષ્કર્મ આચરવાની વાત થઈ છે.બાળકીની માતા અને દુષ્કર્મનો આરોપી શખ્સ બન્ને એક હોસ્પિટલમાં સફાઈ કામદાર તરીકે કામ કરતા હતા જેને લઈ માતાએ દુષ્કર્મ કરનાર આરોપીને ધરમનો ભાઈ બનાવ્યો હતો અને તેની નજર બગડતા સમગ્ર ઘટના સામે આવી હતી.
20 ઓકટોબરે પણ બની દુષ્કર્મની ઘટના
રાજકોટમાં રહેતી એક 17 વર્ષીય સગીરાને પ્રેમજાળમાં ફસાવીને કારમાં અપહરણ કરવામાં આવ્યું હતું. સગીરાનું અપહરણ કરી રહેલા શખ્સને અટકાવવાનો સગીરાના પરિચિતે પ્રયાસ કર્યો હતો. જોકે અપહરણકર્તાએ પરિચિતને અડફેટે લીધા હતા. જેમાં હાથ અને પગના ભાગે ઇજા પહોંચી હતી. અપહરણ કરનાર શખ્સ સગીરાને ચોટીલા લઇ ગયો હતો અને દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ થોરાળા પોલીસ મથકમાં નોંધાઈ હતી. ભોગ બનનાર પીડીતાના દાદીની ફરિયાદના આધારે થોરાળા પોલીસે કુણાલ નામના શખ્સ સામે ગુનો દાખલ કર્યો હતો અને આરોપીની ધરપકડ કરવા વધુ તપાસ હાથધરી છે.