Ahmedabadથી સૌરાષ્ટ્ર તરફ જતી ST બસોમાં મુસાફરોનું કીડીયારું ઉભરાયું
અમદાવાદના એસટી ડેપોમાં મુસાફરોની ભીડ મુસાફરોની બસમાં બેસવા માટે પડાપડી પેસેન્જરોની રિઝર્વેશન માટેની લાગી લાંબી કતાર અમદાવાદના ગીતામંદિર ખાતે આવેલા એસટી ડેપોમાં હાલમાં પગ મૂકાય એટલી જગ્યા નથી,તહેવારોમાં વધુ બસો મૂકી હોવાના ST તંત્રનો દાવો છતાં લોકો બસ માટે કરી રહ્યા છે પડાપડી.ગીતામંદિર ખાતે કલાકો રાહ જોયા બાદ પણ નથી મળતી બસમાં જગ્યા તેવો મુસાફરોનો આક્ષેપ છે.તો બીજી તરફ એસટી વિભાગ દ્રારા વધુ બસો દોડાવવાના નિર્ણય કરાયો છે પરંતુ,મુસાફરોને નથી મળી રહી બસ. તહેવારોમાં વધુ બસ મૂકી હોવાનો દાવો પોકળ ? દાહોદ, ગોધરા, પંચમહાલ તરફ જતી બસોમાં પગ મૂકવાની પણ જગ્યા નથી,લોકો બસમાં જગ્યા મેળવવા માટે જીવને જોખમમાં મૂકી બારી માથી બેસી રહ્યા છે,બસની અંદર જગ્યા ના હોવાથી બારીમાંથી કૂદવાના વારો આવ્યો છે,હાલ તહેવારોની સિઝન હોવાથી એસટી બસોમાં મુસાફરોનો ધસારો વધ્યો છે,સાથે સાથે બસની ટિકીટ મેળવવા માટે પણ લાંબી લાઈનો લાગી છે. 6500 બસોની વધારાની ટ્રીપ દોડાવાશે સમગ્ર ગુજરાતમાં અલગ-અલગ એસટી ડેપોમાંથી આ બસોનું સંચાલન કરાશે,જનમાષ્ટમીનો પર્વ હોવાથી લોકો બહારગામ વધુ જતા હોય છે,મુસાફરોને તકલીફ ના પડે તેને લઈ એસટી નિગમ દ્રારા આ નિર્ણય લેવામાં આવ્યો છે,દરેક રૂટ પર આ વધારાની બસો દોડાવવામાં આવશે,તો મુસાફરનો તહેવારના સમયે વધુ તકલીફ ના પડે અને સમય પ્રમાણે બસો મળી રહે તે માટે આ નિર્ણય મુસાફરો માટે ફાયદારૂપ બની રહેશે તેવી વાત હતી,પરંતુ અહીયા સ્થિતિ કઈ અલગ છે. તહેવારોમા મુસાફરોને વિશેષ સેવા ST વિભાગ નિયામકના જણાવ્યા મુજબ તારીખ 19થી 29 ઓગસ્ટ આઠ દિવસ સુધી ડિવિઝન હેઠળ આવેલા નવ ડેપોમાં દૈનિક 50થી વધુ ટ્રીપ દોડાવવાનું આયોજન કરાયું છે. પાંચમથી આઠમ દરમિયાન મુસાફરોનો વધુ ધસારો હોય છે. જેથી તે સમયગાળા દરમિયાન મુસાફરોની સંખ્યામાં વધારો થશે તો વધારાની બસ દોડાવાશે.દર વર્ષે એસટી વિભાગ દ્રારા તહેવારોના સમયે વિશેષ બસો દોડાવવામાં આવે છે જેના કારણે મુસાફરોને તકલીફનો સામનો કરવો નથી પડતો.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- અમદાવાદના એસટી ડેપોમાં મુસાફરોની ભીડ
- મુસાફરોની બસમાં બેસવા માટે પડાપડી
- પેસેન્જરોની રિઝર્વેશન માટેની લાગી લાંબી કતાર
અમદાવાદના ગીતામંદિર ખાતે આવેલા એસટી ડેપોમાં હાલમાં પગ મૂકાય એટલી જગ્યા નથી,તહેવારોમાં વધુ બસો મૂકી હોવાના ST તંત્રનો દાવો છતાં લોકો બસ માટે કરી રહ્યા છે પડાપડી.ગીતામંદિર ખાતે કલાકો રાહ જોયા બાદ પણ નથી મળતી બસમાં જગ્યા તેવો મુસાફરોનો આક્ષેપ છે.તો બીજી તરફ એસટી વિભાગ દ્રારા વધુ બસો દોડાવવાના નિર્ણય કરાયો છે પરંતુ,મુસાફરોને નથી મળી રહી બસ.
તહેવારોમાં વધુ બસ મૂકી હોવાનો દાવો પોકળ ?
દાહોદ, ગોધરા, પંચમહાલ તરફ જતી બસોમાં પગ મૂકવાની પણ જગ્યા નથી,લોકો બસમાં જગ્યા મેળવવા માટે જીવને જોખમમાં મૂકી બારી માથી બેસી રહ્યા છે,બસની અંદર જગ્યા ના હોવાથી બારીમાંથી કૂદવાના વારો આવ્યો છે,હાલ તહેવારોની સિઝન હોવાથી એસટી બસોમાં મુસાફરોનો ધસારો વધ્યો છે,સાથે સાથે બસની ટિકીટ મેળવવા માટે પણ લાંબી લાઈનો લાગી છે.
6500 બસોની વધારાની ટ્રીપ દોડાવાશે
સમગ્ર ગુજરાતમાં અલગ-અલગ એસટી ડેપોમાંથી આ બસોનું સંચાલન કરાશે,જનમાષ્ટમીનો પર્વ હોવાથી લોકો બહારગામ વધુ જતા હોય છે,મુસાફરોને તકલીફ ના પડે તેને લઈ એસટી નિગમ દ્રારા આ નિર્ણય લેવામાં આવ્યો છે,દરેક રૂટ પર આ વધારાની બસો દોડાવવામાં આવશે,તો મુસાફરનો તહેવારના સમયે વધુ તકલીફ ના પડે અને સમય પ્રમાણે બસો મળી રહે તે માટે આ નિર્ણય મુસાફરો માટે ફાયદારૂપ બની રહેશે તેવી વાત હતી,પરંતુ અહીયા સ્થિતિ કઈ અલગ છે.
તહેવારોમા મુસાફરોને વિશેષ સેવા
ST વિભાગ નિયામકના જણાવ્યા મુજબ તારીખ 19થી 29 ઓગસ્ટ આઠ દિવસ સુધી ડિવિઝન હેઠળ આવેલા નવ ડેપોમાં દૈનિક 50થી વધુ ટ્રીપ દોડાવવાનું આયોજન કરાયું છે. પાંચમથી આઠમ દરમિયાન મુસાફરોનો વધુ ધસારો હોય છે. જેથી તે સમયગાળા દરમિયાન મુસાફરોની સંખ્યામાં વધારો થશે તો વધારાની બસ દોડાવાશે.દર વર્ષે એસટી વિભાગ દ્રારા તહેવારોના સમયે વિશેષ બસો દોડાવવામાં આવે છે જેના કારણે મુસાફરોને તકલીફનો સામનો કરવો નથી પડતો.