Junagadh : ગીર અભયારણ્ય વિસ્તારમાં ગેરકાયદેસર સિંહદર્શનની પ્રવૃત્તિઓ અટકાવવા માટે વન વિભાગમાં 'રેડ એલર્ટ'

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
દિવાળીના વેકેશન દરમિયાન ગીર અભયારણ્ય વિસ્તારમાં ગેરકાયદેસર સિંહદર્શનની પ્રવૃત્તિઓ અટકાવવા માટે વન વિભાગે 'રેડ એલર્ટ' જાહેર કર્યું છે. વન વિભાગની અલગ અલગ ટીમો બનાવી પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે....
અનધિકૃત સિંહદર્શન રોકવા માટે વનકર્મીઓ વધુ સજ્જ
સમગ્ર ગીર અભ્યારણ વિસ્તાર તેમજ સિંહોના વસવાટ ધરાવતા રેવન્યુ વિસ્તારોમાં અનધિકૃત સિંહદર્શન રોકવા માટે વનકર્મીઓને વધુ સજ્જ કરી અને સતત રાઉન્ડ ધ કલોક પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે..દિવાળીના તહેવાર દરમિયાન લાખો પ્રવાસીઓ ગીર સોમનાથ અને જૂનાગઢ તરફ આવતા હોવાથી ગેરકાયદેસર સિંહદર્શન અને વન્યપ્રાણીઓની પજવણી જેવી પ્રવૃત્તિઓ અટકાવવા માટે 18 થી 26 ઑક્ટોબર સુધી વન વિભાગે 'રેડ એલર્ટ' જાહેર કર્યું છે.
વન વિભાગના સ્ટાફ દ્વારા 24 કલાક રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ
વન વિભાગના સ્ટાફ દ્વારા 24 કલાક રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે. પેટ્રોલિંગ માટે તાજેતરમાં 50 થી વધુ નવા મોટરસાયકલ વાહનોને લીલી ઝંડી આપવામાં આવી છે.ગીર સોમનાથ, અમરેલી, જૂનાગઢ અને ભાવનગર પંથકમાં વન વિભાગ વધુ સજ્જ બન્યો છે. દિવાળીની રજામાં પણ વન કર્મીઓ સતત વોચ રાખશે જેથી કોઈ અનધિકૃત રીતે સિંહદર્શન ન કરાવે અથવા વન્યપ્રાણીઓને નુકસાન ન પહોંચાડે. કાયદેસર રીતે સિંહદર્શનની સુવિધા ઉપલબ્ધ
સાસણ જંગલ સફારી, દેવળીયા સફારી પાર્ક અને આંબરડી સફારી પાર્કમાં કાયદેસર રીતે સિંહદર્શનની સુવિધા ઉપલબ્ધ છે..લોકો ખોટી લાલચમાં આવીને ગેરકાયદેસર રીતે સિંહદર્શન કરાવનારાઓના ભ્રમમાં ન આવે તેવી અપીલ કરવામાં આવી છે. વન વિભાગ સિંહોના રક્ષણ માટે સતત પેટ્રોલિંગ કરી રહ્યું છે....
What's Your Reaction?






