Rajkotના Dhorajiમાં ભારે વરસાદને લઈ સફૂરા નદી બે કાંઠે વહેતી થઈ,ગ્રામજનોમાં ખુશી

રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ધોધમાર વરસાદ પંચનાથ મહાદેવ મંદિરે જવાનો મુખ્ય માર્ગ બંધ વરસાદને લઈ સફૂરા નદી ફરી ઓવરફલો થઈ રાજકોટ જિલ્લાના ધોરાજીમાં વરસાદે તારાજી સર્જી છે,ધોરાજીમાં ભારે વરસાદને લઈ સફૂરા નદી બે કાંઠે વહેતી થઈ છે.પંચનાથ મહાદેવ મંદિરમાં જવાનો મુખ્ય માર્ગ બંધ થયો છે,સાથે સાથે નદીમાં નવા નીર આવતા લોકોમાં ખુશીનો પણ માહોલ જોવા મળ્યો છે,ખેડૂતોની આશા પર વરસાદ સારો સાબિત થયો છે,ભવિષ્યમાં ખેડૂતોને પાણીને લઈ તકલીફ નહી પડે તેવી આશા સેવાઈ રહી છે. ગઈકાલે ધોરાજીમાં 12 ઈંચ વરસાદ ખાબકયો હતો રાજકોટના ધોરાજી પંથકમાં અતિભારે વરસાદ વરસ્યો હતો. ધોરાજી તાલુકાના છાડવાવદરમાં આભ ફાટયું હતુ. છાડવાવદર ગામમાં ત્રણ કલાકમાં 12 ઈંચ વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદ વરસતા ગામ જળમગ્ન થયું હતું. છાડવાવદર ગામ બેટમાં ફેરવાયું હતું. ગામમાંથી નદીઓ વહેતી થઈ એવા દ્વશ્યો સામે આવ્યા હતા.દ્રારકાના કલ્યાણપુર તાલુકામાં આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઇ છેસૌરાષ્ટ્રમાં વહેલી સવારથી જ ગાજવીજના કડાકા ભડાકા સાથે વરસાદ બારે મેઘ ખાંગા થયો છે.ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ ને પગલે રોડ રસ્તાઓ હોય કે ખેતરો તમામ જગ્યાએ નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે.ટંકારીયા ગામની શાળાના ગ્રાઉન્ડમાં તળાવ ભરાયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. વરસાદે વધારી ચિંતા સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં આજે સવારથી જ મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. આજે સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં એટલે કે માત્ર ચાર કલાકમાં કુલ 94 તાલુકામાં વરસાદ નોંધાયો છે. તો બીજી બાજુ દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં માત્ર બે કલાકમાં જ પાંચ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. તો હવામાન વિભાગે આજે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ પડવાની આગાહી પણ આપી છે. ધોધમાર વરસતા વરસાદને કારણે ખેડૂતોની ચિંતા વધી છે. વડોદરા, ખેડા, આણંદ સહિતના શહેરોમાં વરસાદનું યલો એલર્ટ અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, ખેડા, આણંદ સહિતના શહેરોમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી સાથે યલો એલર્ટ છે. તેમજ જામનગર, રાજકોટ, બોટાદ, ભાવનગર, ભરૂચ, નર્મદા, છોટા ઉદેપુર ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ છે. સાયકલોનીક સર્ક્યુલેશન, શિયરઝોન,ઑફશોર ટ્રફ સિસ્ટમ સક્રિય થતા વરસાદ રહેશે. અમદાવાદ શહેરમાં વહેલી સવારથી કેટલાંક વિસ્તારમાં વરસાદી છાટા જોવા મળ્યા છે.  

Rajkotના Dhorajiમાં ભારે વરસાદને લઈ સફૂરા નદી બે કાંઠે વહેતી થઈ,ગ્રામજનોમાં ખુશી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ધોધમાર વરસાદ
  • પંચનાથ મહાદેવ મંદિરે જવાનો મુખ્ય માર્ગ બંધ
  • વરસાદને લઈ સફૂરા નદી ફરી ઓવરફલો થઈ

રાજકોટ જિલ્લાના ધોરાજીમાં વરસાદે તારાજી સર્જી છે,ધોરાજીમાં ભારે વરસાદને લઈ સફૂરા નદી બે કાંઠે વહેતી થઈ છે.પંચનાથ મહાદેવ મંદિરમાં જવાનો મુખ્ય માર્ગ બંધ થયો છે,સાથે સાથે નદીમાં નવા નીર આવતા લોકોમાં ખુશીનો પણ માહોલ જોવા મળ્યો છે,ખેડૂતોની આશા પર વરસાદ સારો સાબિત થયો છે,ભવિષ્યમાં ખેડૂતોને પાણીને લઈ તકલીફ નહી પડે તેવી આશા સેવાઈ રહી છે.

ગઈકાલે ધોરાજીમાં 12 ઈંચ વરસાદ ખાબકયો હતો

રાજકોટના ધોરાજી પંથકમાં અતિભારે વરસાદ વરસ્યો હતો. ધોરાજી તાલુકાના છાડવાવદરમાં આભ ફાટયું હતુ. છાડવાવદર ગામમાં ત્રણ કલાકમાં 12 ઈંચ વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદ વરસતા ગામ જળમગ્ન થયું હતું. છાડવાવદર ગામ બેટમાં ફેરવાયું હતું. ગામમાંથી નદીઓ વહેતી થઈ એવા દ્વશ્યો સામે આવ્યા હતા.

દ્રારકાના કલ્યાણપુર તાલુકામાં આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઇ છે

સૌરાષ્ટ્રમાં વહેલી સવારથી જ ગાજવીજના કડાકા ભડાકા સાથે વરસાદ બારે મેઘ ખાંગા થયો છે.ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ ને પગલે રોડ રસ્તાઓ હોય કે ખેતરો તમામ જગ્યાએ નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે.ટંકારીયા ગામની શાળાના ગ્રાઉન્ડમાં તળાવ ભરાયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે.

વરસાદે વધારી ચિંતા

સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં આજે સવારથી જ મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. આજે સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં એટલે કે માત્ર ચાર કલાકમાં કુલ 94 તાલુકામાં વરસાદ નોંધાયો છે. તો બીજી બાજુ દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં માત્ર બે કલાકમાં જ પાંચ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. તો હવામાન વિભાગે આજે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ પડવાની આગાહી પણ આપી છે. ધોધમાર વરસતા વરસાદને કારણે ખેડૂતોની ચિંતા વધી છે.

વડોદરા, ખેડા, આણંદ સહિતના શહેરોમાં વરસાદનું યલો એલર્ટ

અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, ખેડા, આણંદ સહિતના શહેરોમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી સાથે યલો એલર્ટ છે. તેમજ જામનગર, રાજકોટ, બોટાદ, ભાવનગર, ભરૂચ, નર્મદા, છોટા ઉદેપુર ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ છે. સાયકલોનીક સર્ક્યુલેશન, શિયરઝોન,ઑફશોર ટ્રફ સિસ્ટમ સક્રિય થતા વરસાદ રહેશે. અમદાવાદ શહેરમાં વહેલી સવારથી કેટલાંક વિસ્તારમાં વરસાદી છાટા જોવા મળ્યા છે.