Ahmedabad: વરસાદી પાણીના સંગ્રહ માટે મુખ્યમંત્રીએ 144 કરોડ ફાળવ્યા

ત્રણ ઝોનમાં રેઈન વોટર હાર્વેસ્ટિંગના 7497 કામોની મંજૂરી 144 કરોડ રૂપિયાની ફાળવણીની સૈદ્ધાંતિક મંજુરી આપી સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ સહાય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મહાનગરપાલિકાને ઉત્તર પશ્ચિમ, દક્ષિણ પશ્ચિમ અને પશ્ચિમ એમ ત્રણ ઝોનમાં વરસાદી પાણીના સંગ્રહ – રેઈન વોટર હાર્વેસ્ટિંગના 7497 કામો હાથ ધરવા માટે 144.32 કરોડ રૂપિયાની ફાળવણી કરવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. કુલ 7497 જેટલી અરજીઓ કરવામાં આવી આ યોજનામાં 70:20:10 મુજબ પીપીપી ધોરણે ખાનગી સોસાયટીઓમાં સુવિધાવૃદ્ધિના લોકહિત કામો હાથ ધરવામાં આવે છે. અમદાવાદ મહાનગર પાલિકાના ઉત્તર પશ્ચિમ ઝોનમાં 3180, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 1617 તથા પશ્ચિમ ઝોનમાં 2500 મળી કુલ 7497 સોસાયટીઓ દ્વારા રેઈન વોટર હાર્વેસ્ટિંગ કામો માટે અરજીઓ મળેલી છે. PPP ધોરણે પરકોલેટિંગ વેલ નિર્માણનું આયોજન રાજ્યમાં વરસાદી પાણીના સંગ્રહના કામોને વેગ આપવા ભૂગર્ભ જળ સંચય નીતિ અંતર્ગત પીપીપી ધોરણે પરકોલેટિંગ વેલ બનાવવા માટે રાજ્ય સરકાર પ્રોત્સાહન પૂરું પાડે છે. અમદાવાદ મહાનગરપાલિકાએ વરસાદી પાણીના સંગ્રહના અભિયાનરૂપે રહેણાક સોસાયટીઓ, બહુમાળી મકાનો, એપાર્ટમેન્ટ્સમાં ગ્રાઉન્ડ વોટર ટેબલ રિચાર્જ કરવાના અભિગમ સાથે પીપીપી ધોરણે પરકોલેટિંગ વેલ નિર્માણનું આયોજન કર્યું છે. મુખ્યમંત્રીએ સૈદ્ધાંતિક અનુમતી આપી અમદાવાદ મહાનગરપાલિકાએ આ હેતુસર રાજ્યના શહેરી વિકાસ વિભાગ મારફતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ રજૂ કરેલી કુલ 206.16 કરોડ રૂપિયાની દરખાસ્તમાં રાજ્ય સરકારની 70 ટકા સહાય અનુસાર રૂપિયા 144.32 કરોડની ફાળવણી કરવા મુખ્યમંત્રીએ સૈદ્ધાંતિક અનુમતિ આપી છે.

Ahmedabad: વરસાદી પાણીના સંગ્રહ માટે મુખ્યમંત્રીએ 144 કરોડ ફાળવ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ત્રણ ઝોનમાં રેઈન વોટર હાર્વેસ્ટિંગના 7497 કામોની મંજૂરી
  • 144 કરોડ રૂપિયાની ફાળવણીની સૈદ્ધાંતિક મંજુરી આપી
  • સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ સહાય

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મહાનગરપાલિકાને ઉત્તર પશ્ચિમ, દક્ષિણ પશ્ચિમ અને પશ્ચિમ એમ ત્રણ ઝોનમાં વરસાદી પાણીના સંગ્રહ – રેઈન વોટર હાર્વેસ્ટિંગના 7497 કામો હાથ ધરવા માટે 144.32 કરોડ રૂપિયાની ફાળવણી કરવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

કુલ 7497 જેટલી અરજીઓ કરવામાં આવી

આ યોજનામાં 70:20:10 મુજબ પીપીપી ધોરણે ખાનગી સોસાયટીઓમાં સુવિધાવૃદ્ધિના લોકહિત કામો હાથ ધરવામાં આવે છે. અમદાવાદ મહાનગર પાલિકાના ઉત્તર પશ્ચિમ ઝોનમાં 3180, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 1617 તથા પશ્ચિમ ઝોનમાં 2500 મળી કુલ 7497 સોસાયટીઓ દ્વારા રેઈન વોટર હાર્વેસ્ટિંગ કામો માટે અરજીઓ મળેલી છે.

PPP ધોરણે પરકોલેટિંગ વેલ નિર્માણનું આયોજન

રાજ્યમાં વરસાદી પાણીના સંગ્રહના કામોને વેગ આપવા ભૂગર્ભ જળ સંચય નીતિ અંતર્ગત પીપીપી ધોરણે પરકોલેટિંગ વેલ બનાવવા માટે રાજ્ય સરકાર પ્રોત્સાહન પૂરું પાડે છે. અમદાવાદ મહાનગરપાલિકાએ વરસાદી પાણીના સંગ્રહના અભિયાનરૂપે રહેણાક સોસાયટીઓ, બહુમાળી મકાનો, એપાર્ટમેન્ટ્સમાં ગ્રાઉન્ડ વોટર ટેબલ રિચાર્જ કરવાના અભિગમ સાથે પીપીપી ધોરણે પરકોલેટિંગ વેલ નિર્માણનું આયોજન કર્યું છે.

મુખ્યમંત્રીએ સૈદ્ધાંતિક અનુમતી આપી

અમદાવાદ મહાનગરપાલિકાએ આ હેતુસર રાજ્યના શહેરી વિકાસ વિભાગ મારફતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ રજૂ કરેલી કુલ 206.16 કરોડ રૂપિયાની દરખાસ્તમાં રાજ્ય સરકારની 70 ટકા સહાય અનુસાર રૂપિયા 144.32 કરોડની ફાળવણી કરવા મુખ્યમંત્રીએ સૈદ્ધાંતિક અનુમતિ આપી છે.