Rajkotના બામણબોર પાસે MD ડ્રગ્સની હેરાફેરી કરતા 2 આરોપીઓ ઝડપાયા,થયા અનેક ખુલાસા

બામણબોર પાસેથી કારમાં ડ્રગ્સની હેરાફેરી કરતા 18.34 ગ્રામ ડ્રગ્સ સાથે 2 શખ્સોની ધરપકડ જીતુદાન જેસાણી જુદા જુદા 6 ગુનાનો આરોપી રાજકોટના બામણબોર પાસેથી એમડી ડ્રગ્સની હેરાફેરી કરતા 2 આરોપીઓ ઝડપાયા છે.આ બન્ને આરોપીઓ ડ્રગ્સ આપવા જાય તે પહેલા રાજકોટ એસઓજીની ટીમે ઝડપી પાડયા છે.અમદાવાદથી રાજકોટ આ લોકો ડ્રગ્સ આપવા માટે આવ્યા હતા જેમાં એક આરોપી રાજવીરસિંહ ડોડીયા વિરુદ્ધ બે ગુના નોંધાયેલા છે,તો આરોપીઓ કેટલા સમયથી ડ્રગ્સ લાવતા તેને લઈ તપાસનો ધમધમાટ બોલાવ્યો છે. પોલીસની તમારા પર છે બાજ નજર રાજકોટના બામણબોર પાસે ડ્રગ્સની હેરાફેરી કરતા બે આરોપીઓને પોલીસે બાતમીના આધારે ઝડપ્યા છે.અમદાવાદથી આ આરોપીઓએ ડ્રગ્સ લીધુ અને રાજકોટ લઈને આવતા હતા તે દરમિયાન પોલીસે બામણબોર પાસેથી ઝડપ્યા છે,18.34 ગ્રામ ડ્રગ્સની કિંમત રૂપિયા 1.83 લાખ અને કાર સહિત રૂપિયા 3.43 લાખનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે.ડ્રગ્સ સાથે ઝડપાયેલા આરોપી જીતુદાન જેસાણી વિરુદ્ધ જુદા જુદા 6 ગુના અને રાજવીરસિંહ ડોડીયા વિરુદ્ધ બે ગુના નોધાયેલા છે.આરોપીઓ કેટલા સમયથી ડ્રગ્સ લાવતા અને કોને સપ્લાય કરતા પોલીસે તપાસ શરુ કરી છે. ભરૂચમાં સ્કૂલવાનનો ચાલક ડ્રગ્સ સાથે ઝડપાયો ભરૂચમાં સ્કૂલવાન ચલાવનાર રહાડપોર ગામના ઈસમ પાસેથી SOG પોલીસે મેથામ્ફેટામાઇન ડ્રગ્સ 62 ગ્રામ ઝડપી પાડ્યો છે.પોલીસે રૂ.6.20 લાખના ડ્રગ્સ સાથે કુલ રૂ.7.10 લાખનો મુદ્દામાલ કબ્જે કરીને NDPS એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.ભરૂચ જીલ્લામાં યુવાધન નશાના રવાડે ના ચડે તથા નશાયુકત પદાર્થોના ખરીદ-વેચાણ અને હેરાફેરી અટકાવવા માટે અસરકારક અને પરીણામલક્ષી કામગીરી કરવા ભરૂચ જિલ્લા એસપી મયુર ચાવડા એ NO DRUGS IN BHARUCH CAMPAIGN અંતર્ગત જીલ્લાના તમામ અધિકારી ઓને સુચના આપી હતી. ડ્રગ્સને લઈ પોલીસ છે સતર્ક ગુજરાતમાં ડ્રગ્સને લઈ ગુજરાત પોલીસ એલર્ટ મોર્ડ પર છે,રાજયના ગૃહરાજયમંત્રી હર્ષ સંઘવીએ પણ કહ્યું છે કે,ડ્રગ્સ સાથે જે પણ પકડાશે તેને છોડવામાં આવશે નહી અને કડકમાં કડક સજા આપવામાં આવશે,ત્યારે રાજયની પોલીસ પણ ડ્રગ્સને લઈ ગુના નોંધી રહી છે,મહત્વનું છે કે મેગાસિટીમાં યુવાનો ડ્રગ્સના રવાડે ચઢયા છે,ત્યારે આવા ડ્રગ્સ માફિયાઓને શોધી શોધીને પોલીસ પણ જેલ હવાલે કરી રહી છે.

Rajkotના બામણબોર પાસે MD ડ્રગ્સની હેરાફેરી કરતા 2 આરોપીઓ ઝડપાયા,થયા અનેક ખુલાસા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • બામણબોર પાસેથી કારમાં ડ્રગ્સની હેરાફેરી કરતા
  • 18.34 ગ્રામ ડ્રગ્સ સાથે 2 શખ્સોની ધરપકડ
  • જીતુદાન જેસાણી જુદા જુદા 6 ગુનાનો આરોપી

રાજકોટના બામણબોર પાસેથી એમડી ડ્રગ્સની હેરાફેરી કરતા 2 આરોપીઓ ઝડપાયા છે.આ બન્ને આરોપીઓ ડ્રગ્સ આપવા જાય તે પહેલા રાજકોટ એસઓજીની ટીમે ઝડપી પાડયા છે.અમદાવાદથી રાજકોટ આ લોકો ડ્રગ્સ આપવા માટે આવ્યા હતા જેમાં એક આરોપી રાજવીરસિંહ ડોડીયા વિરુદ્ધ બે ગુના નોંધાયેલા છે,તો આરોપીઓ કેટલા સમયથી ડ્રગ્સ લાવતા તેને લઈ તપાસનો ધમધમાટ બોલાવ્યો છે.

પોલીસની તમારા પર છે બાજ નજર

રાજકોટના બામણબોર પાસે ડ્રગ્સની હેરાફેરી કરતા બે આરોપીઓને પોલીસે બાતમીના આધારે ઝડપ્યા છે.અમદાવાદથી આ આરોપીઓએ ડ્રગ્સ લીધુ અને રાજકોટ લઈને આવતા હતા તે દરમિયાન પોલીસે બામણબોર પાસેથી ઝડપ્યા છે,18.34 ગ્રામ ડ્રગ્સની કિંમત રૂપિયા 1.83 લાખ અને કાર સહિત રૂપિયા 3.43 લાખનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે.ડ્રગ્સ સાથે ઝડપાયેલા આરોપી જીતુદાન જેસાણી વિરુદ્ધ જુદા જુદા 6 ગુના અને રાજવીરસિંહ ડોડીયા વિરુદ્ધ બે ગુના નોધાયેલા છે.આરોપીઓ કેટલા સમયથી ડ્રગ્સ લાવતા અને કોને સપ્લાય કરતા પોલીસે તપાસ શરુ કરી છે.

ભરૂચમાં સ્કૂલવાનનો ચાલક ડ્રગ્સ સાથે ઝડપાયો

ભરૂચમાં સ્કૂલવાન ચલાવનાર રહાડપોર ગામના ઈસમ પાસેથી SOG પોલીસે મેથામ્ફેટામાઇન ડ્રગ્સ 62 ગ્રામ ઝડપી પાડ્યો છે.પોલીસે રૂ.6.20 લાખના ડ્રગ્સ સાથે કુલ રૂ.7.10 લાખનો મુદ્દામાલ કબ્જે કરીને NDPS એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.ભરૂચ જીલ્લામાં યુવાધન નશાના રવાડે ના ચડે તથા નશાયુકત પદાર્થોના ખરીદ-વેચાણ અને હેરાફેરી અટકાવવા માટે અસરકારક અને પરીણામલક્ષી કામગીરી કરવા ભરૂચ જિલ્લા એસપી મયુર ચાવડા એ NO DRUGS IN BHARUCH CAMPAIGN અંતર્ગત જીલ્લાના તમામ અધિકારી ઓને સુચના આપી હતી.

ડ્રગ્સને લઈ પોલીસ છે સતર્ક

ગુજરાતમાં ડ્રગ્સને લઈ ગુજરાત પોલીસ એલર્ટ મોર્ડ પર છે,રાજયના ગૃહરાજયમંત્રી હર્ષ સંઘવીએ પણ કહ્યું છે કે,ડ્રગ્સ સાથે જે પણ પકડાશે તેને છોડવામાં આવશે નહી અને કડકમાં કડક સજા આપવામાં આવશે,ત્યારે રાજયની પોલીસ પણ ડ્રગ્સને લઈ ગુના નોંધી રહી છે,મહત્વનું છે કે મેગાસિટીમાં યુવાનો ડ્રગ્સના રવાડે ચઢયા છે,ત્યારે આવા ડ્રગ્સ માફિયાઓને શોધી શોધીને પોલીસ પણ જેલ હવાલે કરી રહી છે.