Rajkotમાં રૂપિયાની લેતી-દેતી કેસમાં PI કૈલા સામે દાખલારુપ કાર્યવાહીનો હાઈકોર્ટે કર્યો આદેશ

રાજકોટ eowના તત્કાલિન પીઆઈ જે.એમ.કૈલા સામે ગુજરાત હાઈકોર્ટે દાખલારૂપ કાર્યવાહી કરવા માટે આદેશ આપ્યો છે.ઓડી કારના ચોરી કેસમાં PI સામે કાર્યવાહીના આદેશ કરવામાં આવ્યા છે.કાર પરત અપાવવા માટે હવાલો લીધો હોવાના આક્ષેપ કરવામાં આવ્યો છે જેમાં વેપારીને બોલાવી ગુનો દાખલ કરવાની આપી હતી ધમકી તો બીજી તરફ હાઇકોર્ટે DCB પોલીસ સ્ટેશનના CCTV મંગાવ્યા હતા અને પોલીસ સ્ટેશનમાં CCTV ન હોવાનો રિપોર્ટ કરાયો હતો તે સમયે PI કૈલાની લીવ રિઝર્વમાં બદલી કરી દેવામાં આવી હતી.ફરિયાદીએ હાઈકોર્ટમાં કરી હતી અરજી રાજકોટ શહેર પોલીસની ઇકોનોમિક ઓફેન્સ વિંગ (EOW)ના પીઆઇ જે.એમ. કૈલાને લીવ રિઝર્વમાં મુકાયા છે અને કોન્સ્ટેબલ જગદીશ વાંકની પોલીસ હેડ ક્વાર્ટરમાં બદલી કરવામાં આવી છે. ચર્ચા મૂજબ કારખાનેદારની કિંમતી ઓડી કાર પૈસાની લેવડ દેવડના એક કેસમાં EOWની ટીમ લઈ આવી હતી. જે મામલે ફરિયાદીએ હાઈકોર્ટમાં અરજી કરી હતી. ચર્ચાતી વિગતો મુજબ એક કારખાનેદારની કિંમતી ઓડી કાર શો રૂમમાંથી બારોબાર EOWની ટીમ લઈ આવી હતી. રિવોલ્વર બતાવીને આપી હતી ધમકી રાજકોટના એક અરજદારે અગાઉ હાઇકોર્ટમાં અરજી કરી હતી કે પૈસાની લેવડ દેવડના એક કેસમાં તેને રાજકોટ DCB પોલીસ મથકે બોલાવવામાં આવ્યો હતો. જ્યાં તેની સામે ફરિયાદ મળી છે તેમ જણાવવામાં આવ્યું હતું. તેને કલાકો બેસાડી રાખ્યા બાદ ફરિયાદીઓ આવ્યા હતા. જેમને અરજદારે 23 લાખ રૂપિયા ચૂકવવાના છે તેમ પોલીસે જણાવ્યું હતું.અરજદારે વધુમાં પોતાની અરજીમાં જણાવ્યું હતું કે, DCB ના PI એ તેને રિવોલ્વર બતાવીને ધમકી આપી હતી. તેમજ 02 લાખ રૂપિયા માંગ્યા હતા. જો કે તેને 1.5 લાખની વ્યવસ્થા કરી દીધી હતી. તેને PI ની હાજરીમાં હેડ કોન્સ્ટેબલને 1.5 લાખ રૂપિયા આપ્યા હતા. અરજદારની ઓડી ગાડી જે રિપેર માટે શો રૂમમાં આપી હતી. ત્યાંથી ઓડી ગાડી પણ તેને સાથે લઈ જઈને સામા પક્ષકારને આપી દેવાઈ હતી. 

Rajkotમાં રૂપિયાની લેતી-દેતી કેસમાં PI કૈલા સામે દાખલારુપ કાર્યવાહીનો હાઈકોર્ટે કર્યો આદેશ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજકોટ eowના તત્કાલિન પીઆઈ જે.એમ.કૈલા સામે ગુજરાત હાઈકોર્ટે દાખલારૂપ કાર્યવાહી કરવા માટે આદેશ આપ્યો છે.ઓડી કારના ચોરી કેસમાં PI સામે કાર્યવાહીના આદેશ કરવામાં આવ્યા છે.કાર પરત અપાવવા માટે હવાલો લીધો હોવાના આક્ષેપ કરવામાં આવ્યો છે જેમાં વેપારીને બોલાવી ગુનો દાખલ કરવાની આપી હતી ધમકી તો બીજી તરફ હાઇકોર્ટે DCB પોલીસ સ્ટેશનના CCTV મંગાવ્યા હતા અને પોલીસ સ્ટેશનમાં CCTV ન હોવાનો રિપોર્ટ કરાયો હતો તે સમયે PI કૈલાની લીવ રિઝર્વમાં બદલી કરી દેવામાં આવી હતી.

ફરિયાદીએ હાઈકોર્ટમાં કરી હતી અરજી

રાજકોટ શહેર પોલીસની ઇકોનોમિક ઓફેન્સ વિંગ (EOW)ના પીઆઇ જે.એમ. કૈલાને લીવ રિઝર્વમાં મુકાયા છે અને કોન્સ્ટેબલ જગદીશ વાંકની પોલીસ હેડ ક્વાર્ટરમાં બદલી કરવામાં આવી છે. ચર્ચા મૂજબ કારખાનેદારની કિંમતી ઓડી કાર પૈસાની લેવડ દેવડના એક કેસમાં EOWની ટીમ લઈ આવી હતી. જે મામલે ફરિયાદીએ હાઈકોર્ટમાં અરજી કરી હતી. ચર્ચાતી વિગતો મુજબ એક કારખાનેદારની કિંમતી ઓડી કાર શો રૂમમાંથી બારોબાર EOWની ટીમ લઈ આવી હતી.

રિવોલ્વર બતાવીને આપી હતી ધમકી

રાજકોટના એક અરજદારે અગાઉ હાઇકોર્ટમાં અરજી કરી હતી કે પૈસાની લેવડ દેવડના એક કેસમાં તેને રાજકોટ DCB પોલીસ મથકે બોલાવવામાં આવ્યો હતો. જ્યાં તેની સામે ફરિયાદ મળી છે તેમ જણાવવામાં આવ્યું હતું. તેને કલાકો બેસાડી રાખ્યા બાદ ફરિયાદીઓ આવ્યા હતા. જેમને અરજદારે 23 લાખ રૂપિયા ચૂકવવાના છે તેમ પોલીસે જણાવ્યું હતું.અરજદારે વધુમાં પોતાની અરજીમાં જણાવ્યું હતું કે, DCB ના PI એ તેને રિવોલ્વર બતાવીને ધમકી આપી હતી. તેમજ 02 લાખ રૂપિયા માંગ્યા હતા. જો કે તેને 1.5 લાખની વ્યવસ્થા કરી દીધી હતી. તેને PI ની હાજરીમાં હેડ કોન્સ્ટેબલને 1.5 લાખ રૂપિયા આપ્યા હતા. અરજદારની ઓડી ગાડી જે રિપેર માટે શો રૂમમાં આપી હતી. ત્યાંથી ઓડી ગાડી પણ તેને સાથે લઈ જઈને સામા પક્ષકારને આપી દેવાઈ હતી.