Dwarka: યાત્રાધામ બેટ દ્વારકામાં મેગા ડિમોલિશન, સરકારી જમીન પરથી દબાણો હટાવાયા
સરકારી જમીન પરથી દબાણો હટાવાયા માટે યાત્રાધામ બેટ દ્વારકામાં દાદાનું બુલડોઝર ફર્યું છે. વર્ષોથી સરકારી જમીન પર દબાણો કર્યો હતા જે મોટા પ્રમાણમાં સરકારી જમીન ખાલી કરાવાઇ છે. નોટિસ બાદ પણ દબાણ ના હટાવતા બુલડોઝર ફર્યું છે.પ્રસિદ્ધ યાત્રધામ બેટ દ્વારકામાં ફરીવાર તંત્રનું બુલડોઝર ફર્યું છે. સરકારી જમીન પર કબ્જો જમાવી બેઠેલા ભુમાફિયામાઓમાં ફફડાટ ફેલાયો છે. હાલ બેટ દ્વારકાનું વિકાસ ચાલુ હોય તેથી સરકારી જમીન પચાવી લેનારો પાસેથી જમીન મુક્ત કરવાની તંત્રની કામગીરી તેજ કરવામાં આવી છે. ઓખા નગરપાલીકા ઓખા પોલિસ તેમજ દ્વારકા SDM સહિતના અઘિકારીઓ ડિમોલિશનની કામગીરીમાં જોડાયા હતા.ઉનામાં ગૌચરની જમીન પર બુલડોઝરની કામગીરી હાથ ધરીગઇ કાલે ઉના તાલુકાના સનખડા ગામે ગૌચરની જમીન ઉપર કરેલ દબાણ ઉપર તંત્ર બુલડોઝર ફરી વળ્યુ છે. સનખડા ગ્રામ પંચાયતની ગૌચરની આશરે 500 વીઘા જેટલી જમીન ઉપર દબાણ કરવામાં આવ્યું છે. જેના પગલે ગીર સોમનાથ જિલ્લા કલેકટરની સૂચનાથી ઉના તાલુકા પંચાયત કચેરીના સ્ટાફને સાથે રાખીને તંત્રએ દબાણ દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરી છે. જિલ્લા કલેકટરની સૂચનાથી આજથી ત્રણ દિવસ ગૌચરની જમીન ઉપરના દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ગામના છેડે આવેલ ગેરકાયદેસર દુકાનો ઉપર પોલીસ બંદોબસ્ત વચ્ચે તંત્રનું બુલડોજર ફરી વળ્યુ છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સરકારી જમીન પરથી દબાણો હટાવાયા માટે યાત્રાધામ બેટ દ્વારકામાં દાદાનું બુલડોઝર ફર્યું છે. વર્ષોથી સરકારી જમીન પર દબાણો કર્યો હતા જે મોટા પ્રમાણમાં સરકારી જમીન ખાલી કરાવાઇ છે. નોટિસ બાદ પણ દબાણ ના હટાવતા બુલડોઝર ફર્યું છે.
પ્રસિદ્ધ યાત્રધામ બેટ દ્વારકામાં ફરીવાર તંત્રનું બુલડોઝર ફર્યું છે. સરકારી જમીન પર કબ્જો જમાવી બેઠેલા ભુમાફિયામાઓમાં ફફડાટ ફેલાયો છે. હાલ બેટ દ્વારકાનું વિકાસ ચાલુ હોય તેથી સરકારી જમીન પચાવી લેનારો પાસેથી જમીન મુક્ત કરવાની તંત્રની કામગીરી તેજ કરવામાં આવી છે. ઓખા નગરપાલીકા ઓખા પોલિસ તેમજ દ્વારકા SDM સહિતના અઘિકારીઓ ડિમોલિશનની કામગીરીમાં જોડાયા હતા.
ઉનામાં ગૌચરની જમીન પર બુલડોઝરની કામગીરી હાથ ધરી
ગઇ કાલે ઉના તાલુકાના સનખડા ગામે ગૌચરની જમીન ઉપર કરેલ દબાણ ઉપર તંત્ર બુલડોઝર ફરી વળ્યુ છે. સનખડા ગ્રામ પંચાયતની ગૌચરની આશરે 500 વીઘા જેટલી જમીન ઉપર દબાણ કરવામાં આવ્યું છે. જેના પગલે ગીર સોમનાથ જિલ્લા કલેકટરની સૂચનાથી ઉના તાલુકા પંચાયત કચેરીના સ્ટાફને સાથે રાખીને તંત્રએ દબાણ દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરી છે. જિલ્લા કલેકટરની સૂચનાથી આજથી ત્રણ દિવસ ગૌચરની જમીન ઉપરના દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ગામના છેડે આવેલ ગેરકાયદેસર દુકાનો ઉપર પોલીસ બંદોબસ્ત વચ્ચે તંત્રનું બુલડોજર ફરી વળ્યુ છે.