Ahmedabad : ટ્રાફિકની નાનામાં નાની સમસ્યાનું નિવારણ લાવતી અમદાવાદ ટ્રાફિક પોલીસ, મહિલા હોય કે પછી વૃદ્ધ, દરેકની સંભાળ લેતી શી ટીમ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ શહેરના ૪૬ પોલીસ સ્ટેશન વિસ્તારની ૪૬ શાળાઓમાં SPC (Student Police Cadet) કાર્યરત છે. જેના ૩,૩૫૦ કેડેટ્સને સાયન્સ સિટીના સહયોગથી મુલાકાત કરાવવામાં આવી. મંત્રા કંપનીના કર્મચારીઓ દ્વારા કેડેટ્સને વિવિધ પ્રોજેક્ટ કરાવવામાં આવ્યા અને માઇક્રોન કંપની દ્વારા તમામ સુવિધા પૂરી પાડવામાં આવી. ૧૮ માર્ચ, ૨૦૨૫ ના રોજ શાળાના ૭૫ કેડેટ્સ દ્વારા વિવિધ પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યા, જેમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબરના પ્રોજેક્ટને ટ્રોફી, મેડલ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા. અન્ય તમામ કેડેટ્સને પણ પ્રમાણપત્ર આપવામાં આવ્યા.
ટ્રાફિક નિયમન ભંગ બદલ દંડની કાર્યવાહી
અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક નિયમોના ભંગ કરતા વાહન ચાલકોને વિવિધ હેડ હેઠળ વર્ષ ૨૦૨૪ (જાન્યુઆરી-૨૦૨૪ થી ઓક્ટોબર-૨૦૨૫ દરમિયાન): કુલ ૧૧,૧૩,૫૪૧ કેસ કરી રૂ. ૮૭,૧૦,૨૦,૯૦૦/- નો દંડ કરવામાં આવેલ તથા ચાલુ વર્ષ ૨૦૨૫ (જાન્યુઆરી-૨૦૨૫ થી ઓક્ટોબર-૨૦૨૫ (૧૩/૧૦/૨૦૨૫) સુધી): કુલ ૨૯,૯૭,૯૧૭ કેસ કરી રૂ. ૧,૮૫,૦૧,૪૦,૯૦૦/- નો દંડ કરવામાં આવેલ છે. આમ, વર્ષ ૨૦૨૪ની સરખામણીએ વર્ષ ૨૦૨૫માં ૧૮,૮૪,૩૭૬ વધુ કેસ કરી રૂ. ૯૭,૯૧,૨૦,૦૦૦/- નો વધુ દંડ કરી પ્રશંસનીય કામગીરી કરવામાં આવેલ છે.
માનવતાવાદી અભિગમ
તા. ૧૯/૦૭/૨૦૨૫ ના રોજ સવારે ૧૦:૩૫ વાગ્યાના સુમારે એક વ્યક્તિ શ્રી મયુરભાઈ ગટોરભાઈ (ઉ.વ. ૩૩) સાબરમતી નદીમાં કૂદીને આત્મહત્યા કરવા જતા હતા. તેમને 'એલ' ટ્રાફિક પો.સ્ટે ખાતે ફરજ બજાવતા પો.કો. ઘનશ્યામભાઈ ઝંઝાભાઈ (બ.નં. ૧૨૫૨૮), ટી.આર.બી. જવાન અને અન્ય નાગરિકોએ પકડી લીધેલ અને તેમનો જીવ બચાવી, પરિવારનો માળો વિખેરાતો અટકાવેલ છે.
તા. ૧૧/૧૧/૨૦૨૪ ના રોજ ઠક્કરનગર ચાર રસ્તા પોલીસ ચોકીની સામેના ભાગ પર અમદાવાદ કોર્પોરેશન દ્વાકરા ડ્રેનેજ લાઇનનું કામ ચાલુ હતું. તે દરમિયાન જે.સી.બી. વડે ખોદકામ કરતા અદાણી ગેસની પી.એન.જી.ની પાઇપ લાઈનમાં ભંગાણ થતાં ગેસનો ફુવારો થયો. તેની બાજુમાંથી હેવી ઇલેક્ટ્રિક લાઇન પસાર થતી હોવાથી આગ લાગી. નજીકની ત્રણ દુકાનોમાં આગ લાગેલ. ટ્રાફિક પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી, વિસ્તારને કોર્ડન કર્યો, ફાયર બ્રિગેડને જાણ કરી અને એક દુકાનમાં પડેલા ગેસના સિલિન્ડરો તાત્કાલિક બહાર કઢાવ્યા. પોલીસની આ સતર્કતાને કારણે મોટી દુર્ઘટના થતી અટકી હતી. અમદાવાદ શહેર SHE ટીમ દ્વારા કરાયેલ કામગીરી
અમદાવાદ શહેર પોલીસની શી ટીમ મહિલાઓ, બાળકો અને સંવેદનશીલ પરિસ્થિતિમાં રહેલા નાગરિકોની સુરક્ષા માટે વિશેષ કામગીરી કરી રહી છે:
૧. આત્મહત્યાના પ્રયાસો અટકાવ્યા
તા. ૧૮/૦૨/૨૦૨૫ ના રોજ પાલડી પોલીસ સ્ટેશન શી ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન સરદાર બ્રિજ ઉપર ગ્રીલ પર ચડીને નદીમાં કૂદવાનો પ્રયત્ન કરી રહેલા એક ભાઈને તાત્કાલિક અટકાવ્યા. ઘરસંઘર્ષના કારણે આ પગલું ભરવા જતા આ ભાઈનું કાઉન્સેલિંગ કરી, પરિવારને જાણ કરી, સુખદ સમાધાન લાવી માનવ જિંદગી બચાવવાની સારી કામગીરી કરેલ છે. તે ભાઇને શી ટીમે સમજાવીને પોલીસ સ્ટેશન લાવ્યા હતા અને પૂછપરછમાં જાણવા મળેલ કે ઘર કંકાસના કારણે આવુ પગલું ભરવા જતા હતા તેથી ટીમના માણસોએ તેમની ફેમિલીને જાણ કરી તેમને સમજાવી ફેમિલી સાથે સુખદ સમાધાન કરી સોંપેલ છે
૨. ગુમ થયેલા લોકોની શોધખોળ
દાણીલીમડા પોલીસ સ્ટેશનની "શી" ટીમે ૧૭ વર્ષ પહેલા (સને-૨૦૦૮માં) ગુમ થયેલા રમીલાબેન પ્રવીણભાઈ મેકવાણા (જાણવા જોગ નંબર-૨૫/૨૦૦૮)ને સને-૨૦૨૫માં નોબલનગર વિસ્તારમાંથી શોધી કાઢી પ્રશંસનીય કામગીરી કરી છે. રમીલાબેનને લગ્નના 2 વર્ષ જેટલો સમય થયેલો હતો પણ તેઓને કોઇ બાળક ન હોય જેથી પતિ પત્ની વચ્ચે મનમેળ ન રહેતા રમીલાબેન ઘેરથી કોઇને કહ્યા વગર જતા રહ્યા હતા જેથી દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ દાખલ થયેલી હતી શી ટીમના વુમન પોલીસ કોન્સ્ટેબલ સંગીતાબેન પ્રમોદભાઇ તથા વુમન કોન્સ્ટેબલ રીટા બેન કરશનભાઇએ ગુમ થનાર રમીલાબેનની અલગ અલગ સ્થળો પર તપાસ કરી 17 વર્ષથી ગુમ થનારને નોબલ નગર કોતરપુર ચોકડી પાસે સરદારનગરથી શોધી કાઢી પ્રશંસનીય કામગિરી કરવામાં આવેલ છે.
તા. ૨૬/૦૪/૨૦૨૫ના રોજ નરોડા પોલીસ સ્ટેશન ખાતે એક રિક્ષા ચાલકને નાના ચિલોડા ચાર રસ્તાથી ૩ થી ૪ વર્ષનો બાળક મળેલ ત્યારબાદ નરોડા શી ટીમ દ્વારા તપાસ કરતાં રાતના ૯ વાગ્યાની આસપાસ તેના માતા-પિતાને શોધી કાઢી બાળકને સુપરત કર્યું.
તા. ૦૧/૦૫/૨૦૨૫ ના રોજ નિયતનગર વિસ્તારની રામજી તીર્થ સોસાયટીથી ગુમ થયેલ એક બાળક નિષ્કર્ષ પ્રકાશભાઇ ઓમકારજી યાદવ (ઉ.વ. ૦૮) રાણીપ વિસ્તારના વડવાળા ચોક ખાતે રડતા રડતા મળી આવ્યું હતું. બાળકની પૂછપરછ કરી તેના વાલીવારસની ખરાઈ કરી તેને સહી સલામત સોંપેલ છે.
૩. માનસિક સ્વાસ્થ્ય અને સંવેદનશીલ કેસ
તા. ૧૫/૦૪/૨૦૨૫ ના રોજ શી ટીમ દ્વારા એક મહિલા રહેમાબાનુ (ઉ.વ. ૨૩, રહે- ભીસદહયા, પ્રતાપગઢ, ઉત્તરપ્રદેશ) ને PCR વાન પાસે ઘરે જવા માટે મદદ માગતા, જેમણે અમદાવાદ કઈ રીતે આવી તે યાદ નહોતું. શી ટીમે તેમનું કાઉન્સેલિંગ કરી માતા-પિતાનો સંપર્ક કરી તેમને લેવા બોલાવ્યા. આ મહિલાની કુંડા પો.સ્ટે. (પ્રતાપગઢ) ખાતે પણ જા.જોગ. દાખલ થયેલ હતી.
તા. ૦૫/૦૪/૨૦૨૫ના રોજ ભારતીબેન મુકેશભાઈ ગુપ્તા (ઉ.વ. ૪૭)નું પતિ સાથે તથા દિકરી સાથે ઘરની સામાન્ય બાબતે બોલાચાલી થતા મનમાં લાગી આવતા લાલ દરવાજા આવ્યા હતા અને ઘરેથી નીકળી ગયા હતા. કરંજ પોલીસ સ્ટેશન ખાતે આવી શી ટીમનો સંપર્ક કરતા, ટીમે તેમનું કાઉન્સેલિંગ કરી તેમની દીકરી સાથે સુખદ સમાધાન કરાવી પરિવારને સોંપેલ છે.
૪. ભીખ માંગતા બાળકોનું રેસ્ક્યુ
અમદાવાદ શહેરમાં માયનોર બાળકોને ભીખ માંગવા મજબૂર કરતા ઇસમો વિરુદ્ધ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ડ્રાઇવ યોજવામાં આવેલ, જેમાં જાહેર જગ્યા પરથી કુલ ૧૮ બાળકોને ભિક્ષાવૃત્તિમાંથી પોલીસ સ્ટેશનોની SHE Team દ્વારા રેસ્ક્યુ કરાયા.
પાલડી પોલીસ સ્ટેશન શી ટીમ ઇન્ચાર્જ દ્વારા પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન એક ભાઇ સરદાર બ્રિજ ઉપરની ગ્રીલ ચઢીને નદીમાં કૂદવાનો પ્રયત્ન કરતા હતા જે જોઇ જતાં તત્કાળ ત્યાં પહોંચી ભાઇને સમજાવીને પોલીસ સ્ટેશન લાવ્યા હતા અને ઘરકંકાસથી તે આવું કરવા જતા હોવાનું બહાર આવતા તેમના ફેમિલીને બોલાવી સમાધાન લાવી સારી કામગિરી કરેલ
૫. બેભાન મહિલાને મદદ
કાગડાપીઠ પોલીસ સ્ટેશન: તા. ૨૧/૦૪/૨૦૨૫ના રોજ કાગડાપીઠ શી ટીમે ન્યૂ ક્લોથ માર્કેટ પાસે બેભાન હાલતમાં મળી આવેલી એક મહિલા ગીતાબેન દેવીચંદ બોબે (ઉંમર ૩૮) ને તાત્કાલિક સારવાર અપાવી. દવાના ઓવરડોઝને કારણે તેમની હાલત ખરાબ થઈ હતી. શી ટીમે તેમની બેગમાંથી મળેલ સોનાની વીંટી, ચેઈન, પેન્ડલ, ચાંદીના પાયલ તથા રૂ. ૬,૦૦૦/- રોકડ સાથે તેમને સહી સલામત તેમના પતિને પરત સોંપ્યા.
૬. ગુમ બાળકી માન્યાનું મિલન
મેઘાણીનગર પોલીસ સ્ટેશન: તા. ૧૦/૦૪/૨૦૨૫ના રોજ મેઘાણીનગર શી ટીમને એક નાની બાળકી માન્યા (ઉંમર ૩ વર્ષ) મળી આવી હતી. વિસ્તારની તપાસ બાદ જાણવા મળ્યું કે બાળકી ઘંઘો ગામની રહેવાસી રેખાબેન રાજુભાઈ રબારીની પુત્રી હતી. શી ટીમે બાળકીને તેની માતા સાથે સહી સલામત હાલતમાં પરત સોંપી સંવેદનશીલતાથી પરિવારમાં આનંદ પાછો લાવ્યો.
What's Your Reaction?






