વિકસતા ગુજરાતની વરવી વાસ્તવિકતા, છોટાઉદેપુરના ગામમાં ન પહોંચી એમ્બ્યુલન્સ, પ્રસૂતાએ ઘરે જ આપ્યો બાળકને જન્મ
Naswadi Khenda Village Lacks Road : છોટાઉદેપુર પંથકમાં અંતરિયાળ વિસ્તારને પાકા રસ્તાના અભાવે આવન-જાવનમાં હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આવી સ્થિતિમાં 108 એમ્બ્યુલન્સ ગ્રામ્ય વિસ્તારમાં ન આવતા પ્રસુતાઓના જીવ જોખમમાં રહે છે, ત્યારે નસવાડીના ખેંદા ગામે તુરખેડા જેવી ઘટના બનતા રહી ગઈ હતી. 108 પહોંચતા પહેલા પ્રસૂતા મહિલાએ ઘરે જ બાળકને જન્મ આપ્યોનસવાડીના ખેંદા ગામે રસ્તાના અભાવે 108 પહોંચી ન શકતા પ્રસૂતા મહિલાને ઘરે જ પ્રસૂતિ કરાવવાની ફરજ પડી હતી. જેમાં ખેંદા ગામના કાચા રસ્તે 108 આવી ન શકતા અને ગામમાં ખાનગી વાહનનો સતત સંપર્ક કરવા છતાંય વાહન ન મળતા ઘરે જ સગર્ભાએ બાળકને જન્મ આપવા મજબૂર બની હતી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Naswadi Khenda Village Lacks Road : છોટાઉદેપુર પંથકમાં અંતરિયાળ વિસ્તારને પાકા રસ્તાના અભાવે આવન-જાવનમાં હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આવી સ્થિતિમાં 108 એમ્બ્યુલન્સ ગ્રામ્ય વિસ્તારમાં ન આવતા પ્રસુતાઓના જીવ જોખમમાં રહે છે, ત્યારે નસવાડીના ખેંદા ગામે તુરખેડા જેવી ઘટના બનતા રહી ગઈ હતી.
108 પહોંચતા પહેલા પ્રસૂતા મહિલાએ ઘરે જ બાળકને જન્મ આપ્યો
નસવાડીના ખેંદા ગામે રસ્તાના અભાવે 108 પહોંચી ન શકતા પ્રસૂતા મહિલાને ઘરે જ પ્રસૂતિ કરાવવાની ફરજ પડી હતી. જેમાં ખેંદા ગામના કાચા રસ્તે 108 આવી ન શકતા અને ગામમાં ખાનગી વાહનનો સતત સંપર્ક કરવા છતાંય વાહન ન મળતા ઘરે જ સગર્ભાએ બાળકને જન્મ આપવા મજબૂર બની હતી.