Dahod: કુરિયર કંપનીની ગાડીમાંથી 108 કિલો ચાંદી, 1.38 કરોડની રોકડ કરી જપ્ત
દાહોદ પોલીસ દ્વારા ખંગેલા ઈન્ટરસ્ટેટ ચેક પોસ્ટ પર મોટી કાર્યવાહી કરવામાં આવી છે. એક કુરિયર કંપનીની ગાડીમાં ડ્રાઈવરની સીટ નીચેના ચોરખાનામાં સંતાડેલી મોટી માત્રામાં રોકડ રકમ તેમજ ચાંદીનો જથ્થો ઝડપાયો છે. પોલીસની આ કાર્યવાહીથી રોકડ રકમ અને સોના-ચાંદીની હેરાફેરી કરતા લોકોમાં ભારે ફફડાટ ફેલાયો છે.પોલીસે રોકડ, ચાંદી, ગાડી સહિત 2.19 કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત પોલીસે રૂપિયા 75 લાખની કિંમતની 108 કિલો ચાંદી અને 1.38 કરોડની રોકડ રકમ જપ્ત કરી છે. અલગ અલગ દરની 1.38 કરોડની રોકડ, 5 લાખની ગાડી સાથે કુલ 2.19 કરોડનો મુદ્દામાલ પોલીસે જપ્ત કરી લીધો છે. આ સાથે જ પોલીસે કુરિયર કંપનીની ગાડી તેમજ ચાલક સહિત 3 લોકોની ધરપકડ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે રોકડ તેમજ ચાંદી ઝાંસીથી રાજકોટ લઈ જતી હોવાનો ખુલાસો થયો છે. ચૂંટણી કે હવાલા સાથેના એંગલથી પણ પોલીસે તપાસ શરૂ કરી છે. ચૂંટણી કે હવાલા સાથેના એંગલથી પોલીસે તપાસ શરૂ કરી ઉલ્લેખનીય છે કે રાજ્યમાં 16 ફેબ્રુઆરીએ સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે, ત્યારે તે પહેલા જ આટલી મોટી માત્રામાં રોકડ રકમ અને ચાંદીનો જથ્થો ઝડપાતા અનેક પ્રકારની વાતો વહેતી થઈ છે અને કેટલાય મોટા માથાઓ પર ચિંતામાં સરી પડ્યા છે. જો કે સમગ્ર વિગત તો પોલીસ તપાસ પૂર્ણ કરે ત્યારબાદ જ સામે આવશે અને ચોક્કસ કારણ જાણવા મળશે કે કોને આ રકમ અને ચાંદીનો જથ્થો કયા કામે મોકલ્યો હતો.
![Dahod: કુરિયર કંપનીની ગાડીમાંથી 108 કિલો ચાંદી, 1.38 કરોડની રોકડ કરી જપ્ત](https://epapercdn.sandesh.com/images/2025/02/12/xiObHrT1UFFxvpOUPuH40t5ezbZhQsp6iCvelETi.jpg?#)
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
દાહોદ પોલીસ દ્વારા ખંગેલા ઈન્ટરસ્ટેટ ચેક પોસ્ટ પર મોટી કાર્યવાહી કરવામાં આવી છે. એક કુરિયર કંપનીની ગાડીમાં ડ્રાઈવરની સીટ નીચેના ચોરખાનામાં સંતાડેલી મોટી માત્રામાં રોકડ રકમ તેમજ ચાંદીનો જથ્થો ઝડપાયો છે. પોલીસની આ કાર્યવાહીથી રોકડ રકમ અને સોના-ચાંદીની હેરાફેરી કરતા લોકોમાં ભારે ફફડાટ ફેલાયો છે.
પોલીસે રોકડ, ચાંદી, ગાડી સહિત 2.19 કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
પોલીસે રૂપિયા 75 લાખની કિંમતની 108 કિલો ચાંદી અને 1.38 કરોડની રોકડ રકમ જપ્ત કરી છે. અલગ અલગ દરની 1.38 કરોડની રોકડ, 5 લાખની ગાડી સાથે કુલ 2.19 કરોડનો મુદ્દામાલ પોલીસે જપ્ત કરી લીધો છે. આ સાથે જ પોલીસે કુરિયર કંપનીની ગાડી તેમજ ચાલક સહિત 3 લોકોની ધરપકડ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે રોકડ તેમજ ચાંદી ઝાંસીથી રાજકોટ લઈ જતી હોવાનો ખુલાસો થયો છે. ચૂંટણી કે હવાલા સાથેના એંગલથી પણ પોલીસે તપાસ શરૂ કરી છે.
ચૂંટણી કે હવાલા સાથેના એંગલથી પોલીસે તપાસ શરૂ કરી
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં 16 ફેબ્રુઆરીએ સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે, ત્યારે તે પહેલા જ આટલી મોટી માત્રામાં રોકડ રકમ અને ચાંદીનો જથ્થો ઝડપાતા અનેક પ્રકારની વાતો વહેતી થઈ છે અને કેટલાય મોટા માથાઓ પર ચિંતામાં સરી પડ્યા છે. જો કે સમગ્ર વિગત તો પોલીસ તપાસ પૂર્ણ કરે ત્યારબાદ જ સામે આવશે અને ચોક્કસ કારણ જાણવા મળશે કે કોને આ રકમ અને ચાંદીનો જથ્થો કયા કામે મોકલ્યો હતો.