Rajkotમાંં રોગચાળો વકર્યો, ઝાડા ઉલ્ટીના 291, ચિકનગુનિયાનો એક કેસ નોંધાયો

Jul 7, 2025 - 14:30
Rajkotમાંં રોગચાળો વકર્યો, ઝાડા ઉલ્ટીના 291, ચિકનગુનિયાનો એક કેસ નોંધાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજ્યમાં વરસેલા ભારે વરસાદ બાદ હવે રોગચાળાના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળામાં વધારો થયો છે. રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના અધિકારીએ માહિતી આપતા કહ્યું કે ગત સપ્તાહમાં શહેરમાં શરદી-ઉધરસના 699, તાવના 938 કેસ નોંધાયા છે. જ્યારે ઝાડા ઉલ્ટીના 291, ચિકનગુનિયાનો એક કેસ નોંધાયો છે. ટાઈફોડના બે અને કમળાના ચાર કેસ નોંધાયા છે.

રાજકોટમાં રોગચાળામાં વધારો

રાજકોટમાં રોગચાળામાં વધારો થયો છે. શરદી-ઉધર, તાવ, ઝાડા-ઉલ્ટીના કેસમાં વધારો થયો છે. શહેરમાં શરદી-ઉધરસના 699, તાવના 938 કેસ નોંધાયા છે. જ્યારે ઝાડા ઉલ્ટીના 291, ચિકનગુનિયાનો એક કેસ નોંધાયો છે. ટાઈફોડના બે અને કમળાના ચાર કેસ નોંધાયા છે. શહેરમાં ગત સપ્તાહની સરખામણીએ રોગચાળામાં વધારો થયો છે.

ગત સપ્તાહની સરખામણીએ રોગચાળામાં વધારો

શહેરેમાં વધતા રોગચાળાને રોકવા આરોગ્ય અધિકારીએ જણાવ્યું કે ચોમાસા દરમિયાન ખુલ્લામાં મળતા ખોરાક લેવા લોકોએ ટાળવા જોઈએ. તથા ચોમાસા દરમિયાન લોકોએ ઉકાળેલું પાણી પીવું જોઈએ. રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા વરસાદને લઈને માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે અને લોકોને પીવાનું પાણી ઉકાળીને પીવા માટે સલાહ આપવામાં આવી રહી છે અને આસપાસમાં સ્વચ્છતા રાખવા માટે કહેવામાં આવ્યું છે. કોઈ પણ પ્રકારની બિમારી હોય તો તાત્કાલિક ડોક્ટરને બતાવવાની પણ અપીલ કરવામાં આવી રહી છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0