Rajkotની એક સોસાયટીમાં બેખૌફ દારૂડિયાઓના આંતકથી રહીશો ત્રાહિમામ

Feb 11, 2025 - 11:30
Rajkotની એક સોસાયટીમાં બેખૌફ દારૂડિયાઓના આંતકથી રહીશો ત્રાહિમામ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજકોટના રૈયારોડ પર આવેલ રંગઉપવન સોસાયટીમાં ઝૂપડપટ્ટી વિસ્તારમાં ધમધમતા દારૂના હાડલાને લઈ વિસ્તારના રહેવાસીઓ ત્રસ્ત થઈ ગયા છે. આ મામલે સંદેશે રંગ ઉપવન સોસાયટીના રહેવાસીઓને સંપર્ક કરતા રહેવાસીઓએ જણાવ્યું હતું કે સામે ઝૂપડપટ્ટીમાં છેલ્લા ઘણા સમયથી દેશી દારૂના હડલાઓ ધમધમે છે છતાં પોલીસ કોઈ કાર્યવાહી કરતી નથી.

દારૂડિયાનો આંતક

બૈખોફ દારૂડિયાઓના આતંકથી રહીશો ત્રાહિમામ થયા છે. દારૂડિયો ધોળે દિવસે દારૂ પી આમતેમ પડ્યા રહે છે. સોસાયટીઓના ઘર આસપાસ પડ્યા-પાથર્યા રહે છે. જેથી બહેનો-દીકરીઓને ઘરમાંથી બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે. તેમજ વધુમાં જણાવ્યું હતું કે એક દિવ્યાંગ માણસ અહીં સોસાયટીમાં આવીને ડ્રગ્સનું ખુલ્લેઆમ વેચાણ કરે છે.જેને રહેવાસીઓએ અવાર નવાર અહીં આવી ગોરખ ધંધા ન કરવા ટકોર કરી હોવા છતાં પણ દિવ્યાંગ માણસ વેચાણ કરે છે. આ મામલે રહેવાસીઓએ ત્રસ્ત થઈ રાજકોટ પોલીસ કમિશનરને સંબોધી ગાંધીગ્રામ પોલીસને અરજી કરી છે.

રાજકોટની એક સોસાયટીમાં અનેક લોકો દારૂ પી જ્યાં ત્યાં પડ્યા હોવાનો વીડિયો સામે આવ્યો છે. સંસ્કારી સોસાયટીમાં બેખોફ બની દારૂડીયાના આતંકથી રહીશો પરેશાન થયા છે. આ વિસ્તારમાં રહેતી બહેન-દિકારીઓ આવા દારૂડિયાઓના કારણે ઘરની બહાર નીકળતાં પણ ખચકાય છે. દારૂડીઓ ગમેતેમ પી પડ્યા રહેતા માસૂમ બાળકોનું પણ બહાર રમવા જવાનું બંધ થયું છે. 

પોલીસની કાર્યવાહી

શહેરમાં ગુનાહિત પ્રવૃત્તિઓ વધી છે. તહેવારોની ઉજવણી કરતાં અને ક્રિકેટ મેચ જોવાના શોખીનો હવે નવા રવાડે ચઢ્યા છે. છેલ્લા કેટલાક સમયમાં લોકોની પસંદ બદલાઈ છે. પશ્ચિમ દેશોનું આધળું અનુકરણ કરતાં રંગીલા રાજકોટના કેટલાક લોકો દારૂના રવાડે ચઢ્યા છે. આજે ખુલ્લેઆમ દારૂનું વેચાણ થઈ રહ્યું છે. લોકોમાં આજે મોબાઈલની સાથે દારૂનું વ્યસન એટલી હદે વધી ગયું છે કે જાહેરમાં ધોળે દિવસે દારૂ પી લોકો લવારી કરતા જોવા મળ્યા છે. દારૂ પીધેલ વ્યક્તિને કોઈ ભાન હોતું નથી. પોલીસે કાર્યવાહી કરતાં દારૂ પીનારા અને દારૂનું વેચાણ કરનાર બંને સામે કડક પગલાં લેવા જોઈએ. 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0