Ahmedabad શહેરમાં ફરજ બજાવતા સિનીયર આઇપીએસ અધિકારીઓ નાગરિકોની સુરક્ષામાં ખડેપગે,. સુરક્ષાને લઇ આપ્યો સંદેશ

Oct 21, 2025 - 10:00
Ahmedabad  શહેરમાં ફરજ બજાવતા સિનીયર આઇપીએસ અધિકારીઓ નાગરિકોની સુરક્ષામાં ખડેપગે,. સુરક્ષાને લઇ આપ્યો સંદેશ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદના નાગરિકો માટે પોલીસ સ્મૃતિ દિવસ-2025 પર સંદેશ, પ્રિય, અમદાવાદના નાગરિકો, આ પવિત્ર દિવસે જ્યારે આપણે પોલીસ સ્મૃતિ દિવસ ઉજવીએ છીએ, ત્યારે હું આપ સૌને હ્રદયપૂર્વક શુભેચ્છા પાઠવું છું. 21 ઓક્ટોબરનો દિવસ સમગ્ર રાષ્ટ્રની પોલીસ માટે અતિ મહત્વનો છે.

પોલીસ સ્મૃતિ દિવસ દર વર્ષે 21 ઓક્ટોબરે ઉજવવામાં આવે છે. પોલીસ સ્મૃતિ દિવસ પર કમિશનરશ્રીનો મેસેજ

આ ગાંભીર્યપૂર્ણ દિવસે અમે આપણા બહાદુર પોલીસકર્મીઓના સર્વોચ્ચ બલિદાનને યાદ કરીએ છીએ અને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ. જેમણે ફરજ નિભાવતા પોતાના પ્રાણો અર્પણ કર્યા હતા. રાજ્યના વિવિધ જિલ્લાઓના પોલીસ મુખ્યાલયોમાં સ્મારક પરેડનું આયોજન કરવામાં આવે છે, જ્યાં રાજ્યના પોલીસ અને અર્ધ સૈનિક દળોના સહીદ થયેલા કર્મચારીઓના નામ વાંચીને સન્માનિત કરવામાં આવે છે.

1959ના આ જ દિવસે ચીની સેનાએ લદાખના હોટ સ્પ્રિંગ્સ ખાતે સીઆરપીએફની પેટ્રોલ ટીમ પર હિંસક હુમલો કર્યો હતો જેમાં 10 જવાનોએ દેશ સેવામાં પોતાનું જીવન અર્પણ કર્યું હતું. દર વર્ષે રાજ્ય પોલીસ હોટ સ્પ્રિંગ્સ ખાતે પ્રતિનિધિમંડળને મોકલી આ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે જેમણે 21 ઓક્ટોબર, 1959ના રોજ દેશની સરહદોની રક્ષા કરતા બલિદાન આપ્યું હતું.

અણદાવાદ શહેર પોલીસ માટે જે પોતાના નાગરિકોની સુરક્ષાને પ્રથમ પ્રાથમિક્તા આપે છે, પોલીસ સ્મૃતિ દિવસ વિશેષ મહત્વ ધરાવે છે. શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે અને શાંતિ અખંડિત રહે તે માટે અમદાવાદ પોલીસ દ્વારા વિવિધ સક્રિય પગલાં લેવામાં આવે છે. તેમાં રાત્રી પેટ્રોલિંગ, ચેકપોસ્ટ (નાકાબંધી) અને પગપાળા પેટ્રોલીંગ જેવી કામગિરીનો સમાવેશ થાય છે જેથી ચોરી, લૂંટફાટ અને લૂંટ જેવા ગુનાઓને રોકી શકાય. જો આવા બનાવો છતાં બને તો તત્કાલિક અને અસરકારક કાનૂની કાર્યવાહી કરવામાં આવે છે.

તે ઉપરાંત દરેક પોલીસ સ્ટેશનના વિસ્તારની મહત્વપૂર્ણ જગ્યાઓ પર ગુનાઓ ઉકેલવામાં મદદરુપ થાય તે માટે સીસી ટીવી કેમેરા સ્થાપિત કરવામાં આવ્યા છે. સમય સાથે અને ટેક્નોલોજીની પ્રગતિને ધ્યાનમાં રાખીને પોલીસ દળ પણ પોતાની કામગિરીમાં સુધારા કરી રહ્યું છે. જેથી જનતાને વધુ સુરક્ષા પુરી પાડી શકાય. સાયબર સેલ, ઓનલાઇન છેતરપિંડી અટકાવવા માટે સક્રિય રીતે કાર્યરત છે અને આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ગુનેગારોને શોધી કાઢે છે અને પીડિતોને તેમની ગુમાવેલી રકમ પાછી મેળવવામાં મદદ કરે છે.

અમદાવાદમાં વધતા ટ્રાફિકના પ્રશ્નો અને માર્ગ અકસ્માતોમાં ઘટાડો લાવવા માટે શહેર પોલીસ અસરકારક અને પરિણામ કારક પગલાં લઇ રહી છે. ઉપરાંત નાગરિકો પોતાના પ્રશ્નો માટે કોઇ પણ સમયે પોલીસનો સંપર્ક કરી શકે તે માટે અમદાવાદ શહેર પોલીસે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર સત્તાવાર એકાઉન્ટ શરુ કર્યા છે જેનું સતત નિરીક્ષણ સમર્પિત સોશિયલ મીડિયા સેલ દ્વારા કરવામાં આવે છે.

તાજેતરમાં અમદાવાદમાં થયેલ વિમાન દૂર્ઘટનાએ ફરી એક વાર આપણા પોલીસકર્મીઓની બહાદુરી અને તેમની ઝડપી કામગિરીને ઉજાગર કરી છે જેમણે જોખમ વચ્ચે પણ નિસ્વાર્થભાવથી પોતાની ફરજ નિભાવી

નંબીઓના 2025ના ક્રાઇમ એન્ડ સેફ્ટી ઇન્ડેક્સ રિપોર્ટ મુજબ અમદાવાદને ભારતનું સૌથી સુરક્ષિત શહેરનું સ્થાન મળ્યું છે. એશિયામાં પણ અમદાવાવાદે 29મું સ્થાન મેળવ્યું છે જે મુંબઇ, દિલ્હી, બેંગલુરુ અને હૈદરાબાદ જેવા મોટા મહાનગરોને પાછળ મુકે છે.

સુરક્ષિત શહેર અમદાવાદ

અમદાવાદના આ ઉચ્ચ સુરક્ષા દરનું કારણ એ છે તેની વિશાળ સીસી ટીવી નેટવર્ક, જેમાં 25000થી વધુ કેમેરા સ્થાપિત છે. આશ્ચર્યજનક રીતે તેમાના 22 હજાર કેમેરા નાગરિકોએ જ ગુજરાત પબ્લિક સેફ્ટી એક્ટ હેઠળ સ્થાપિત કર્યા છે જ્યારે બાકીના કેમેરા હોમ ડિપાર્ટમેન્ટ, અમદાવાદ મ્યુનિસીપલ કોર્પોરેશન અને નિર્ભયા પહેલ હેઠળ લગાવામાં આવ્યા છે.

અમદાવાદ શહેર પોલીસ સતત પ્રતિબદ્ધ અને કાર્યક્ષમ રહીને નાગરિકોની શાંતિ અને સુરક્ષા કરવા માટે પ્રયત્નશીલ છે

પોલીસ સ્મૃતિ દિવસે આપણે આપણા બહાદુર હીરોને સલામ કરીએ છીએ, જેમણે સમાજની રક્ષા માટે પોતાનું આખું જીવન સમર્પિત કર્યું છે. આ દિવસે અમે તેમના ત્યાગ અને સંઘર્ષોને યાદ કરીએ છીએ. પોલીસના અવિરત પ્રયત્નો અને સેવાઓ દરેકની સુરક્ષા સુનિશ્ચિત કરે છે. આવો આ પોલીસ સ્મૃતિ દિવસે દેશભરના પોલીસ શહીદોને હ્રદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ અને પ્રતિજ્ઞા લઇએ કે આપઁણે પણ આપણા સહનાગરિકોની સેવા, સુરક્ષા અને શાંતિ માટે સતત પ્રયત્નશીલ રહીશું

સંદેશ

અમદાવાદ શહેર પોલીસ દ્વારા પ્રજાની સુરક્ષાને પ્રાથમિક્તા આપતી અમદાવાદ શહેર પોલીસ માટે પોલીસ શહીદ દિવસ ખુબ જ અગત્યનો ભાગ ભજવે છે. શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સુચારુરુપે જળવાઇ રહે અને શહેરમાં શાંતિનો માહોલ રહે તેવા પગલાં અમદાવાદ શહેર પોલીસ દ્વારા અનેકવિધ પગલાં અવિરત લેવામાં આવી રહ્યા છે. અસામાજીક તત્વોમાં ફફડાટ રહે અને કોઇપણ અનિચ્છનિય બનાવ કે ઘટના આકાર ન લે તે માટે પોલીસ દ્વારા તેમના વિરુદ્ધમાં અનેક જાતના અટકાયતી પગલાં લેવાઇ રહ્યા છે.અમદાવાદ શહેર પોલીસ સતત પ્રયત્નશીલ અને કાર્યદક્ષ રહી અમદાવાદ શહેરની પ્રજાને શાંતી અને સુરક્ષા અને સલામતીનો અહેસાસ કરાવી રહેલ છે સેક્ટર 02

પોતાના પરિવારથી દુર રહી સમાજની રક્ષા કરે છે, એ આપણા સાચા હીરો છે. પોલીસ માત્ર કાયદાનો રક્ષક નથી પરંતુ નાગરિકોની સુરક્ષાનો સંકલ્પ છે. જે દેશની શાંતિ અને સુરક્ષા માટે દિવસ રાત ફરજ બજાવે છે અને પ્રશંસનીય કામગિરી કરે છે તેવા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને સલામ. પોલીસ સંભારણા દિવસ નિમિત્તે સૌને અભિનંદન સેક્ટર 01

અમદાવાદના નાગરિકો માટે પોલીસ સ્મૃતિ દિવસ -2025 પર સંદેશ

પ્રિય અમદાવાદના નાગરિકો

આ પવિત્ર દિવસે જ્યારે આપણે પોલીસ સ્મૃતિ દિવસ ઉજવી રહ્યા છીએ ત્યારે હું આપ સૌને હ્રદયપૂર્વક શુભેચ્છા પાઠવું છું. 21 ઓક્ટોબરનો દિવસ સમગ્ર રાષ્ટ્રની પોલીસ માટે અતિ મહત્વનો છે. આ દિવસે આપણે તે બહાદુર 10 સીઆરપીએફ અધિકારીઓને યાદ કરીએ છીએ જેમણે 21 ઓક્ટોબર 1959ના રોજ લદ્દાખ ખાતે આપમા રાષ્ટ્રની અખંડિતતા અને જનતા ની સુરક્ષા માટે ફરજ બજાવતા પોતાની આબરુ પર જીવ સમર્પિત કર્યો હતો. હું નીરજકુમાર બડગુજર, વધારાના પોલીસ કમિશનર, સેક્ટર 1, અમદાવાદ શહેર, આ અવસરે ફરીથી પ્રતિજ્ઞા લઉં છું કે અમારા નાગરિકોની સુરક્ષા અને સલામતી જ અમારી સર્વોચ્ચ પ્રાથમિક્તા છે.

શહીદોને શ્રદ્ધાંજલિ

આજે આપણે એક થઇનેતે બહાદુર પોલીસ અધિકારીઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ જેમણે આપણા શહેર, રાજ્ય અને દેશ માટે પોતાનું સર્વસ્વ અર્પણ કર્યું. તેમું શૌર્ય, ફરજની ભાવના, અને ન્યાય પ્રત્યેની પ્રતિબદ્ધતા આજે પણ આપણને પ્રેરણા આપે છે. તેમના સમર્પણ અને તેમના પરિવારજનોના ધૈર્યનો પ્રકાશ પોલીસ દળના દરેક સભ્ય માટે માર્ગદર્શક છે. તેમના બલિદાન અમર છે અને તેમના પ્રત્યેની આપણી કૃતજ્ઞતા શબ્દોમાં વ્યક્ત કરવી અશક્ય છે.

અમદાવાદ પોલીસ દળ સતત બદલાતા પડકારોનો સામનો કરી રહ્યું છે. કાયદો અને વ્યવસ્થા જાળવવી હોય, સંપત્તિ અને સાયબર ગુનાઓનો સામનો કરવો હોય, મહિલાઓ અને બાળકો સામેના ગુનાઓને રોકવા હોય કે પચી મોટા જાહેર પ્રસંગો, બંદોબસ્ત અને તહેવારો દરમિયાન શાંતિ જાળવવી હોય , દરેક પરિસ્થિતિમાં અમારા અધિકારીઓએ અદભૂત વ્યાવસાયીક્તા અને મહેનત બતાવી છે. ઘણી વાર પોતાની ઘણીવાર પોતાનાથી વધુ સેવાને પ્રાધાન્ય આપ્યું છે. આજે, જ્યારે આપણે આદરપૂર્વક માથું નમાવીએ છીએ, ત્યારે લદ્દાખના હોટ સ્પ્રિંગ્સ ખાતે અપાયેલા તેમના બલિદાનમાંથી પ્રેરણા લઈએ છીએ. સમાજમાં પોલીસની ભૂમિકા

દરેક આકસ્મિક પરિસ્થિતિમાં — ભલે તે માર્ગ અકસ્માત હોય, કુદરતી કે માનવસર્જિત આપત્તિ હોય, કે કાયદો અને વ્યવસ્થાનો પ્રશ્ન હોય — પોલીસ જ પ્રથમ પ્રતિભાવ આપનારી શક્તિ છે. તે એક અદ્રશ્ય શક્તિ છે, જે શહેરના દૈનિક જીવનને સુવ્યવસ્થિત અને શાંત રાખે છે. અમદાવાદ પોલીસ પોતાના ધ્યેય પર અડગ છે — રક્ષણ કરવું, માર્ગદર્શન આપવું અને સેવા આપવી.

ચોમાસા દરમિયાન સરળ ટ્રાફિક સુનિશ્ચિત કરવો હોય, નવરાત્રી અને રથયાત્રા દરમિયાન શાંતિ જાળવવી હોય કે પછી સાયબર સુરક્ષા અને ડિજિટલ ઠગાઈ જેવા આધુનિક પડકારોનો સામનો કરવો હોય, અમારા અધિકારીઓ સતત તાલમેલ રાખી કાર્યરત છે. લાંબા કલાકો અને કઠિન પરિસ્થિતિઓ વચ્ચે પણ તેઓ કાયદો અને જનવિશ્વાસ જાળવવા પ્રતિબદ્ધ રહે છે. પરંતુ અમે જાણીએ છીએ કે પોલીસિંગ સૌથી સારું ત્યારે કાર્ય કરે છે જ્યારે તેને જનસહકાર અને વિશ્વાસ મળે. તમારા સહયોગથી જ આપણે અમદાવાદને વધુ સુરક્ષિત અને મજબૂત બનાવી શકીએ.

આપ પ્રત્યે અમારું વચન

અમદાવાદ શહેર પોલીસ જાહેર સુરક્ષા, પારદર્શિતા અને સમુદાય સહકાર માટે પ્રતિબદ્ધ છે. વધારેલા પેટ્રોલિંગ, ટેક્નોલોજી આધારિત સર્વેલન્સ, અને ડાયલ ૧૧૨ દ્વારા ઝડપી પ્રતિસાદ પ્રણાલી દ્વારા, અમે ગુનાઓ અટકાવવા અને નાગરિકોને ઝડપી સહાય પૂરી પાડવા પ્રયત્નશીલ છીએ. પોલીસ અને જનતા વચ્ચેનો સંબંધ પારસ્પરિક વિશ્વાસ પર આધારિત છે, અને અમે આ બંધનને વધુ મજબૂત બનાવવા માટે જવાબદારી, કરુણા અને સેવાના સિદ્ધાંતો પર કાર્યરત છીએ.

અમે અહીં છીએ — સાંભળવા, પ્રતિસાદ આપવા, શાંતિ જાળવવા અને રક્ષણ આપવા.

આજે, જ્યારે આપણે આપણા શહીદોને યાદ કરીએ છીએ, ત્યારે ચાલો, એ શાંતિ જાળવવાની પ્રતિજ્ઞા લઈએ, જેના માટે તેમણે પોતાનું જીવન અર્પણ કર્યું. ચાલો, તેમની સ્મૃતિને ફક્ત સ્મરણથી નહીં, પણ જવાબદાર નાગરિકત્વથી સન્માનિત કરીએ — કાયદાનો આદર કરીને, એકબીજાને સહકાર આપીને અને શાંતિપૂર્ણ, સુરક્ષિત અમદાવાદની રચનામાં સહભાગી બનીને.

ચાલો, મળીને એવું શહેર રચીએ જ્યાં દરેક ખૂણામાં શાંતિ અને એકતા ઝળહળે.

જય હિંદ!

નીરજકુમાર બડગુજર, વધારાના પોલીસ કમિશનર, સેક્ટર-૧ અમદાવાદ શહેર

સ્પેશિયલ બ્રાન્ચ તરફથી સંદેશપ્રિય અમદાવાદના નાગરિકો,આ પવિત્ર દિવસે, જ્યારે આપણે પોલીસ સ્મૃતિ દિવસ ઉજવીએ છીએ, ત્યારે હું આપ સૌને હૃદયપૂર્વક શુભેચ્છાઓ પાઠવું છું. આ દિવસ, ૨૧ ઓક્ટોબર, દેશભરના પોલીસ ભાઈ-બહેનો માટે વિશેષ મહત્વ ધરાવે છે. આ દિવસ એવો છે જ્યારે આપણે આપણા રાષ્ટ્રની અખંડિતતા અને તેના લોકોની સુરક્ષાનું રક્ષણ કરતી વખતે ફરજ બજાવતા પોતાના જીવનનું બલિદાન આપનારા બહાદુર પોલીસ અધિકારીઓને યાદ કરીએ છીએ અને તેમનું સન્માન કરીએ છીએ.પોલીસ સ્મૃતિ દિવસ નિમિત્તે લોકોલક્ષી કાર્યને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવે છે અને તે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. અમદાવાદ પોલીસે ૧,૯૨,૬૮૧ ઓનલાઈન પાસપોર્ટ અરજીઓ પર પ્રક્રિયા કરી, ૬,૨૬૨ ચકાસણી કરી, અને ધાર્મિક રેલીઓ તથા અન્ય કાર્યક્રમો માટે ૧,૦૩૪ પરમિટ આપી.ફરી એકવાર, હું રાષ્ટ્ર માટે પોતાના જીવનનું બલિદાન આપનારા સમર્પિત પોલીસ જવાનોને સલામ કરું છું. હું શહીદોના પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરું છું.જય હિન્દ.

 પ્રજાની સુરક્ષાને પ્રાથમિકતા આપતા પોલીસ વિભાગ માટે પોલીસ સંભારણા દિવસ એક ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે.અમદાવાદ શહેરની વસ્તીની સરખામણીએ વાહનોમાં પણ ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. વાહન ચાલકોની કાયદાકીય અજ્ઞાનતા, માર્ગ ઉપયોગિતાનો અભાવ અને નિયમોની અમલવારી કરવાની અસમજને કારણે શહેરની ટ્રાફિક સમસ્યા દિન-પ્રતિદિન વિકટ બની રહી છે. અમદાવાદ શહેરમાં વધતી જતી ટ્રાફિકની સમસ્યાને નિવારવા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા રોડ એન્જિનિયરિંગમાં સુધારા તથા એન્ફોર્સમેન્ટની કાર્યવાહી કરવામાં આવેલ છે.ટ્રાફિક પોલીસના પ્રયાસોથી આ વર્ષે માર્ગ અકસ્માતોની સંખ્યામાં ગત વર્ષની સરખામણીમાં સરેરાશ ઘટાડો થયેલ છે. તેમજ એન્ફોર્સમેન્ટના ભાગ રૂપે કરવામાં આવતી કામગીરીમાં સને -૨૦૨૫માં કુલ ૨૯,૯૭,૯૧૭ કેસ કરી કુલ દંડ-રૂ. ૧,૮૫,૦૧,૪૦,૯૦૦/- ટ્રાફિક નિયમન ભંગ કરતા વાહન ચાલકો પાસેથી વસૂલ કરેલ છે. આ પ્રયાસોથી માર્ગ અકસ્માતની સંખ્યા ઉપરાંત ટ્રાફિક જામની સંખ્યામાં પણ નોંધપાત્ર ઘટાડો નોંધાયેલ છે. આ ઉપરાંત, આમ પ્રજાજનોમાં ટ્રાફિકની જાગૃતિ આવે તે સારુ અવાર-નવાર તાબાના અધિકારીશ્રી તેમજ પોતે પણ જાગૃતિ કાર્યક્રમો યોજેલ છે.શહેરમાં માર્ગ અકસ્માતમાં અનેક માનવીય જીવો ગુમાવવાની પરિસ્થિતિનું નિર્માણ થાય છે. જેથી આવી દુઃખદ ઘટનાઓ બનતી નિવારવા મોટર વ્હીકલ એક્ટ તેમજ ટ્રાફિક નિયમોનું પાલન કરવું જરૂરી, અનિવાર્ય અને ઉપયોગી બની ગયું છે.આજના આ દિવસે આપણે સર્વે ટ્રાફિકના નિયમોનું સભાનતાપૂર્વક પાલન કરી માર્ગ અકસ્માત બનતા નિવારવા સંકલ્પ કરીએ. આ બાબતે આપણે સૌ પ્રતિબદ્ધતા કેળવીએ તેમજ ટ્રાફિકના નિયમોનું પાલન કરી એક આદર્શ વાહન ચાલક બની શહેરના માર્ગોનો વાહન ચાલક તરીકે ઉપયોગ કરતી વખતે પોતાની ફરજ સભાનતાથી અદા કરીએ અને આપણા અમદાવાદ શહેરને અકસ્માત મુક્ત બનાવીએ

એન.એન. ચૌધરી, IPS, સંયુક્ત પોલીસ કમિશનર, ટ્રાફિક, અમદાવાદ શહેર


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0