Dwarka: કાન આમળ્યાં તો થયા સીધા દોર...વરસાદી સ્થિતિ જોવા પહોંચ્યા સરકારી બાબુઓ

દ્વારકામાં પાંચ દિવસથી વરસાદી પાણી ભરાયાકલેક્ટરે રહેણાંક વિસ્તારોની લીધી મુલાકાતકલેક્ટરે પાણીના નિકાલની વ્યવસ્થા કરવા કહ્યુંદેવભૂમિ દ્વારકામાં મેઘરાજાએ સમગ્ર જિલ્લાને ધમરોળી નાખ્યું હતું. જ્યાં જોવો ત્યાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. તેવામાં દ્વારકામાં આવેલા ભદ્રકાલી ચોક વિસ્તારમાં પાંચમા દિવસે વરસાદી પાણીથી લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. વરસાદની પળે પળની ખબર સંદેશ ન્યુઝના અહેવાલ દ્વારા તંત્રના કાન સુધી પહોંચાડી રહ્યું છે. જોકે આખરે તંત્રના કાન આમળ્યાં તો થયા સીધા દોર..વરસાદી સ્થિતિ જોવા કલેક્ટર રહેણાંક વિસ્તારોની મુલાકાત લેવા પહોંચ્યા છે.મળતી માહિતી મુજબ, યાત્રાધામ દ્વારકામાં છેલ્લા 5 દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને પગલે ઠેર-ઠેર વરસાદી પાણી ભરાયા છે. વરસાદની સ્થિતિ એટલી ભયંકર હતી કે લોકોને જીવન નિર્વાહ માટે કોઇ આધાર જ ન રહ્યો. લોકો ભખ્યા તરસ્યા આમ તેમ વલખા મારી રહ્યા છે. વરસાદથી અસરગ્રસ વિસ્તારોમાં હજુ પણ વરસાદી પાણી ઓસર્યા નથી. તેવામાં ભદ્રકાલી ચોક વિસ્તારમાં 5માં દિવસે વરસાદી પાણી હજુ યથાવત જોવા મળી રહ્યું છે.સંદેશ ન્યુઝ ના અહેવાલની અસરના કારણે આખરે તંત્ર જાગ્યું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના GT પંડ્યાએ ભદ્રકાલી વિસ્તારમાં હોટલ રેસ્ટોરન્ટ બેંક એટીએમ રહેણાંક દેરેક લોકોની મુલાકાત લીધી હતી. કલેક્ટર વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોને તાત્કાલિક ધોરણે પાણી નિકાલની વ્યવસ્થા તેમજ વિજ પુરવઠો તાત્કાલિક અસરથી મળી રહે તેવું વચન આપ્યું છે.દ્વારકા નગરપાલિકા દ્વારા પાંચ કરોડની વરસાદી પાણી નિકાલ માટે લાઇનો નાખવામાં આવી છે, પણ આ વરસાદી આફત સામે તંત્રની કામગીરીની મેઘરાજાએ પોલ ખોલી છે. હોટલો રેસ્ટોરન્ટ બેંક એટીએમ રહેણાંક વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા લાખો રૂપિયાનું નુકસાન ભોગવવાનો વારો લોકોને આવ્યો છે. દ્વારકાના સ્થાનિકો અને વેપારી દ્વારા તંત્રને બે હાથ જોડી પાણી નિકાલ માટે કરગરીને વિનંતી કરી રહ્યા છે કે, વહેલીતકે આ સમસ્યાનું નિરાકરણ લાવવા આજીજી કરી હતી.

Dwarka: કાન આમળ્યાં તો થયા સીધા દોર...વરસાદી સ્થિતિ જોવા પહોંચ્યા સરકારી બાબુઓ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • દ્વારકામાં પાંચ દિવસથી વરસાદી પાણી ભરાયા
  • કલેક્ટરે રહેણાંક વિસ્તારોની લીધી મુલાકાત
  • કલેક્ટરે પાણીના નિકાલની વ્યવસ્થા કરવા કહ્યું

દેવભૂમિ દ્વારકામાં મેઘરાજાએ સમગ્ર જિલ્લાને ધમરોળી નાખ્યું હતું. જ્યાં જોવો ત્યાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. તેવામાં દ્વારકામાં આવેલા ભદ્રકાલી ચોક વિસ્તારમાં પાંચમા દિવસે વરસાદી પાણીથી લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. વરસાદની પળે પળની ખબર સંદેશ ન્યુઝના અહેવાલ દ્વારા તંત્રના કાન સુધી પહોંચાડી રહ્યું છે. જોકે આખરે તંત્રના કાન આમળ્યાં તો થયા સીધા દોર..વરસાદી સ્થિતિ જોવા કલેક્ટર રહેણાંક વિસ્તારોની મુલાકાત લેવા પહોંચ્યા છે.

મળતી માહિતી મુજબ, યાત્રાધામ દ્વારકામાં છેલ્લા 5 દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને પગલે ઠેર-ઠેર વરસાદી પાણી ભરાયા છે. વરસાદની સ્થિતિ એટલી ભયંકર હતી કે લોકોને જીવન નિર્વાહ માટે કોઇ આધાર જ ન રહ્યો. લોકો ભખ્યા તરસ્યા આમ તેમ વલખા મારી રહ્યા છે. વરસાદથી અસરગ્રસ વિસ્તારોમાં હજુ પણ વરસાદી પાણી ઓસર્યા નથી. તેવામાં ભદ્રકાલી ચોક વિસ્તારમાં 5માં દિવસે વરસાદી પાણી હજુ યથાવત જોવા મળી રહ્યું છે.

સંદેશ ન્યુઝ ના અહેવાલની અસરના કારણે આખરે તંત્ર જાગ્યું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના GT પંડ્યાએ ભદ્રકાલી વિસ્તારમાં હોટલ રેસ્ટોરન્ટ બેંક એટીએમ રહેણાંક દેરેક લોકોની મુલાકાત લીધી હતી. કલેક્ટર વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોને તાત્કાલિક ધોરણે પાણી નિકાલની વ્યવસ્થા તેમજ વિજ પુરવઠો તાત્કાલિક અસરથી મળી રહે તેવું વચન આપ્યું છે.

દ્વારકા નગરપાલિકા દ્વારા પાંચ કરોડની વરસાદી પાણી નિકાલ માટે લાઇનો નાખવામાં આવી છે, પણ આ વરસાદી આફત સામે તંત્રની કામગીરીની મેઘરાજાએ પોલ ખોલી છે. હોટલો રેસ્ટોરન્ટ બેંક એટીએમ રહેણાંક વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા લાખો રૂપિયાનું નુકસાન ભોગવવાનો વારો લોકોને આવ્યો છે. દ્વારકાના સ્થાનિકો અને વેપારી દ્વારા તંત્રને બે હાથ જોડી પાણી નિકાલ માટે કરગરીને વિનંતી કરી રહ્યા છે કે, વહેલીતકે આ સમસ્યાનું નિરાકરણ લાવવા આજીજી કરી હતી.