Rajkot: ભારે વરસાદના કારણે પાણી ભરાતાં મ્યુનિસિપલ કમિશનર તમામ વિસ્તારની મુલાકાતે

રાજકોટના અનેક વિસ્તારમાં પાણી ભરાયાં નદીઓ વહેતી હોય તેવું રસ્તા પર જોવા મળ્યું પોપટ પરા નાલા સિવાય તમામ અંડરપાસ ચાલુ રાજકોટ શહેરમાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે. શહેરના શ્રોફ રોડ, કલેકટર કચેરી, ભિલવાસ, યાજ્ઞિક રોડ, રામ કૃષ્ણ નગર હેમુ ગઢવી હોલ ઇન્દ્રપ્રસ્થ નગર સહિતના વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે. જામનગર રોડ ભુવનેશ્વર તરફના રસ્તે પાણી ભરાયા નદીઓ વહેતી હોય તેવું રસ્તા ઉપર જોવા મળી રહ્યું છે. જુના એરપોર્ટ તરફની દિવાલના રસ્તે પણ પાણી ભરાયા છે. રેલ નગર પોપટ પરાનો અંડરપાસ છેલ્લા ત્રણ કલાકથી બંધ છે. રેલ નગર તરફ જવાનો રસ્તો ડાઈવર્ટ કરવામાં આવ્યો છે. કાલાવડ રોડ, અન્ડર બ્રિજ સહિતના વિસ્તારોમાં પાણી ભરાતાં વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે. મનપા કમિશનર ડી પી દેસાઈ ફિલ્ડમાં નીકળ્યા મહાનગરપાલિકાના કમિશનર ડી પી દેસાઈ ફિલ્ડમાં નીકળ્યા છે. જ્યાં જ્યાં પાણી ભરાયું છે ત્યાં તેમણે વિઝીટ કરી હતી. મહાનગરપાલિકાના કમિશનરે કહ્યું કે, રાજકોટમાં સવારથી ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે. પોપટ પરા અન્ડરબ્રિજ સિવાય તમામ અંડરપાસ ચાલુ છે. થોડા વરસાદમાં જ રસ્તાઓ પર પાણી જ પાણી છેલ્લા થોડા સમયથી સમગ્ર રાજ્યમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. જેમાં રાજકોટ શહેર પણ બાકાત નથી. શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અસહ્ય બફારા અને ઉકળાટ બાદ ધોધમાર વરસાદ વરસ્યો હતો. થોડા જ વરસાદે જાણે મનપા તંત્રની પોલ ખોલી દીધી હોય તેમ રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યાં હતા. જેમાં રેસકોર્સ રિંગ રોડ, યાજ્ઞિક રોડ, રૈયા રોડ, રામાપીર ચોક, માધાપર ચોક સહીત વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યાં હતા. થોડા કલાકમાં જ વરસાદ વરસ્યો હતો અને રસ્તા પાણી-પાણી થઈ ગયા હતા.

Rajkot: ભારે વરસાદના કારણે પાણી ભરાતાં મ્યુનિસિપલ કમિશનર તમામ વિસ્તારની મુલાકાતે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રાજકોટના અનેક વિસ્તારમાં પાણી ભરાયાં
  • નદીઓ વહેતી હોય તેવું રસ્તા પર જોવા મળ્યું
  • પોપટ પરા નાલા સિવાય તમામ અંડરપાસ ચાલુ

રાજકોટ શહેરમાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે. શહેરના શ્રોફ રોડ, કલેકટર કચેરી, ભિલવાસ, યાજ્ઞિક રોડ, રામ કૃષ્ણ નગર હેમુ ગઢવી હોલ ઇન્દ્રપ્રસ્થ નગર સહિતના વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે.

જામનગર રોડ ભુવનેશ્વર તરફના રસ્તે પાણી ભરાયા નદીઓ વહેતી હોય તેવું રસ્તા ઉપર જોવા મળી રહ્યું છે. જુના એરપોર્ટ તરફની દિવાલના રસ્તે પણ પાણી ભરાયા છે. રેલ નગર પોપટ પરાનો અંડરપાસ છેલ્લા ત્રણ કલાકથી બંધ છે. રેલ નગર તરફ જવાનો રસ્તો ડાઈવર્ટ કરવામાં આવ્યો છે. કાલાવડ રોડ, અન્ડર બ્રિજ સહિતના વિસ્તારોમાં પાણી ભરાતાં વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે.

મનપા કમિશનર ડી પી દેસાઈ ફિલ્ડમાં નીકળ્યા

મહાનગરપાલિકાના કમિશનર ડી પી દેસાઈ ફિલ્ડમાં નીકળ્યા છે. જ્યાં જ્યાં પાણી ભરાયું છે ત્યાં તેમણે વિઝીટ કરી હતી. મહાનગરપાલિકાના કમિશનરે કહ્યું કે, રાજકોટમાં સવારથી ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે. પોપટ પરા અન્ડરબ્રિજ સિવાય તમામ અંડરપાસ ચાલુ છે.

થોડા વરસાદમાં જ રસ્તાઓ પર પાણી જ પાણી

છેલ્લા થોડા સમયથી સમગ્ર રાજ્યમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. જેમાં રાજકોટ શહેર પણ બાકાત નથી. શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અસહ્ય બફારા અને ઉકળાટ બાદ ધોધમાર વરસાદ વરસ્યો હતો. થોડા જ વરસાદે જાણે મનપા તંત્રની પોલ ખોલી દીધી હોય તેમ રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યાં હતા. જેમાં રેસકોર્સ રિંગ રોડ, યાજ્ઞિક રોડ, રૈયા રોડ, રામાપીર ચોક, માધાપર ચોક સહીત વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યાં હતા. થોડા કલાકમાં જ વરસાદ વરસ્યો હતો અને રસ્તા પાણી-પાણી થઈ ગયા હતા.