Surat: દિવાળી પહેલા SMCની સુરતમાં મોટી રેડ, 1330 લિટર દેશી દારૂ ઝડપ્યો!

દિવાળીના તહેવારો નજીક આવતા જ રાજ્યમાં દારૂ ઘુસાડવાનું પ્રમાણ વધી ગયું છે. તેવામાં આજે સુરતના ભેસ્તાન ખાતે દેશી દારૂના અડ્ડા પર SMCએ દરોડા પાડ્યા છે. સિદ્ધાર્થ નગર અને ભગવતી નગરમાં દારૂના અડ્ડા પર SMCએ દરોડા પાડીને 1330 લિટર દેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ દરોડા પરથી એવું લાગી રહ્યું છે કે, સુરત પોલીસનું અશક્ય ઓપરેશન આખરે SMCએ શક્ય બનાવ્યું છે. મળતી માહિતી મુજબ, અવાર-નવાર ગુજરાતમાં વિદેશી-દારૂ ઘૂસાડવા પ્રયાસોમાં અનેક બુટલેગરો ઝડપાતા હોય છે. દિવાળી પર્વને લઇ અનેક જિલ્લાઓમાં જુગારધામ, સ્ટ્ટાબાજી, દારૂની મહેફિલ, અને બુટલેગરો સામે પોલીસ દ્વારા ઝૂંબેશ હાથ ધરવામાં આવે છે. ત્યારે વિદેશી દારૂ, ડ્રગ્સ અને જૂગારધામાની તપાસમાં આખરે SMCએ દેશી દારૂના અડ્ડા પર દરોડા પાડ્યા છે. સુરતમાં પોલીસ શું એટલી નિષ્ક્રિય છે કે SMCએ કોલ લેવો પડ્યો? દેશી દારૂના અડ્ડામાં પાડેલી રેડમાં મળ્યો તો દેશી દારૂ અનેક બદીઓ અને નશાના ગોરખધંધાઓ વચ્ચે SMCને એવી તો કઈ ટિપ મળી કે જેના માટે ગાંધીનગરથી નેટવર્ક ગોઠવીને 1330 લીટર દેશી દારૂ ઝડપવો પડ્યો..? સુરતના ગોલવાડથી લઈ એવા ઘણા વિસ્તારો છે કે જ્યાં દારૂનું વેચાણ સામાન્ય બાબત છે, ભલભલા પોલીસ અધિકારીઓ બદલાઈ ગયા પણ ત્યાનું નેટવર્ક કેમ નથી ભેદી શકાયુ તે મોટો સવાલ છે. SMC દ્વારા આ રેડ જાણે સુરત પોલીસ માટેનું અશક્ય ઓપરેશન હતું કે શું તે સવાલ ઉઠી રહ્યા છે, કારણ એ છે કે દારૂના એક પીપડા વચ્ચે ઝડપાનારાઓની સંખ્યા વધારે છે અને એમા પણ વોન્ટેડ વધારે છે. દિવાળી પહેલા કોઈ આરોગ્યની સમસ્યા ન સર્જાય કે લઠ્ઠાકાંડના ન બને એ માટેના અટકાવવાના પ્રયાસો કદાચ સમજી શકાય છે પણ ખરા ખેલાડીઓની મુછોના વળને ઢીલા પાડવા પણ એટલા જ જરૂરી છે.દરોડામાં 15 શખ્સોની ધરપકડ, 5 વોન્ટેડઆખરે ભેસ્તાન વિસ્તારમાં દેશી દારૂની રેલમછેલ સામે સુરત પોલીસના અશક્ય પ્રયાસ સામે SMCએ દરોડા પાડીને શક્ય બનાવ્યું હોય તેવું લાગી રહ્યું છે. આવા દેશી દારૂના અડ્ડાઓ ધમધમતા હોય અને સ્થાનિક પોલીસને જાણ ન હોય તે ક્યારેક જ શક્ય બનતું હોય છે. તેવામાં SMCએ ભેસ્તાન ખાતે દેશી દારૂના અડ્ડા પર દરોડા પાડીને 1330 લિટર દેશી દારૂ સહિત 6 વાહનો અને 14 મોબાઈલનો જથ્થો જપ્ત કર્યો છે. દરોડામાં 15 શખ્સોની ધરપકડ, 5 વોન્ટેડ છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.મહત્વનું છે કે પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં જ ખુલ્લેઆમ દેશી અને વિદેશી દારૂનો વેપલો કરવામાં આવતો હતો જ્યારે સ્થાનિકોએ દારૂનો આ વ્યાપાર પોલીસની રહેમ નજર હેઠળ કરવામાં આવતી હોવાનું જણાવ્યું હતું. સ્થાનિકોએ આક્ષેપ કરતા જણાવ્યું કે સમગ્ર મામલે પોલીસ પણ આંખ આડા કાન કરે છે આવી દારૂની હાટડીઓ ચલાવનાર લોકો નીચાથી લઈને ઉચ્ચ અધિકારીઓ સુધી હપ્તો પહોંતો હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો. 

Surat: દિવાળી પહેલા SMCની સુરતમાં મોટી રેડ, 1330 લિટર દેશી દારૂ ઝડપ્યો!

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

દિવાળીના તહેવારો નજીક આવતા જ રાજ્યમાં દારૂ ઘુસાડવાનું પ્રમાણ વધી ગયું છે. તેવામાં આજે સુરતના ભેસ્તાન ખાતે દેશી દારૂના અડ્ડા પર SMCએ દરોડા પાડ્યા છે. સિદ્ધાર્થ નગર અને ભગવતી નગરમાં દારૂના અડ્ડા પર SMCએ દરોડા પાડીને 1330 લિટર દેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ દરોડા પરથી એવું લાગી રહ્યું છે કે, સુરત પોલીસનું અશક્ય ઓપરેશન આખરે SMCએ શક્ય બનાવ્યું છે. 

મળતી માહિતી મુજબ, અવાર-નવાર ગુજરાતમાં વિદેશી-દારૂ ઘૂસાડવા પ્રયાસોમાં અનેક બુટલેગરો ઝડપાતા હોય છે. દિવાળી પર્વને લઇ અનેક જિલ્લાઓમાં જુગારધામ, સ્ટ્ટાબાજી, દારૂની મહેફિલ, અને બુટલેગરો સામે પોલીસ દ્વારા ઝૂંબેશ હાથ ધરવામાં આવે છે. ત્યારે વિદેશી દારૂ, ડ્રગ્સ અને જૂગારધામાની તપાસમાં આખરે SMCએ દેશી દારૂના અડ્ડા પર દરોડા પાડ્યા છે. 

સુરતમાં પોલીસ શું એટલી નિષ્ક્રિય છે કે SMCએ કોલ લેવો પડ્યો?

દેશી દારૂના અડ્ડામાં પાડેલી રેડમાં મળ્યો તો દેશી દારૂ અનેક બદીઓ અને નશાના ગોરખધંધાઓ વચ્ચે SMCને એવી તો કઈ ટિપ મળી કે જેના માટે ગાંધીનગરથી નેટવર્ક ગોઠવીને 1330 લીટર દેશી દારૂ ઝડપવો પડ્યો..? સુરતના ગોલવાડથી લઈ એવા ઘણા વિસ્તારો છે કે જ્યાં દારૂનું વેચાણ સામાન્ય બાબત છે, ભલભલા પોલીસ અધિકારીઓ બદલાઈ ગયા પણ ત્યાનું નેટવર્ક કેમ નથી ભેદી શકાયુ તે મોટો સવાલ છે. SMC દ્વારા આ રેડ જાણે સુરત પોલીસ માટેનું અશક્ય ઓપરેશન હતું કે શું તે સવાલ ઉઠી રહ્યા છે, કારણ એ છે કે દારૂના એક પીપડા વચ્ચે ઝડપાનારાઓની સંખ્યા વધારે છે અને એમા પણ વોન્ટેડ વધારે છે. દિવાળી પહેલા કોઈ આરોગ્યની સમસ્યા ન સર્જાય કે લઠ્ઠાકાંડના ન બને એ માટેના અટકાવવાના પ્રયાસો કદાચ સમજી શકાય છે પણ ખરા ખેલાડીઓની મુછોના વળને ઢીલા પાડવા પણ એટલા જ જરૂરી છે.

દરોડામાં 15 શખ્સોની ધરપકડ, 5 વોન્ટેડ

આખરે ભેસ્તાન વિસ્તારમાં દેશી દારૂની રેલમછેલ સામે સુરત પોલીસના અશક્ય પ્રયાસ સામે SMCએ દરોડા પાડીને શક્ય બનાવ્યું હોય તેવું લાગી રહ્યું છે. આવા દેશી દારૂના અડ્ડાઓ ધમધમતા હોય અને સ્થાનિક પોલીસને જાણ ન હોય તે ક્યારેક જ શક્ય બનતું હોય છે. તેવામાં SMCએ ભેસ્તાન ખાતે દેશી દારૂના અડ્ડા પર દરોડા પાડીને 1330 લિટર દેશી દારૂ સહિત 6 વાહનો અને 14 મોબાઈલનો જથ્થો જપ્ત કર્યો છે. દરોડામાં 15 શખ્સોની ધરપકડ, 5 વોન્ટેડ છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

મહત્વનું છે કે પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં જ ખુલ્લેઆમ દેશી અને વિદેશી દારૂનો વેપલો કરવામાં આવતો હતો જ્યારે સ્થાનિકોએ દારૂનો આ વ્યાપાર પોલીસની રહેમ નજર હેઠળ કરવામાં આવતી હોવાનું જણાવ્યું હતું. સ્થાનિકોએ આક્ષેપ કરતા જણાવ્યું કે સમગ્ર મામલે પોલીસ પણ આંખ આડા કાન કરે છે આવી દારૂની હાટડીઓ ચલાવનાર લોકો નીચાથી લઈને ઉચ્ચ અધિકારીઓ સુધી હપ્તો પહોંતો હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો.