Gujarat Rain: હવામાનની સિસ્ટમ નબળી પડતા જાણો શું છે વરસાદની આગાહી
આજથી રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું છે. જેમાં રાજ્યમાં આજે હળવા વરસાદની આગાહી છે. તેમાં રાજ્યમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં સામાન્ય વરસાદ રહેશે. બનાસકાંઠામાં છૂટાછવાયા વરસાદની આગાહી છે. પાટણ, મહેસાણામાં છૂટાછવાયા વરસાદની આગાહી છે. સાબરકાંઠામાં પણ છૂટાછવાયા વરસાદની આગાહી છે. અમદાવાદ, ગાંધીનગરમાં હળવા વરસાદની આગાહી અમદાવાદ, ગાંધીનગરમાં હળવા વરસાદની આગાહી સાથે નર્મદા, ભરૂચ, સુરતમાં હળવા વરસાદની આગાહી છે. ડાંગ, તાપી, નવસારીમાં હળવા વરસાદની આગાહી તથા જામનગર, વલસાડ તથા પોરબંદર, જુનાગઢ અને અમરેલી, ભાવનગરમાં હળવા વરસાદની આગાહી કરાઇ છે. સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં વરસાદ લગભગ બંધ થઈ ગયો ગુજરાતમાં હાલ બે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે એક તરફ કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં વરસાદ લગભગ બંધ થઈ ગયો છે, માત્ર કેટલાક વિસ્તારોમાં છુટોછવાયો હળવો વરસાદ થઈ રહ્યો છે. હવે બંગાળની ખાડીની જે સિસ્ટમ ડીપ ડિપ્રેશન બનીને આગળ વધી રહી હતી તે મધ્ય પ્રદેશ પર પહોંચી ગઈ છે. આ સિસ્ટમ હાલ નબળી પડી ગઈ છે અને વેલમાર્ક લૉ-પ્રેશર એરિયા બની ગઈ છે. હવામાન વિભાગનું કહેવું છે કે આ સિસ્ટમ નબળી પડી હતી પરંતુ ફરીથી તે મજબૂત બનશે અને ડીપ્રેશનમાં ફેરવાઈ જશે. જો આ સિસ્ટમ મજબૂત બનશે તો તેની અસર ઘણાં રાજ્યોને થાય તેવી શક્યતા દેખાઈ રહી છે. ગુજરાતમાં સપ્ટેમ્બર મહિનાની શરૂઆત અને ઑગસ્ટ મહિનાના અંતમાં પડેલા ભારેથી અતિભારે વરસાદ બાદ હજી પણ વરસાદ બંધ થઈ રહ્યો નથી. હાલ દક્ષિણ ગુજરાતથી કેરળ સુધી ઑફ શૉર ટ્રફ રેખા બનેલી છે અને તેની અસર ગુજરાતમાં થઈ રહી છે, આ ઉપરાંત મધ્ય પ્રદેશ પર પહોંચેલી સિસ્ટમને કારણે પણ ગુજરાતના કેટલાક વિસ્તારોને અસર થઈ રહી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
આજથી રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું છે. જેમાં રાજ્યમાં આજે હળવા વરસાદની આગાહી છે. તેમાં રાજ્યમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં સામાન્ય વરસાદ રહેશે. બનાસકાંઠામાં છૂટાછવાયા વરસાદની આગાહી છે. પાટણ, મહેસાણામાં છૂટાછવાયા વરસાદની આગાહી છે. સાબરકાંઠામાં પણ છૂટાછવાયા વરસાદની આગાહી છે.
અમદાવાદ, ગાંધીનગરમાં હળવા વરસાદની આગાહી
અમદાવાદ, ગાંધીનગરમાં હળવા વરસાદની આગાહી સાથે નર્મદા, ભરૂચ, સુરતમાં હળવા વરસાદની આગાહી છે. ડાંગ, તાપી, નવસારીમાં હળવા વરસાદની આગાહી તથા જામનગર, વલસાડ તથા પોરબંદર, જુનાગઢ અને અમરેલી, ભાવનગરમાં હળવા વરસાદની આગાહી કરાઇ છે.
સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં વરસાદ લગભગ બંધ થઈ ગયો
ગુજરાતમાં હાલ બે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે એક તરફ કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં વરસાદ લગભગ બંધ થઈ ગયો છે, માત્ર કેટલાક વિસ્તારોમાં છુટોછવાયો હળવો વરસાદ થઈ રહ્યો છે. હવે બંગાળની ખાડીની જે સિસ્ટમ ડીપ ડિપ્રેશન બનીને આગળ વધી રહી હતી તે મધ્ય પ્રદેશ પર પહોંચી ગઈ છે. આ સિસ્ટમ હાલ નબળી પડી ગઈ છે અને વેલમાર્ક લૉ-પ્રેશર એરિયા બની ગઈ છે. હવામાન વિભાગનું કહેવું છે કે આ સિસ્ટમ નબળી પડી હતી પરંતુ ફરીથી તે મજબૂત બનશે અને ડીપ્રેશનમાં ફેરવાઈ જશે. જો આ સિસ્ટમ મજબૂત બનશે તો તેની અસર ઘણાં રાજ્યોને થાય તેવી શક્યતા દેખાઈ રહી છે. ગુજરાતમાં સપ્ટેમ્બર મહિનાની શરૂઆત અને ઑગસ્ટ મહિનાના અંતમાં પડેલા ભારેથી અતિભારે વરસાદ બાદ હજી પણ વરસાદ બંધ થઈ રહ્યો નથી. હાલ દક્ષિણ ગુજરાતથી કેરળ સુધી ઑફ શૉર ટ્રફ રેખા બનેલી છે અને તેની અસર ગુજરાતમાં થઈ રહી છે, આ ઉપરાંત મધ્ય પ્રદેશ પર પહોંચેલી સિસ્ટમને કારણે પણ ગુજરાતના કેટલાક વિસ્તારોને અસર થઈ રહી છે.