Rajkotમાં રાખડી કોમી એકતા અને ભાઈચારનું પ્રતિક બની,વાંચો Special Story
બે દિવસ બાદ આવશે રક્ષા બંધનનો તહેવાર મુસ્લિમ વેપારી રાખડીનું કરે છે વેચાણ આ વેપારીના રાખડીના વેચાણ પાછળ જોડાયેલી છે અનેક વાતો દેશ અને દુનિયામાં એક તરફ હિન્દુ અને મુસ્લિમ કોમ વિવાદને લઈને ચર્ચામાં રહે છે પરંતુ રાજકોટ આજે કોમી એકતા અને બંધુત્વ માટે ઉદાહરણ રૂપ બની રહ્યું છે અને તેના માટે નિમિત્ત બની છે રાખડી અને યુસુફભાઈ વોરા.છેલ્લા 57 વર્ષથી યુસુફ ભાઈ રાખડી બનાવે છે અને વેચે છે તેઓ દર વર્ષે ખાસ ભૂદેવો માટે નિઃશુલ્ક યજમાન રાખડી બનાવીને વિતરણ કરે છે. ભૂદેવો માટે ફ્રીમાં રાખડી રાખડી સાથે યુસુફભાઈનો 57 વર્ષ પહેલા નો એક બનાવ છે જેને યાદ કરીને તેઓ આજે પણ લાગણીશીલ બની જાય છે.યુસુફ ભાઈ જણાવે છે કે 57 વર્ષ પહેલા એક થેલાથી તેઓએ રાખડીની શરૂઆત કરી હતી રક્ષા બંધનના આગલા રાત્રીના એક ભૂદેવ ઉધાર રાખડી લેવા આવેલા હતા અને મે તેઓને ઉધાર રાખડી આપી હતી બીજા દિવસે રાખડીના પૈસા ચૂકવા ભૂદેવ આવેલા 5 રૂપિયાની રાખડીના સવા પાંચ આપ્યા ત્યારે તે ખૂબ ખુશ હતા અને આશીર્વાદ આપતા હતા.મે પૈસા નહિ માત્ર આશીર્વાદ માંગ્યા.તે સિલસિલો આજ સુધી ચાલુ છે અને અમારે ત્યાં ભૂદેવો માટે નિઃશુલ્ક રાખડી બને છે અને વિતરણ કરવામાં આવે છે. આ ભાઈને સલામ છે યુસુફ ભાઈને ત્યાં ઢગલા બંધ રાખડીની વેરાયટીઓ આવેલી છે.જેને ખરીદી કરવા મોટી સંખ્યામાં બહેનો પણ ઉમટી પડે છે.ભાઈ અને બહેનના પવિત્ર તહેવારને બહેનો ખાસ બનાવવા માંગે છે.ભાઈ માટે રાખડી ખરીદી કરવા આવેલી બહેનો પણ રક્ષા બંધનને લઈને પોતાની લાગણીઓ વ્યક્ત કરી લાગણીશીલ બની જાય છે.રાખડી એ માત્ર ભાઈના હાથના કાંડા ઉપર બંધાતું બંધન નથી પરંતુ બેનના પવિત્ર સ્નેહનું પ્રતિક પણ છે. રાજકોટની રાખડી સ્નેહ સાથે કોમી એકતા અને પવિત્ર પ્રેમનો સંદેશ પણ આપી રહી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- બે દિવસ બાદ આવશે રક્ષા બંધનનો તહેવાર
- મુસ્લિમ વેપારી રાખડીનું કરે છે વેચાણ
- આ વેપારીના રાખડીના વેચાણ પાછળ જોડાયેલી છે અનેક વાતો
દેશ અને દુનિયામાં એક તરફ હિન્દુ અને મુસ્લિમ કોમ વિવાદને લઈને ચર્ચામાં રહે છે પરંતુ રાજકોટ આજે કોમી એકતા અને બંધુત્વ માટે ઉદાહરણ રૂપ બની રહ્યું છે અને તેના માટે નિમિત્ત બની છે રાખડી અને યુસુફભાઈ વોરા.છેલ્લા 57 વર્ષથી યુસુફ ભાઈ રાખડી બનાવે છે અને વેચે છે તેઓ દર વર્ષે ખાસ ભૂદેવો માટે નિઃશુલ્ક યજમાન રાખડી બનાવીને વિતરણ કરે છે.
ભૂદેવો માટે ફ્રીમાં રાખડી
રાખડી સાથે યુસુફભાઈનો 57 વર્ષ પહેલા નો એક બનાવ છે જેને યાદ કરીને તેઓ આજે પણ લાગણીશીલ બની જાય છે.યુસુફ ભાઈ જણાવે છે કે 57 વર્ષ પહેલા એક થેલાથી તેઓએ રાખડીની શરૂઆત કરી હતી રક્ષા બંધનના આગલા રાત્રીના એક ભૂદેવ ઉધાર રાખડી લેવા આવેલા હતા અને મે તેઓને ઉધાર રાખડી આપી હતી બીજા દિવસે રાખડીના પૈસા ચૂકવા ભૂદેવ આવેલા 5 રૂપિયાની રાખડીના સવા પાંચ આપ્યા ત્યારે તે ખૂબ ખુશ હતા અને આશીર્વાદ આપતા હતા.મે પૈસા નહિ માત્ર આશીર્વાદ માંગ્યા.તે સિલસિલો આજ સુધી ચાલુ છે અને અમારે ત્યાં ભૂદેવો માટે નિઃશુલ્ક રાખડી બને છે અને વિતરણ કરવામાં આવે છે.
આ ભાઈને સલામ છે
યુસુફ ભાઈને ત્યાં ઢગલા બંધ રાખડીની વેરાયટીઓ આવેલી છે.જેને ખરીદી કરવા મોટી સંખ્યામાં બહેનો પણ ઉમટી પડે છે.ભાઈ અને બહેનના પવિત્ર તહેવારને બહેનો ખાસ બનાવવા માંગે છે.ભાઈ માટે રાખડી ખરીદી કરવા આવેલી બહેનો પણ રક્ષા બંધનને લઈને પોતાની લાગણીઓ વ્યક્ત કરી લાગણીશીલ બની જાય છે.રાખડી એ માત્ર ભાઈના હાથના કાંડા ઉપર બંધાતું બંધન નથી પરંતુ બેનના પવિત્ર સ્નેહનું પ્રતિક પણ છે. રાજકોટની રાખડી સ્નેહ સાથે કોમી એકતા અને પવિત્ર પ્રેમનો સંદેશ પણ આપી રહી છે.